આ નરાધમોએ હદ કરી નાખી: ગર્ભવતી ગાય પર બળાત્કાર કર્યો, હવે કોને દોષ આપશો?

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં એક ખૂબ જ શરમજનક કેસ સામે આવ્યો છે. પિઠાપુરમ મંડળના ગોકીવાડા ગામમાં એક અજાણ્યા માણસ પરગાયનો બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. રવિવારે સવારે સ્થાનિક ખેડૂત રાજુની ગાય ગુમ હતી ત્યારે આ કેસ સામે આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે ગાય ત્રણ મહિનાથી ગર્ભવતી પણ હતી.

રાજુ ગોકીવાડા અને બી કોથુરુ એક ગોશાળા ચલાવે છે. ગોશાળામાં ત્રણ ગાય, બે બળદો અને એક વાછરડું છે. એક ગાય ગુમ હતી એટલે રાજુએ ગાયની શોધ કરવાનું શરૂ કર્યું કારણ કે તે 3 મહિનાની ગર્ભવતી હતી. ત્યારે અચાનક એક ખેતરમાં રાજુએ તેની ગાય જોઈ. ગાયને એક વૃક્ષ સાથે બાંધેલી હતી અને તેના અંગત ભાગોમાંથી રક્તસ્રાવ વહી રહ્યો હતો.

ખેડૂત તેની ગાયને એક સ્થાનિક પશુચિકિત્સક પાસે લઇ ગયો. અને ત્યાંનાં પશુ ડોક્ટરોએ ગાય સાથે જાતીય સતામણીની પુષ્ટિ પણ સાબિત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે ગાયનાં શરીરમાં કેટલાક ઇન્જેક્શન પણ આપવામાં આવ્યાં છે. આ પછી ખેડૂતે પિઠાપુરમ ગ્રામીણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સમાચાર ફેલાયા પછી, સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી. પીઠાપુરમ ગ્રામીણ એસઆઈ પીવીઆર મૂર્તિ આ કેસની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે આવી ઘટનાઓ અહીં પહેલા પણ થઈ ચૂકી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter