GSTV
Home » News » Paytmના સેલમાં સસ્તામાં મળી રહ્યાં છે આ સ્માર્ટ TV

Paytmના સેલમાં સસ્તામાં મળી રહ્યાં છે આ સ્માર્ટ TV

વર્ષ 2018 પૂર્ણતાના આરે છે અને ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને લલચાવવા માટે તગડા ડિસ્કાઉન્ટ આપી રહી છે. PayTm Mallએ પણ Happy New Year Sale આયોજીત કર્યો છે. 27 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સેલ 1 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. આ સેલમાં PayTm Mall હોમ એપ્લાયન્સ, ક્લૉથ, ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ સહિત કેટલીક પ્રૉડક્ટ કેટેગરીમાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. સેલમાં સ્માર્ટ ટેલિવિઝન પર પણ ડિસ્કાન્ટ મળી રહ્યું છે. અમે તમને જણાવવા જઇ રહ્યાં છે એવા 7 ટેલિવિઝન અંગે, જેના પર 50 ટકા અને તેનાથી વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Haierના 43 ઈંચ વાળા ફૂલ HD સ્માર્ટ LED TV પર 55 ટકા ડિસ્કાઉન્ટ

Haierના આ TVની વાસ્તવિક કિંમત 70,000 રૂપિયા છે. Paytm પર 55 ટકા ડિસ્કાઉન્ટ અને 2215 રૂપિયાના એડિશનલ ડિસ્કાઉન્ટ બાદ આ ટીવી 29,433 રૂપિયામાં મળી રહ્યું છે.

Nacsonના 32 ઈંચવાળા સ્માર્ટ HD LED TV પર 50 ટકા ડિસ્કાઉન્ટ

આ ટેલિવિઝનની મૂળ કિંમત 24,990 રૂપિયા છે. PayTm Mallની Happy New Year Saleમાં 50 ટકા ડિસ્કાઉન્ટ અને 874 રૂપિયાના એડિશનલ કેશબેક બાદ આ ટીવી 11,616 રૂપિયામાં મળી રહ્યું છે.

LGના 49 ઈંચવાળા 4K સ્માર્ટ LED TV પર 51 ટકા ડિસ્કાઉન્ટ

LGના આ ટેલિવિઝનની મૂળ કિંમત 1,40,990 રૂપિયા છે. Paytm પર 51 ટકા ડિસ્કાઉન્ટ અને 4829 રૂપિયાના કેશબેક બાદ આ TV 64,161 રૂપિયામાં મળી રહ્યું છે.

પૈનાસોનિકના 49 ઈંચવાળા સ્માર્ટ LED TV પર 61 ટકા ડિસ્કાઉન્ટ

પૈનાસોનિકના આ TVની મૂળ કિંમત 1,41,900 રૂપિયા છે. PayTm પર 61 ટકા ડિસ્કાઉન્ટ અને 3902 રૂપિયાના એડિશનલ ડિસ્કાઉન્ટ બાદ આ ટીવી 51,834 રૂપિયામાં મળી રહ્યું છે.

LGના 65 ઈંચવાળા 4K સ્માર્ટ OLED TV પર 56 ટકા ડિસ્કાઉન્ટ

LGના 5,84,990 રૂપિયાની કિંમતવાળુ આ TV 56 ટકા ડિસ્કાઉન્ટ અને 17,814 રૂપિયાના એડિશનલ કેશબેક બાદ 2,36,676 રૂપિયામાં PayTm પર મળી રહ્યું છે.

પૈનાસોનિક વિયરા LED TV પર 52 ટકા ડિસ્કાઉન્ટ

આ ટેલિવિઝનની મૂળ કિંમત 3,10,900 રૂપિયા છે. પેટીએમના સેલમાં 52 ટકા ડિસ્કાઉન્ટ અને 10,493 રૂપિયાના એડિશનલ કેશબેક બાદ આ ટીવી 1,39,407 રૂપિયે મળી રહ્યું છે.

સેમસંગના 77.9 ઈંચવાળા સ્માર્ટ LED TV પર 55 ટકા ડિસ્કાઉન્ટ

સેમસંગના 77.9 ઈંચવાળા 4K સ્માર્ટ LED TVની મૂળ કિંમત 7,03,900 રૂપિયા છે. પેટીએમ મૉલના સેલમાં 55 ટકા ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાના એડિશનલ કેશબેક બાદ આ ટીવી 2,99,900 રૂપિયામાં મળી રહ્યું છે.

READ ALSO

Related posts

હાલાતનો શિકાર બન્યો કાર્તિક આર્યન, પતિ, પત્નિ ઔર વો સાથે પહેલુ પોસ્ટર થયુ રીલિઝ

Kaushik Bavishi

લો હવે તો જન્મ-મરણના દાખલામાં પણ લાંચ આપવી પડશે, મનપાના કર્મચારીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

Nilesh Jethva

પરિક્ષાઓ રદ્દ થતા વિદ્યાર્થીઓએ ફુગ્ગા, સિંગ-દાળિયા અને પાણીની બોટલો વહેંચી વિરોધ નોંધાવ્યો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!