આ સરકારી કંપનીઓએ કમાવ્યો સૌથી વધારે નફો, જાણો ટોપ પર રહીં કઈ કંપની

સર્વે મુજબ, 2017-18માં જાહેર ક્ષેત્રની 184 કંપનીઓ નફામાં રહીં છે. જેમાંથી સર્વોચ્ચ-10 કંપનીઓમાં નફો 61.83 ટકા રહ્યો. આ દરમ્યાન ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશનનો 13.37 ટકા, ઓએનજીસીનો 12.49 ટકા અને એનટીપીસીને 6.48 ટકાનો નફો થયો.

આ મામલામાં કોલ ઈન્ડિયા ચોથા અને પાવર ગ્રિડ કોર્પોરેશન પાંચમા સ્થાને છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન પણ આ યાદીમાં જગ્યા બનાવવામાં સફળ રહીં. જોકે, મંગલૂરૂ રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડને તેમાં સ્થાન મળ્યું નહીં.

તો આ દરમ્યાન ખોટમાં રહેલી 71 કંપનીઓમાં સર્વોચ્ચ-10 કંપનીઓને 84.71 ટકાનુ નુકસાન થયુ છે. બીએસએનએલ, એર ઈન્ડિયા અને એમટીએનએલને 52.15 ટકાનું નુકસાન વેઠવુ પડ્યું. આ યાદીમાં ભારત કુકિંગ કોલ લિમિટેડ, ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની અને કોલફીલ્ડ્સ પણ સામેલ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter