GSTV

‘Womens day’ પર વડાપ્રધાન મોદીનું ટ્વીટર સંભાળનાર કોણ છે આ 7 મહિલાઓ ? જાણો એક ક્લીકમાં

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Womens day) નિમિતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 મહિલાઓને પોતાનું (Twitter) સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સોંપ્યું છે. જેમાં એવી 7 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમણે પોતાના દમ પર સમાજની બીજી મહિલાઓ માટે એક પ્રેરણા બની છે. 7 મહિલાઓ તેમના (Twitter) એકાઉન્ટને ઓપરેટ કરી રહી છે અને એક બાદ એક એમ પોતાની કહાની સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી રહી છે. તો ચાલો જાણીએ આ મહિલાઓ વિશે અને તેમની પ્રસિદ્ધિઓ વિશે…

સ્નેહા મોહનદાસ

વડાપ્રધાન મોદીના ટ્વિટર (Twitter) એકાઉન્ટનુ સંચાલન કરવામાં સ્નેહા મોહનદાસ નામના મહિલા સામેલ છે. તેઓ એક ફૂડ બેન્ક ચલાવે છે. 2015માં જ્યારે ચેન્નાઈમાં પૂર આવ્યુ તે પહેલા તેમણે ફૂડ બેન્કની સ્થાપની કરી હતી. જેનો મુખ્ય હેતુ ભૂખમરા સામે લડવાનો હતો.તેમણે કહ્યુ હતુ કે, દાદાજી અને મારી માતા બાળકોને ખાસ પ્રસંગોએ બોલાવીને ઘરે જમાડતા હતા.જ્યાંથી મને ફૂડ બેન્ક શરુ કરવાની પ્રેરણા મળી હતી.આજે સૌથી પહેલુ ટ્વીટ તેમણે જ કર્યુ હતુ.

આરિફા

આરિફા જમ્મુ કાશ્મીરની વિલુપ્ત થયેલી શિલ્પકલાને જીવતી રાખવા માટે કામ કરી રહી છે.તેમણે પોતાની વાત રજૂ કરતા કહ્યુ હતુ કે, કાશ્મીરની પરંપરાગત શિલ્પ કલાને જીવીત રાખવાનુ સપનુ મેં જોયુ છે કારણકે તે સ્થાનિક મહિલાઓને સશક્ત બનાવવા માટેનુ એક સાધન છે. પરંપરા અને આધુનિકતાનુ મિલન થાય છે ત્યારે ચમત્કાર સર્જાય છે. મેં મારા કામમાં આ વાતનો અનુભવ કર્યો છે. મેં પહેલી વખત હસ્તકલાના પ્રદર્શનમાં દિલ્હીમાં ભાગ લીધો હતો.જેમાં મને સારા ગ્રાહકો મળ્યા હતા.

કલ્પના રમેશ

કલ્પના રમેશે કહ્યુ કે, શું તમે ક્યારેય પાણીની કમી વિશે વિચાર્યું છે ? આપણામાંથી દરેક વ્યક્તિ સામુહિક રીતે રોતાના બાળકોના ભવિષ્ય માટે પાણીને બચાવવા માટે કાર્ય કરી શકે છે. તે જ રીતે હું પણ કોશિશ કરી રહી છું.

વિજયા પવાર

બણઝારા હસ્તકલા અમારા ક્ષેત્રની ઓળખાણ છે. હું નાનીથી મોટી આ ક્ષેત્રમાં જ થઈ છુ. મારા લગ્ન વર્ષ 2000 માં થયા હતા. સામાન્ય રીતે તો, આ કળા અહીંયા માતા પાસેથી દિકરનીને મળનારી વિરાસત છે. મારા સાસરે પણ મારી સાસુ પાસેથી મારા પતિએ શીખી હતી. ત્યારબાદ પતિ પાસેથી મેં શીખી અને મને આ કળામાં રુચિ જાગી ગઈ. બસ આ કામમાં વિજયાનો રસ વધતા તેણીએ તેના પર કામ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.

માલવિકા અય્યર

આ 7 મહિલાઓમાંથી એક છે માલવિકા અય્યર. માલવિકાએ માત્ર 13 વર્ષની ઉંમરમાં એક બોમ્બ બ્લાસ્ટમાં પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા અને પગમાં પણ ઈજા થઈ હતી. ત્યારબાદ પણ તેણીએ કામ કર્યુ અને Ph.d નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણી કહે છે કે, હાર માની લેવો એક વિકલ્પ નથી હોતો. પોતાની સીમાઓને ભૂલી જાવ અને વિશ્વાસ અને આશા સાથે દુનિયામાં એક પગલુ આગળ વધો. મારુ માનવુ છે કે, શિક્ષા પરિવવર્ત માટે અનિવાર્ય છે.

કલાવતી દેવી

કાનપુરની રહેવાસી કલાવતી દેવી સ્વચ્છતા માટે કામ કરે છે. તેમણે વડાપ્રધાન મોદીના ટ્વીટર થકી પોતાની કહાની જણાવી કે, સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા કેટલી જરૂરી છે. તે માટે લોકોને જાગૃત કરવામાં થોડો સમય જરૂર લાગ્યો, પરંતુ તેમને ખબર હતી કે, જો લોકો સમજશે તો, આગળ જરુર વધશે. કલાવતી દેવીને પોતાના વિસ્તારમાં હજારો શૌચાલય બનાવવામાં સફળતા મળી છે.

વીણા દેવી

પલંગની નીચે મશરૂમની ખેતી કરીને વીણા દેવીએ બીજી મહિલાઓ માટે પણ ખેતીનો એક નવો જ રસ્તો ખોલી દીધો છે. બિહારના મુંગેર ગામની રહેવાસી વીણા દેવીએ વર્ષ 2013માં આ ખેતીની શરૂઆત કરી હતી. સૌ પ્રથમ તેમણે પલંગની નીચે 1 કિલો મશરૂમની ખેતી કરી હતી. ત્યારથી જ તેમની જિંદગીની નવી શરૂઆત થઈ. આ ખેતીએ તેમને માત્ર આત્મનિર્ભર નથી બનાવી પરંતુ, તેણીનો આત્મ વિશ્વાસ વધારી નવુ જીવન આપ્યુ છે. તેમણે આસપાસની મહિલાઓને પણ પ્રેરિત કરીને સીધા રોજગાર સાધવાની પ્રેરણા આપી છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!