દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આમને સામને એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા કરતા હવે ચૂંટણી માટે પ્રચાર પ્રસારમાં પણ ધ્યાન આપી રહ્યા છે. ભાજપે કોઈપણ કાળે જીતવા માટે સ્ટાર પ્રચારકોને પ્રચાર પ્રસારની જવાબદારી સોપી છે.

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ સુપર સન્ડે સાબિત થાય છે કારણ કે દિલ્હીમાં કોર્પોરેશનની ચૂંટણી માટે આજે ભાજપના નેતાઓ એક જ દિવસમાં એક કરોડ મતદારો સુધી પહોંચવાની યોજના બનાવીને તેના ઉપર અમલ કરી રહ્યા છે. આ મહા જનસંપર્ક અભિયાનમાં બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને અન્ય કેટલાક પદ અધિકારીઓ પણ સામેલ થઈ રહ્યા છે. લગભગ 70 થી વધારે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે મળીને દિલ્હીમાં જુદા જુદા વિસ્તારમાં જઈને મતદાન માટે અપીલ કરશે. આ અભિયાન સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને રાત્રે દસ વાગ્યા સુધી ચાલશે. સૌથી મહત્વની વાત એ છે કે આખા પ્રચાર પ્રસાર દરમિયાન એક જ દિવસમાં એક કરોડ લોકો સુધી પહોંચવાનો ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ એક નવો જ રેકોર્ડ કાયમ કરશે. આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીને લઈને વધુ પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે ભાજપ અને આમદની પાર્ટીનો ટકરાવ દિલ્હી વાસી માટે કેવો સાબિત થાય છે એ તો સમય જ બતાવશે.
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું