GSTV

આઇપીએલમાં આ ત્રણ ટીમ હજી સુધી ટાઇટલથી વંચિત રહી છે, જાણો શું છે કારણ

Last Updated on August 20, 2020 by pratik shah

ઇન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ 19મ સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાતમાં થનારો છે. આ માટે તમામ ટીમ તૈયારી કરી રહી છે. દરેક ટીમનો એક જ લક્ષ્યાંક હોય છે કે આ વખતે તેણે ટાઇટલ જીતવું છે. આઇપીએલની અગાઉની 12 સિઝનના ઇતિહાસમાં કેટલીક ટીમ ત્રણ તો કોઈ ચાર વખત આ ટી20 ક્રિકેટ લીગનું ટાઇટલ જીતવામાં સફળ રહી છે તો કેટલીક ટીમ એવી છે જે ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આ ત્રણ ટીમમાં  મોખરે આવે તેવું નામ છે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું.

આઇપીએલ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં કોહલી છતાં કોઈ ટાઇટલ નહિ

બેંગલોર એટલા માટે મોખરે કેમ કે તેમાં વિરાટ કોહલી, ક્રિસ ગેઇલ અને ડી વિલિયર્સ જેવા ધુરંધરો રમી ચૂક્યા છે અને રમે પણ છે તેમ છતાં આ ટીમ હજી સુધી ફાઇનલ મેચ જીતી શકી નથી. ત્યાર બાદ શ્રેયસ ઐયરની દિલ્હી કેપિટલ્સ અને લોકેશ રાહુલની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ છે જેના નસીબમાં હજી સુધી એકેય ટાઇટલ લખાયું નથી.

પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ

આ માટે મહત્વનું કારણ છે તેમના પ્રદર્શનમાં સાતત્યતાનો અભાવ. આ ત્રણેય ટીમ પાસે કેટલાક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે પરંતુ એક ટીમ તરીકે તેઓ સાથે મળીને એવું જોરદાર પ્રદર્શન કરી શક્યા નથી.  આ ત્રણ ટીમ એવી છે જે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ મેચો હારી ચૂકી છે.

બેંગલોરની ટીમની લોકપ્રિયતા અકબંધ

બેંગલોરની ટીમની લોકપ્રિયતા અકબંધ રહી છે કેમ કે તેમની પાસે કોહલી અને ડી વિલિયર્સ જેવા બેટ્સમેન છે. બેંગલોરની ટીમ આઇપીએલમાં 177 મેચ રમી છે જેમાંથી 92 મેચમાં તેનો પરાજય થયો છે તો 83 મેચ તેણે જીતી છે. 2009, 2011 અને 2016માં આરસીબીની ટીમ ફાઇનલમાં પણ રમી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ પણ નથી જીતી ટાઇટલ

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પણ ટાઇટલ જીતી શકી નથી. તેણે 176 મેચ રમી છે જેમાંથી 94માં તેનો પરાજય થયો હતો તો 8જ મેચ તેણે જીતી છે. કિંગ્સ ઇલેવન પંજાબ ક્યારેય ફાઇનલ સુધી પણ પહોંચી શકી નથી.

દિલ્હીની ટીમ ક્યારેય ફાઇનલ સુધી પહોંચી

દિલ્હી કેપિટલ્સ અગાઉ દિલ્હી ડેરડેવિલ્સના નામે રમતી હતી. દિલ્હીની ટીમ ક્યારેય ફાઇનલ સુધી પહોંચી શકી નથી કેમ કે તે 175 મેચ રમીને તેમાંથી 97 મેચમાં પરાજયનો સામનો કરી ચૂકી છે તો તેમે 76 મેચમાં વિજય હાંસલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

અહીં પતિની લાશ સાથે આખી રાત સૂવું પડે છે, લડાઈ પછી શારીરિક સંબંધ બાંધવાનો વિચિત્ર રિવાજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!