GSTV

CORONA AFTER EFEECT / કોરોનાકાળમાં આવી એક નવી મુશ્કેલી, આ લોકોને નહિ મળે તત્કાલ વીમા પોલિસી

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

કોવિડ-19 ના પીડિતો આ રોગમાંથી બહાર આવ્યા હશે પરંતુ, મુશ્કેલીઓએ હજી સુધી પુરી થઇ નથી. હવે કોરોનાથી સંક્રમિત લોકોને વીમા પોલિસી ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે. વીમા કંપનીઓ હવે કોરોનાથી અસરગ્રસ્ત લોકોનો વીમો લેવામાં અચકાય છે. જીવન વીમા કંપનીઓ એવા લોકોને એકથી ત્રણ મહિનાનો વેઇટિંગ પિરિયડ આપી રહી છે જે હાલ થોડા સમય પહેલા જ કોવિડમાંથી સાજા થયા છે.

સંક્રમણની ગંભીરતા અને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાતના આધારે વીમા કંપનીઓ કોવિડમાંથી સાજા થયેલા લોકોને વીમા પોલિસી આપવાનું ટાળી રહી છે. અમુક કિસ્સાઓમાં છ મહિના સુધીનો વેઇટિંગ પિરિયડ આપવામાં આવી રહ્યો છે. ટર્મ ઇન્શ્યોરન્સ પર વેઇટિંગ પિરિયડ વધારે છે. કંપનીઓ આ લોકો પાસેથી તબીબી પરીક્ષણોની પણ માંગ કરી રહી છે, જેમને પહેલેથી જ કેટલાક રોગો હતા અને જે કોરોનાથી પ્રભાવિત થયા છે.

કોરોનાની આફ્ટર ઇફેક્ટનો ડર :

મળતી માહિતી મુજબ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ હેડ સજ્જા પરવીન કહે છે કે, ભારત હજી પણ કોવિડ-19ની ત્રીજી લહેરની વચ્ચગાળાના સમયમાં છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં બેફામ વધારો થયો છે. કોરોના ઓમીક્રોનના નવા વેરિએન્ટ ક્રમ પ્રમાણે આફ્ટર ઇફેક્ટ્સ શું હશે તે કોઈ જાણતું નથી.

તેથી, જે વ્યક્તિ હમણાં જ કોરોના ચેપમાંથી બહાર આવી છે તેણે જીવન વીમા પોલિસી મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડે છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં, વ્યક્તિ માટે ખૂબ જ નાનું પ્રીમિયમ (વીમા પ્રીમિયમ) વીમો લેવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે, વેઇટિંગ પિરિયડ કોવિડ-19ની આફ્ટર ઇફેક્ટ્સ જાણવામાં મદદ કરે છે જે પછીથી પોલિસી ખરીદતી વખતે ડિસ્કલોઝ ફોર્મમાં ડિસ્કલોઝ કરી શકાય છે.

પોલીસી

કોવિડ વિશે ફોર્મ ભરવા આવશ્યક છે :

ટર્મ પ્લાન ખરીદવા માંગતા લોકોએ કોવિડ ડીક્લેરેશન ફોર્મ ભરવું આવશ્યક છે. તે અન્ય બાબતો ઉપરાંત, છેલ્લા 90 દિવસમાં વાયરસથી પ્રભાવિત થયા છે કે કેમ તે પણ પૂછે છે. આ ઉપરાંત ચેપની ગંભીરતાના આધારે પરીક્ષણના રિપોર્ટ પણ માંગવામાં આવે છે.

એક થી છ મહિનાનો રાહ જોવાનો સમયગાળો:

ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સમાં કોવિડથી અસરગ્રસ્ત લોકો માટે ૩૦ દિવસથી ૬ મહિનાનો વેઇટિંગ પિરિયડ છે. મળતી માહિતી મુજબ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ડેપ્યુટી સીઈઓ રિષભ ગાંધીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ હોમ ક્વોરેન્ટાઇન નથી તો અમારી પાસે 30 દિવસનો સમય છે પરંતુ, જો તેને ઘર ક્વોરેન્ટાઇન હોય અને તેને કેટલાક અગાઉથી અસ્તિત્વ ધરાવતા રોગો હોય તો રાહ જોવાનો સમયગાળો 60 દિવસનો હોઈ શકે છે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા વધુ ગંભીર અસરગ્રસ્તલોકો માટે, આ રાહ જોવાનો સમયગાળો છ મહિના સુધીનો હોઈ શકે છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!