GSTV
Home » News » વર્લ્ડ કપમાં આ વખતે વાગશે આ સાત બેટસમેનનો ડંકો, ઓસ્ટ્રેલીયા કે શ્રીલંકા કોઇ નહી બચી શકે

વર્લ્ડ કપમાં આ વખતે વાગશે આ સાત બેટસમેનનો ડંકો, ઓસ્ટ્રેલીયા કે શ્રીલંકા કોઇ નહી બચી શકે

World Cup 2019

ઇંગ્લેન્ડ ર૦ વર્ષ બાદ કિકેટ વિશ્વકપની યજમાની કરે છે. ૧રમા વિશ્વકપને લઇ દુનિયાની મોટી મોટી ટીમો વચ્ચે જોરદાર લડાઇ લડાવાની છે. અને લોકો પણ પોતાના માનીતા ખેલાડીઓના સુંદર પ્રદર્શનની આશા લગાવી છે, ત્યારે આવો જાણીએ આગામી વિશ્વકપમાં કયા કયા બેટસમેનનો દેખાવ શ્રેષ્ઠ રહેવાનો છે.

જેસન રોયઃ ઇંગ્લેન્ડના ઓપનર બેટસમેન જેસન રોય દુનિયાના કોઇ પણ બોલરના હુમલાને ધ્વંશ કરવાની તાકાત ધરાવે છે. જ્યારે રોય ક્રીઝ પર થોડી વાર ટકી ગયા બાદ ઝડપથી રન બનાવે છે, અને ત્યાર પછી તેની આ સ્પીડને કાબુમાં કરવાનું કોઇ પણ બોલર માટે મુશ્કેલ બની જાય છે.

વિરાટ કોહલીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ આ યાદીમાં સૌથી મોખરે છે. દુનિયાના મોટા મોટા બોલરો તેની સામે બોલીંગ માટે કતરાય છે. ત્યારે ગત વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન કોહલીએ રનનો વરસાદ કર્યો હતો. ત્યારે વિશ્વકપ ર૦૧૯ માં પણ તેનો આવો જ કરિશ્મા જોવા મળી શકે છે.

બાબર આઝમઃ પાકિસ્તાનના બેટસમેન બાબર આઝમ સ્કોર બોર્ડ પર રનની ગતિને ઝડપી બનાવવા માટે જાણીતા છે. ત્યારે આગામી વિશ્વકપમાં બાબર આઝમ પોતાના બેટથી બોલરોને ધોઇ નાખતા જોવા મળી શકે છે.પાકિસ્તાનની જીત માટે આ બેટસમેનની ભુમિકા મહત્વની રહેવાની છે.

કિસ ગેલઃ કેરેબીયન ટીમના ઓપનર બેટસમેન કિસ ગેલનો આ છેલ્લો વિશ્વકપ બની શકે છે, એટલે ગેલ પૂરતી તૈયારી સાથે મેદાનમાં નજર આવશે. જ્યારે ગેલ વિશ્વકપમાં સર્વાધિક વ્યકિતગત સ્કોર(ર૧પ) બનાવનારામાં બીજા નંબરે છે.

સૌમ્ય સરકારઃ બાંગ્લાદેશના તોફાની કિકેટર સૌમ્ય સરકાર પણ અત્યારે શાનદાર ફોર્મમાં દેખાય છે. જો વિશ્વકપમાં તેનું બેટ ચાલ્યું તો ચોકકસ બાંગ્લાદેશની ટીમને ઘણી આગળ લઇ જઇ શકશે.

આરોન ફિંચઃ છેલ્લા કેટલાય સમયથી ઓસ્ટ્રેલીયન ટીમની કમાન સંભાળનાર કેપ્ટન આરોન ફિંચ આ બેટસમેનોની યાદીમાં પાછળ નથી. ઇંગ્લેન્ડની જમીન ઉપર આરોન ફિંચનું બેટ આ વખતે બોલરોની બહુ પરીક્ષા લઇ નાખશે.

કિંવટન ડી કોકઃ દક્ષિણ આફીકાના વિકેટકીપર અને બેટસમેન કિંવટન ડી કોકે આઇપીએલ કેટલીય વખતે સારૂ રમીને એ સાબિત કરી દીધું છે કે તેનું બેટ વિશ્વકપમાં શાંત નહી રહે. ત્યારે ડી કોકની બેટીંગમાં એટલી તાકાત છે કે તે એકલા હાથે પોતાના વિરોધીઓને હારના રસ્તા પર ધકેલી શકે છે.

ત્યારે આ તમામ બેટસમોને ધુંઆધાર બેટીંગ કરીને પોતાની ટીમનો જુસ્સો વધારવા સક્ષમ છે. ત્યારે વિશ્વકપ 2019ની તમામ ક્રિક્રેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

Related posts

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur

મધ્ય પ્રદેશમાં સિન્થેટિક દૂધ બનાવતા ત્રણ પ્લાન્ટ પર ટાસ્ક ફોર્સ ત્રાટક્યું, 57ની અટકાયત

Mayur

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!