GSTV
Corona Virus Health & Fitness Life Trending

કોરોના વાયરસ/આ લોકોને છે કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો, જોઈલો આ લિસ્ટમાં કદાચ તમારું નામ ન હોય

કોરોના

મહામારી પુરા ભારતમાં ઝડપથી વધી રહી છે, કેન્દ્ર સરકારે આજે કોરોના સંક્રમણ વધવાના કારણે એક સૂચિ જારી કરી છે. સરકારે ટ્વીટ કરી એક સૂચિ જારી કરી છે, જેનો ઉદ્દેશ લોકોમાં કોરોના મહામારીને લઇ જાગૃત કરવાનો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે, ધુમ્રપાન, હ્ર્દય અને શ્વાસ લેવા સંબંધિત બીમારી કોરોના વાયરસના ખતરાને વધારે છે. સરકારે ટ્વીટર એકાઉન્ટ દ્વારા વાયરસ વધારવા વાળા ખતરાને લઇ ગાઇડલાઇન જારી કરી છે.

જેની ઉંમર 60 વર્ષથી વધુ છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કોવિડ-19 પર પોતાના અધિકારીક દિશાનિર્દેશમાં કહ્યું છે કે વૃદ્ધ લોકો, ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોરોના સંક્રમણની સંભાવના વધુ છે. એવામાં લોકોમાં કોરોના વાયરસ એક ગંભીર બીમારી વિક્સિત કરે છે.

શું કહે છે WHO ?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, તમાકુનું સેવન કરવાથી કોરોનાનો ખતરો વધી જાય છે. વર્તમાનમાં SARS-CoV-2 સંક્રમણ અને ધુમ્રપાન વચ્ચે લિંકને સારી રીતે પરિભાષિત કરવા માટે પર્યાપ્ત રૂપથી ડિઝાઇન કરવામાં આવેલા સહકર્મીની સમીક્ષા કરવામાં આવી. જાન્યુઆરીમાં કિંગ્સ કોલેજ લંડનની રિસર્ચ હેઠળ કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ધુમ્રપાન કરવા વાળાની સંખ્યા ધુમ્રપાન ન કરવા વાળા કરતા વધુ છે.

ડાયાબેટિકના દર્દીઓમાં કોરોનાના ગંભીર લક્ષણ અને મૃત્યુ થવાની સંભાવના ત્રણ ગણી વધુ છે.

કોરોના

નોન કમ્યુનિકેબલ ડિસીઝ

નોન કમ્યુનિકેબલ ડિસીઝ(NCDs) પણ વ્યક્તિમાં કોરોના સંક્રમણના ખતરાને વધારે છે અને એમને કોરોના સામે લડવા માટે અતિ સંવેદનશીલ પણ બનાવે છે જેમ કે કાર્ડીયોવસ્કુલર બીમારી આમા હ્ર્દયથી સંબંધિત સમસ્યા જે હાર્ટ ફેલિયર જેવી બીમારી સામેલ છે. WHO અનુસાર, આ બીમારીના કારણે કોવિડ-19ના ખતરાને લોકોમાં 2.3, 2.9 અને 3.9 ગણુ વધારવામાં આવ્યું છે.

Read Also

Related posts

દિલ્હીની AIIMS પર સાઈબર એટેકનો મામલો: હેકર્સનું પગેરું શોધવા મથામણ, NIAની ટીમ પણ તપાસમાં જોડાઈ

Kaushal Pancholi

અગ્નિવીર માટે ખાનગી નોકરીઓ માટે કોર્પોરેટ ભરતી યોજના, અદાણી-ટાટા જેવી કંપનીઓમાં તક

Kaushal Pancholi

મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહીઃ બરતરફ IAS પૂજા સિંઘલની 82.77 કરોડની સંપત્તિ ટાંચમાં, જૂનમાં થઈ હતી ધરપકડ

Kaushal Pancholi
GSTV