GSTV
Home » News » આજથી સસ્તી થઇ ગઇ આ પ્રોડક્ટ્સ : ખરીદતાં પહેલાં જોઇ લો આખી લિસ્ટ, ફાયદામાં રહેશો

આજથી સસ્તી થઇ ગઇ આ પ્રોડક્ટ્સ : ખરીદતાં પહેલાં જોઇ લો આખી લિસ્ટ, ફાયદામાં રહેશો

જીએસટી કાઉન્સીલની 31મી બેઠકમાં 33 સામાન પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા છે. 28 ટકાના સ્લેબમાંથી 6 પ્રોડક્ટ્સ ઘટાડવામાં આવી છે. 28 ટકાના સ્લેબમાં હવે 28 પ્રોડક્ટ્સ છે. એક જાન્યુઆરીથી નવી કિંમતો લાગુ થશે. નવા વર્ષમાં શોપિંગ કરતાં પહેલાં જાણી લો કે કઇ વસ્તુના ભાવ ઘટ્યા છે.

28 ટકા માંથી 18 ટકાના સ્બેલમાં લવાઇ આ પ્રોડક્ટ્સ

ટ્રાન્સમિશન સોફ્ટ અને ક્રેંક, ગિયર બૉક્સ વગેરે, 32 ઇંચ સુધીના મોનિટર અને ટીવી, જૂના અથવા રિટ્રીટેડ ન્યૂમેટિક રબરના ટાયર, લિથિયમ આયન બેટરી વાળા પાવર બેન્ક, ડીજીટલ કેમેરા અને વીડિયો કેમેરા રેકોર્ડર, વીડિયો ગેમ સાથએ સંબંધિત ઉપકરણો તથા રમતમાં ઉપયોગમાં લેવાતા અન્ય સામાન છે જે હવે 18 ટકાના સ્લેબમાં આવી ગયા છે.

18 ટકામાંથી 12 ટકાના સ્લેબમાં લવાઇ આ પ્રોડક્ટ્સ

100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ અને થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ 18માંથી 12 ટકાના જીએસટી સ્લેબમાં આવશે.

5 ટકામાંથી 0 ટકાના સ્લેબમાં આવી આ પ્રોડક્ટ્સ

તેવામાં શાકભાજી પર કોઇ જીએસટી નહી લાગે.

12 ટકામાંથી 5 ટકાના સ્લેબમાં આવી આ પ્રોડક્ટ્સ

તેવામાં પ્રાકૃતિક કૉક, હાથની છડીને 12 ટકાથી 5 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે.

12 ટકામાંથી 0 ટકાના સ્લેબમાં આવી આ પ્રોડક્ટ્સ

સંગીત સાથે સંબંધિત પુસ્તકો ઝીરો ટકાના જીએસટી સ્લેબમાં આવી ગઇ છે.

28 ટકામાંથી 5 ટકાના સ્લેબમાં લવાઇ આ પ્રોડક્ટસ

28 ટકામાંથી 5 ટકાના સ્લેબમાં લવાઇ પ્રોડક્ટ્સમાં દિવ્યાંગો માટે બનાવવામાં આવેલા વાહનોના પાર્ટ્સનો સમાવેશ થાય છે.

18 ટકામાંથી 5 ટકાના સ્લેબમાં આવી આ વસ્તુઓ

માર્બલ્સના દાણાને 18 ટકાથી 5 ટકાના સ્લેબમાં લવાયા છે.

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar