GSTV

Vastu Tips/ શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે કરો આ ઉપાય, દૂર થશે બધા કષ્ટ અને ધનની થશે વર્ષા

Last Updated on February 6, 2021 by Ankita Trada

શનિવારનો દિવસ 9 ગ્રહોના પરિવારમાં ન્યાયના દેવતા માનનાર શનિદેવને સમર્પિત હોય છે. પીપળાના ઝાડમાં શનિદેવનો વાસ માનવામાં આવે છે. આ સંબંધમાં બ્રહ્મ પુરાણમાં એક પ્રસંગ વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેના 118માં અધ્યાય પ્રમાણે શનિદેવ કહે છે, મારા દિવસ અર્થાત શનિવારે જે મનુષ્ય નિયમિત રૂપથી પીપળાના વૃક્ષનો સ્પર્શ કરશે, તેમના બધા કાર્ય સિદ્ધ થશે તથા મારાથી તેમને કોઈ પીડા થશે નહી. જે શનિવારને પ્રાતઃકાલ ઉઠીને પીપળાના વૃક્ષને સ્પર્શ કરશે, તેમને ગ્રહોના કારણે ઉત્પન્ન પીડા થશે નહી. શનિવારના દિવસે પીપળાના ઝાડથી જોડાયેલ ઉપાય કરવાથી આપણા બધા દુઃખ તકલીફો દૂર થઈ જાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે.

ઓમ નમ: શિવાય જાપ કરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષને બંને હાથથી સ્પર્શ કરતા ‘ઓમ નમ: શિવાય’ નો 108 વખત જપ કરવાથી દુઃખ, કઠણાઈ અને ગ્રહદોષનો પ્રભાવ શાંત થઈ જાય છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને શનિદેવ શિવજીને પોતાના ગુરુ માને છે. શિવજીને પ્રસન્ન કરવા પર શનિદેવ પણ તમને કષ્ટ પહોંચાડતા નથી.

પીપળાના ઝાડનો ઉપાય

દર શનિવારે સાંજના સમયે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ફરી દિવસ આથમ્યા બાદ પીપળાના ઝાડની પાસે જળ અર્પણ કરો અને સરસોનાં તેલનો દીવો પ્રગટાવો. આવુ કરવાથી તમારી ઉપર શનિની દશાનો પ્રભાવ ઓછો થાય છે અને અનેક પ્રકારના કષ્ટોનું નિવારણ થાય છે. તમારે પીપળાના ઝાડની પૂજાની સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પીપળાના વૃક્ષની 5 વખત પરિક્રમા કરવી જોઈએ.

વ્યવસાયમાં સફળતા અને આર્થિક સમૃદ્ધિનો ઉપાય

શનિવારના દિવસે પીપળામાં દૂધ, ગોળ, પાણી મિક્સ કરી ચઢાવો અને પ્રાર્થના કરો- હે પ્રભુ! તમે ગીતામાં કહ્યું છે કે, વૃક્ષમાં પીપળામાં હું છું. હે ભગવાન! મારા જીવનમાં આ પરેશાની છે. તમે કૃપા કરી મારી આ પરેશાની (મનમાં જે પણ પરેશાની હોય તેનું નામ લો) દૂર કરવાની કૃપા કરોં. પીપળાનો સ્પર્શ કરો અને ચારેતરફ પરિક્રમા કરો.

સૂર્યાસ્ત બાદ કરો આ ઉપાય

શનિવારના દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ કોઈ જૂના પીપળાના ઝાડની પાસે જાઓ. પોતાની સાથે થોડી લાલ શાહી અથવા લાલ પેન, થોડું લાલ કાપડ અને કલાવા લઈને જાવ. તે સિવાય ગાયના ઘીથી બનેલા લોટનો દીવો લઈને જાવ. સૌ પ્રથમ પીપળાના ઝાડ પર લોટનો દીવો પ્રગટાવો. દીપકની સામે ઊભા રહીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે તે પીપળાના ઝાડના એક મોટા પાન પર લાલ શાહીથી તમારી ઇચ્છાઓ લખો અને તેની ડાળી પર 7 વખત લાલ કલાવા લપેટી દો. હવે તે કલાવાને 7 વખત ગોળ ફરી પોતાના હાથમાં બાંધી લો. બાદમાં આ પીપળાના ઝાડના મૂળ પાસે થોડી માટી લઈ તેને લાલ કપડામાં બાંધી ઘરમાં પોતાની સંપત્તિની જગ્યાએ રાખો. તમારી બધી ઇચ્છાઓ જલ્દી પૂર્ણ થશે.

READ ALSO

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!