GSTV
ANDAR NI VAT Trending

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

કોંગ્રેસ અધ્યક્ષપદ માટે પ્રબળ દાવેદાર મનાતા અશોક ગેહલોતે જાતે જ પોતાની વિકેટ લઈ લીધી છે. તેમની હિટવિકેટ બાદ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણીમાં નવા નામની ચર્ચા શરૂ થઈ છે. જે આ પ્રમાણે છેઃ કમલનાથ, દિગ્વિજયસિંહ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી શૈલજા ઈત્યાદિ. શશિ થરૂર ઓલરેડી પોતાની ઉમેદવારી જાહેર કરી ચૂક્યા છે. એ પણ નક્કી છે કે જે નેતા ગાંધી પરિવારની નજીક હશે તે જ કોંગ્રેસ અધ્યક્ષ બનશે. આથી રાતોરાત સોનિયા ગાંધીની ગુડબુકમાં પોતાનું નામ નોંધાવવા માટે દોડાદોડી શરૂ થઈ ચૂકી છે.

ગેહલોત

સોનિયા ગાંધી કોઈ એવા ચહેરાની શોધ કરી રહ્યા છે જે સર્વસ્વીકૃત હોય. કોંગ્રેસ અધ્યક્ષપદ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. ત્યાં સુધીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં ઊતરે છે તે જોવાનું રહે છે. અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષ બનતા પહેલા જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો તે બદલ સોનિયા ગાંધી રાજી છે અને મનોમન તેમનો આભાર માની રહ્યા છે.

READ ALSO:

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV