GSTV
Home » News » કોઈપણ પ્રકારના દુખાવામાં પેનકિલર કરતા પણ વધુ અસરકારક છે આ સુપર ફૂડ્સ

કોઈપણ પ્રકારના દુખાવામાં પેનકિલર કરતા પણ વધુ અસરકારક છે આ સુપર ફૂડ્સ

શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તે સહન ન થાય ત્યારે ડોક્ટર પાસે જઈ તેની દવા લેવી પડે છે. પરંતુ ક્યારેક દવાઓ જ શરીરમાં અન્ય બીમારી થવાનું કારણ બની જાય છે. તેવામાં દવા કરતાં વધારે લાભકારી સાબિત થાય છે રસોડામાંથી જ મળી જતા કેટલાક સુપર ફૂડ. આ ફૂડની કોઈ આડઅસર નથી હોતી અને તે શરીરના દુખાવાને દૂર કરે છે. આ ફૂડને તમે નેચરલ પેન કિલર પણ કહી શકો છો. આ સુપર ફૂડ ખાવા માટે તમારે કોઈ નિષ્ણાંતની સલાહ પણ નહીં લેવી પડે.

હળદર અને આદુ

હળદર ક્રાનિક પેન કિલર છે, તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંફ્લેમેટ્રી ગુણ ભરપુર પ્રમાણમાં હોય છે. હળદરનો ઉપયોગ શરીરના ઘા પર કરી શકાય છે. શરીરમાં અંદર તકલીફ હોય તો હળદરને દૂર સાથે પીવી જોઈએ અને જો શરીર પર કોઈ ઘા થયો હોય તોતેના પર હળદરને ડુંગળીના રસ સાથે મીક્ષ કરીને લગાડવી. આ પેસ્ટથી સોજો પણ દૂર થઈ જાય છે.

એન્ટી ઈંફ્લેમેટ્રી અને એન્ટી નોજિયા ગુણ ધરાવતું આદૂ પણ પેટ માટે ઔષધિ સમાન છે. પેટનો દુખાવો હોય તો એક ચમચી આદૂના રસમાં થોડા ટીપા લીંબૂના રસના ઉમેરી અને પી જવું. દુખાવો તુરંત દૂર થઈ જશે. સ્નાયૂ તેમજ સાંધાના દુખાવામાં પણ આદૂ રાહત આપે છે. આદૂનો રસ તેલમાં ઉમેરી અને સાંધા પર લગાવી પણ શકાય છે. 

કોફી અને સેલમન ફિશ

કોફી નેચરલ પેન કિલર છે કારણ કે તેમાં કેફિનનું પ્રમાણ હોય છે. કેફિન દુખાવો દૂર કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માથાનો દુખાવો પણ દૂર કરવા માટે કોફી ઉપયોગી સાબિત થાય છે. જો કે દિવસમાં બે કપથી વધારે કોફી ન પીવી જોઈએ.

સેલમન ફિશ પણ પેનકિલર જેવું કામ આપે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તમને સાંધાનો દુખાવો હોય તો આ ફિશ ખાવી જોઈએ તેનાથી સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

ફૂદિનો

પેટની દરેક બીમારીને દૂર કરી દે છે ફૂદિનો. પેટનો દુખાવો,  ગેસ, અપચો પણ ફૂદિનો ખાવાથી દૂર થઈ જાય છે. ફૂદિનાવાળી ચા પીવાથી મૂડ પણ સારો થાય છે અને તે વજન ઘટાડવાનું કારણ પણ બને છે.

Read Also

Related posts

ભારતના તે પાંચ શહેરોની કરો સેર, જ્યાંની દિવાળી હોય છે અનોખી 

Kaushik Bavishi

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

વડોદરામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને આરોગ્ય વિભાગના દરોડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!