GSTV

મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક : આ 3 રાજ્યોને નાગરિકતા સંશોધન બિલમાંથી કરાયા બાકાત, બચાવી વોટબેંક

Last Updated on December 5, 2019 by Mayur

સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરશે જેનો વિપક્ષ જોરદાર વિરોધ કરી રહી છે. જો કે આ બિલ અરુણાચલ પ્રદેશના ઈનર લાઈન પરમિટ વિસ્તારોની સાથે સાથે નાગાલેન્ડ અને મિઝોરમને આ બિલના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યું છે. નાગરિકતા સંશોધન બિલના પૂર્વોત્તરના તે વિસ્તારમાંથી પણ બહાર રાખવામાં આવ્યા છે જે છઠ્ઠી અનુસૂચિનો ભાગ છે. આ બિલ બાબતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવનાર શિવસેનાએ તો ટેકો આપ્યો છે પણ આસામના મુખ્યમંત્રીએ આ બિલનો સૌથી મોટો વિરોધ કર્યો હતો. આ બિલ 370 જેટલું જ અગત્યનું છે. સરકાર આ બિલને કોઈ પણ ભોગે પાસ કરાવવા માટે સક્રિય છે. તમામ સાંસદોને આ બિલ સમયે હાજર રહેવા આદેશ કર્યા છે. હાલમાં પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલ બાબતે સૌથી મોટો વિરોધ થઈ રહ્યો છે. અહીં બાંગ્લાદેશી ઘૂસપેઠીઓને વિરોધ ચાલી રહ્યો છે. હવે સરકારે યુ ટર્ન લઇને ભાજપ શાસિત રાજ્યોમાં વિરોધ હોવાથી આ બિલમાંથી આ રાજ્યોને જ બાકાત કરી દીધા છે.

છઠ્ઠી અનુસૂચિમાં આસામ, મેઘાલય અને ત્રિપુરાના આદિવાસી વિસ્તારો છે. આ જોગવાઈ શરૂઆતમાં બિલનો હિસ્સો ન હતા જેને બાદમાં સામેલ કરવામાં આવ્યા છે. વિપક્ષી દળોના વિરોધ પછી પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલી આ જોગવાઈ બાદ બિલમાં સામેલ કરવામાં આવ્યા છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલને લઈને ઘણો ગુસ્સો છે અને ત્યાં સતત તેના વિરૂદ્ધ પ્રદર્શનો પણ થઈ રહ્યાં છે.

કેબિનેટની બેઠકમાં પાસ થઈ ગયું બિલ

નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી) લાવ્યા પછી હવે કેન્દ્ર સરકાર 1955ના નાગરિકતા ધારામાં સુધારો લાવવાનો ખરડો સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં છે. આ સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી. દેશભરમાં ચર્ચા જગાવનાર બહુ ચર્ચિત નાગરિકતા સંશોધન બિલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. કેબિનેટે બિલ પસાર કર્યા બાદ તેને સંસદીય સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.

જો કે ધાર્મિકતાના આધારે નાગરિકત્વ નક્કી કરવાના સરકારના પગલાનો તમામ વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. આ ખરડામાં એવી જોગવાઇ કરાઇ રહી છે કે પાકિસ્તાનથી આવેલા જૈન, બૌદ્ધ, પારસી, ખ્રિસ્તી વગેરે બિનમુસ્લિમ લોકોને કાયદેસરના દસ્તાવેજો વિના પણ ભારતીય નાગરિકતા મળી શકે છે. મુસ્લિમોનો આ ખરડામાં સમાવેશ કરાયો નથી. એ સામે કોંગ્રેસ જેવા કહેવાતા સેક્યુલર પક્ષોને વાંધો છે.

એકવાર પ્રવાસી વિઝા લઇને પછી દેશમાં વીઝા પૂરો થયા બાદ પણ રહી પડતા લોકોને અટકાવવા આ પગલું ભરાઇ રહ્યું હોવાનું કહેવાય છે. હજ્જારો લોકો ક્રિકેટ મેચ  જોવાને બહાને કે અજમેર શરીફ યા કાશી-બનારસની યાત્રા કરવાને બહાને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાંથી પર્યટક વિઝા પર અહીં આવે છે. પછી પાછા જતા નથી. એને કારણે ઘણીવાર સ્થાનિક નાગરિકોના અધિકારો પર તરાપ પડે છે એવા આક્ષેપો પણ થયા છે. આવો ખરડો લાવવા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

Bansari

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!