GSTV
Health & Fitness Life Trending

ડાયાબિટીસમાં સુગર લેવલ કંટ્રોલ કરવા માટે આ 3 દાળ બનશે ફાયદાકારક, ડાયાબિટીસનું લેવલ રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસની સારવારમાં દવાઓની જેમ આહારનું પણ મહત્ત્વ છે. આપણે જે ખાઈએ છીએ અને પીએ છીએ તેની ડાયાબિટીસ પર ઘણી અસર થાય છે. ડૉક્ટરો ડાયાબિટીસના દર્દીઓને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર વસ્તુઓ ખાવાની સલાહ આપે છે. દર્દીનો ડાયટ પ્લાન બહુ બધી ચીજવસ્તુઓ ઉપર નિર્ભર કરે છે, દર્દીની ઉંમર, ડાયાબિટીસની સ્થિતી, વજન સાથે ઘણી વસ્તુઓ ડાયટ પ્લાનને પ્રભાવિત કરે છે. ડાયાબિટીસના દર્દીને દાળ પુષ્કળ પ્રમાણમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ દાળને લઈને પણ અમુક નિયમ છે. કઈ દાળ કેટલી માત્રામાં ખાવી જોઈએ તેને નિર્ધારિત કરવામાં આવે છે. જેમકે, ડાયાબિટીસના દર્દીને કહેવામાં આવે છે કે, બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે દાળનું સેવન કરો. આ સિવાય દાળના ઉપયોગની વાત પણ જણાવવામાં આવે છે.

ડાયાબિટીસ

આ કારણથી દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે

દ્રાવ્ય અને અદ્રાવ્ય આહાર ફાઇબર, જટિલ કાર્બોહાઇડ્રેટ્સ કઠોળમાં જોવા મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે કઠોળ જરૂરી છે. હવે દાળ એક પ્રકારની તો હોતી નથી, અનેક પ્રકારની દાળ છે અને તેના અલગ-અલગ ફાયદા પણ છે.

સૌપ્રથમ આપણે મગની દાળની વાત કરીશું, મગની દાળ રાંધીને ખાય શકાય છે. આ સિવાય ડૉક્ટરો અન્ય સ્વરૂપે મગ ખાવાની સલાહ આપે છે. તે છે સ્પ્રાઉટ્સ સાથે. અહીં તમારે પહેલા મગની દાળ પલાળી રાખવાની છે, તેને આખી રાત પાણીમાં રહેવા દો અને સવારે નાસ્તામાં તે મગની દાળ ખાઓ. ડૉક્ટરના મતે, તે ખૂબ જ ફાયદાકારક છે અને સવારે ખાવું તેનાથી પણ વધુ ફાયદાકારક છે. આ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશરમાં ઘણી રાહત મળે છે.

આ સિવાય ચણાની દાળ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 8 કરતા ઓછો છે. ફોલિક એસિડની સાથે તેમાં પ્રોટીન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. અને તેના કારણે નવા લાલ રક્તકણો પણ બને છે, જેના કારણે આપણું શરીર સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસ

અડદની દાળને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે, તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 43 છે, તે પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં અડદની દાળનો સમાવેશ કરવો જોઈએ.

આ તે કઠોળના નામ હતા જે ડાયાબિટીસના દર્દીઓ માટે અને ખાસ કરીને સુગરની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કોઈપણ રોગની સારવારમાં ખાણી-પીણીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને જ્યારે ડાયાબિટીસ જેવો રોગ હોય જેની અસર ખાણી-પીણીથી થતી હોય તો તે વધુ જરૂરી બની જાય છે.

READ ALSO:

Related posts

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed
GSTV