GSTV
Bollywood Entertainment Photos Trending

કિયારાના ટૉપલેસ થયા બાદ શર્ટલેસ થયાં આ ત્રણ હૉટ એક્ટર્સ, સેક્સી લુક પર થઇ જશો ફિદા

ડબ્બૂ રત્નાની દર વખતની જેમ પોતાના કેલેન્ડર ફોટોશૂટમાં સ્ટાર્સની એવી તસવીરો ક્લિક કરે છે જેના કારણે તે ચર્ચામાં આવી જાય છે. વર્ષ 2020ના ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર ફોટોશૂટમાં પણ કંઇક આવું જ બન્યુ. કિયારા અડવાણી, સની લિયોની અને ભૂમિ પેડનેકરના ટૉપલેસ ફોટોશૂટ બાદ હવે બોલીવુડના ત્રણ અભિનેતાનું ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે. તેનું કારણ છે તેનો શર્ટલેસ લુક…

આ ત્રણેય એક્ટર્સના નામ ઋતિક રોશન, વરુણ ધવન અને જ્હૉન અબ્રાહમ છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય અભિનેતા પોતાની ફિટનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ ત્રણેયનો લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સૌથી પહેલા વાત કરીએ ફિટનેસ ફ્રીક જૉન અબ્રાહમની. જૉન અબ્રાહમે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરમાં જૉન શર્ટલેસ છે અને એક હાથે ટૉવેલ પકડી રાખ્યો છે.

ઋતિકે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં ઋતિક રોશન શર્ટલેસ લુકમાં ટફ લુકમાં નજરે આવી રહ્યો છે. ઋતિકે આ તસવીર સાથે કેટલીક લાઇન્સ પણ લખી છે. ઋતિકે લખ્યું કે, ‘मैं और मेरी तन्हाई अक्सर यह बातें करती हैं कि की आज यह Abs होते तो कैसा होता। अगर यह होते तो ऐसा होता, अगर यह होते तो वैसा होता।’

ઋતિકે લખ્યું કે, जबकि मुझे खबर है की ABS नही हैं… कहीं नहीं हैं। लेकिन यह पागल दिल है की कह रहा हैं की वो हैं .. मोटे पेट के नीचे कहीं हैं…। मैं और मेरी तन्हाई अक्सर यह बातें करती हैं !’ ઋતિક ઉપરાંત વરુણ ધવને પણ પોતાનો શર્ટલેસ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરમાં વરુણ કેપ સાથે નજરે આવી રહ્યો છે.

જણાવી દઇએ કે, કેલેન્ડર લોંચ થયા પછી ડબ્બુ રત્નાની પણ એક વિવાદમાં ફસાયો છે. તેનું કારણ કિયારા અડવાણીનું ફોટોશૂટ છે. કિયારા ડબ્બુના ફોટોશૂટમાં કેળાના પાનથી પોતાને ઢાંકતી જોવા મળી હતી. ડબ્બુના આ કોન્સેપ્ટ પર હવે ફોટોગ્રાફર મેરી બાર્શે આરોપ લગાવ્યો છે. મેરી કહે છે કે ‘ડબ્બુએ તેના કોન્સેપ્ટની નકલ કરી છે’. મેરી બર્શે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં કહ્યું કે, ‘આ સિવાય હું કંઇ કહેવા માંગતી નથી.’ આ તસવીરની એક તરફ કિયારા અડવાણી નજર આવી રહી છે અને બીજી બાજુ બીજી મોડેલ જોવા મળી રહી છે. તસવીરમાં બંનેનો પોઝ એક સરખો છે.

Read Also

Related posts

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel

14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા

Hina Vaja
GSTV