GSTV
Holi 2019 Life Religion Trending

Holi 2019 : શાસ્ત્રોનુસાર હોળીમાં આ ભૂલો ભૂલથી પણ ન કરતા, નહી તો પડશે આવો દુષ્પ્રભાવ

holi 2019

હોળી આમ તો રંગોનું પર્વ છે અને લોકો એને પોતાની રીતે ઉજવે છે. આ તહેવાર પોતાની સાથે અનેક ખુશીઓ લઇને આવે છે પણ ઘણીવાર આપણી એક નાનકડી ભૂલ આખા તહેવારનો રંગ બગાડી નાંખે છે. આપણાં શાસ્ત્રોમાં દરેક પર્વને લગતી વાતોનો ઉલ્લેખ છે કે શું કરવાથી કેવો દુષ્પ્રભાવ પડી શકે છે. આજે એવી કેટલીક વાતો વિશે જાણીશું જે તમારી હોળીને બગાડી શકે છે…

નશો ના કરશો

રંગ અને મસ્તીના તહેવારમાં ઘણા લોકો પોતાના હોશ ગુમાવી બેસે છે. કેટલાક લોકો ભાંગ તો કેટલાક દારૂનો નશો કરે છે. જેનાથી એકલા તેમને જ નહીં પણ ઘરના બધાને તકલીફ પડે છે. તેથી સરસ હોળી સેલિબ્રેટ કરવા માટે આવો કોઈ નશો ના કરશો.

વધારે ઉંઘવુ

ઘણા લોકો એવું માનતા હોય છે કે રજા એટલે ઉંઘવાનો દિવસ. ઘણાં સવારે મોડા ઉઠે છે તો ઘણાં સંધ્યા સમયે સુઇ જાય છે. હોળી સાધનાનો તહેવાર હોવાથી આ દિવસે કટાણે ના ઉંઘવું જોઈએ. હોળીએ માત્ર બીમાર, વૃદ્ધ અને સગર્ભા સ્ત્રીઓને ગમે ત્યારે સૂવાની છૂટ છે.

કોઈનું અપમાન ના કરવું

હોળીએ બધા રંગોમાં રંગાઈ જાય છે અને નાના-મોટાનો ભેદ મટી જાય છે. પરંતુ ખાસ યાદ રાખો કે આ દિવસે કોઈનો તિરસ્કાર કરતા બચવું જોઈએ. આ દિવસે વયસ્ક અને વૃદ્ધ લોકોનું ખાસ ધ્યાન રાખો અને એમને કોઈ વાતનું ખોટું ના લાગે તેની કાળજી લો.

ગુસ્સે ના થશો

ઘરમાં કોઈની સાથે કડવાશ ના રાખો અને ઝઘડશો પણ નહીં. આજના દિવસે કોઈપણ પ્રકારની તુ-તુ મૈ-મૈ કરવાથી બચો અને સ્વજનો-મિત્રો સાથે તહેવારની મજા માણો. જેમના ઘરમાં લોકો વાતે વાતે લડતા હોય તેમના ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી.

ખરાબ વર્તન ના કરશો

આમ તો અપશબ્દો કદી ના બોલવા જોઈએ પણ હોળીએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું. કોઈની સાથે ખરાબ ભાષામાં વાત ના કરવી કે એવું વર્તન પણ ના કરવું. રંગ નાખતા વખતે એ વાતનો ખ્યાલ રાખો કે તે કોઈના નાંક,આંખ કે કાનમાં જઈને નુકસાન ના પહોંચાડે. હંમેશા હર્બલ રંગોનો જ ઉપયોગ કરો.

પૈસાની લેવડ-દેવડ ના કરો

fake notes

હોળાષ્ટક લાગી જાય પછી મંડન, સગાઈ, લગ્ન જેવા શુભ કાર્ય ના કરવા. હોળીએ ભૂલથી પણ પૈસાની લેવડ-દેવડ ના કરવી. આજે દેવું દેશો અને લેશો પણ નહીં. ધૂળેટીના દિવસે સવારે હોળિકાની સાત ચપટી રાખ ઘરે લાવો. તેને તાંબાના સાત છીદ્રવાળા સિક્કા સાથે એક લાલ કપડામાં બાંધીને તિજારોમાં મુકી દો. આનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. 

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV