GSTV
Home » News » તામિલનાડુમાંથી ચોરાયેલી કરોડો રૂપિયાની મૂર્તિઅો અમદાવાદના જાણિતા મ્યૂઝિયમમાંથી મળી

તામિલનાડુમાંથી ચોરાયેલી કરોડો રૂપિયાની મૂર્તિઅો અમદાવાદના જાણિતા મ્યૂઝિયમમાંથી મળી

રાજા ચોલાના વખતની  તામીલનાડુના ત્રિચિર પાસેના  બીગ ટેમ્પલને દાનમાં મળેલી અલભ્ય અને પૌરાણીક  મુર્તિઓની પૈકીની અગિયાર મુર્તિઓની ચોરી થઈ હોવાની ફરિયાદ ગત વર્ષે તામીલનાડુ પોલીસમાં નોંધાઈ હતી. અત્યંત કિંમતી અને જેનું ઔતિહાસિક મુલ્ય પણ ઘણુ વધારે હોવાને કારણે તમિલનાડુ પોલીસ તેને શોધવા પ્રયત્ન કરી રહી હતી, દરમિયાન જાણકારી મળી હતી કે ૬૦ વર્ષ અગાઉ ચોરાઈ ગયેલી આ મુર્તિઓ અમદાવાદના કેલીકો અને સારાભાઈ ફાઉન્ડેશનમાં છે જેના આધારે તાજેતરમાં તમિલનાડુ પોલીસ અમદાવાદ આવી હતી અને તેમણે આ બંન્ને મૂર્તિ કબજે કરી લીધી છે.

ચાંદી અને  બ્રોન્ઝ ધાતુમાંથી બનેલી આ મુતઓ અત્યંત પૌરાણિક હતી, આ મામલે નોંધાયેલી ફરિયાદ પછી તમિલનાડુ પોલીસે ૬૦ વર્ષ અગાઉ  કેવી રીતે બીગ ટેમ્પલમાંથી મુતઓ ગાયબ થઈ તેનું પગેરૂ શોધવાની શરૃઆત કરી હતી, જો કે એક વર્ષની મહેનત બાદ તામીલનાડુ ૬૦ વર્ષ અગાઉ મુત ચોરનાર સુધી પહોચી હતી, પણ તેણે તે બે મુતઓ અમદાવાદના કેલીકો અને સારાભાઈ ફાઉન્ડેશનના મ્યુઝીયમમાં વેંચી હોવાની કબુલાત કરી હતી, જો કે ૬૦ વર્ષ પહેલા પણ આ મુર્તિ પેટે કરોડો રૃપિયા મળ્યા હોવાનું પોલીસ માની રહી છે.

તામીલનાડુ પોલીસની એક ટીમ ગત સપ્તાહે  અમદાવાદ આવી હતી અને તેમણે સારાભાઈ મ્યુઝીયમના સંચાલકોને તેમના મ્યુઝીયમમાં રહેલી રાજા રાજા છોલાની વખતને મુર્તિ ચોરાયેલી  હોવાની જાણકારી આપી તે મુર્તિ ઓ કબજે કરી છે, પણ સવાલ અહિયા એવો ઉભો થાય છે કે ૬૦ વર્ષ અગાઉ કરોડો રૃપિયામાં સારાભાઈ મ્યુઝીયમ દ્વારા ખરીદવામાં આવેલા આ બે એન્ટીક મુર્તિ પ્રમાણિકતા ઉપર ખરીદનારને કેમ શંકા ગઈ ન્હોતી,  સારાભાઈ જેવા પ્રતિીત પરિવારના મ્યુઝિયમાં ચોરાયેલી મુર્તિ કેવી રીતે પહોંચી તે પણ એક સવાલ છે. આ મામલે તમિલનાડુ પોલીસ તપાસ કરી રહી છે

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar