GSTV
Finance Trending

પોસ્ટ ઓફિસની આ સ્કીમ્સમાં પૈસા થઈ જાય છે ડબલ,વાંચો કેવી રીતે થઈ શકે છે ફાયદો

કોરોના વાયરસના આ યુગમાં, આખા વિશ્વમાં આર્થિક તબાહી થઈ રહી છે. આવી સ્થિતિમાં રોકાણકારો વધુ સારા રોકાણ લક્ષ્યાંકની શોધમાં છે. જો તમે પણ સારી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ યોજનાઓ તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસમાં સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવું સલામત માનવામાં આવે છે. અહીં વળતર સારું છે, સાથે સાથે કેટલીક યોજનાઓ છે જેમાં તમને રોકાણની રકમની બમણી રકમ પાછી મળે છે.

કિસાન વિકાસ પત્ર:

પોસ્ટ ઓફિસની નાની બચત યોજના કિસાન વિકાસ પત્ર (KVP)એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવતી વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ યોજના છે. આમાં, તમારા પૈસા એક નિશ્ચિત સમય પછી બમણા થાય છે. તેની મેચ્યોરિટી અવધિ હજી 124 મહિના છે. આ યોજનામાં કોઈ પણ રોકાણ કરી શકે છે. હાલમાં, 6.9 ટકા વ્યાજ ઉપલબ્ધ છે. તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ કોઈ પણ લિમીટ વગર રોકાણ કરી શકો છો. એટલે કે, તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે આ પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ખાતું ખોલી શકો છો.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ:

પોસ્ટ ઓફિસની વધુ એક યોજના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (National Saving Certificate) છે. તે બિલકુલ ફિક્સ્ડ ડિપોઝીટ જેવું છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)ની જેમ, આ યોજના પરના વ્યાજ પર કોઈ ટેક્સ લાગતો નથી. આ યોજના પર તમને 6.8% વ્યાજ મળે છે, જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. જો કે, તેના પરની વ્યાજની રકમ યોજનાની મેચ્યોરિટી પર મળે છે. જો તમે તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 126 મહિના પછી તમારા પૈસા 2 લાખ થઈ જશે. આ યોજનામાં પણ જમા કરાયેલ રકમ ઈનકમ ટેક્સ એક્ટ 80 સી હેઠળ કર મુક્તિ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF):

તમે એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં એક વર્ષમાં 12 હપ્તાથી પૈસા જમા કરી શકો છો. તેમાં રોકાણ કરેલી રકમ, વ્યાજ અને પાકતી રકમ ત્રણેયમાં ઈનકમ ટેક્સમાં છૂટ મળે છે. આ યોજનાનો લોક-ઇન પિરીયડ 15 વર્ષનો હોય છે. પરંતુ સાત વર્ષ પછી, તમે થોડા પૈસા ઉપાડી શકો છો. આ યોજનામાં હાલમાં 7.1 ટકાનું વ્યાજ આપવામાં આવે છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 અને મહત્તમ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો તમે 1.5 લાખ રૂપિયા રોકાણ કરો છો, તો 3 લાખ રૂપિયા થવા માટે 120 મહિનાનો સમય લાગશે.

પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ:

પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ નામની પણ એક યોજના છે. તેની મેચ્યોરિટી 5 વર્ષ છે. આમાં તમે ઓછમાં ઓછા 200 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ યોજનાને પ્રથમ 3 વર્ષ માટે 5.5% વ્યાજ મળે છે. ત્યારબાદ પાંચમા વર્ષે તેમાં 6.7 ટકા વ્યાજ મળે છે. આ કિસ્સામાં, જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, તો 2 લાખ રૂપિયા મેળવવા માટે 128 મહિનાનો સમય લાગશે.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV