સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મંચ પર કયા મહાનુભાવ બિરાજશે એઅંગે વડાપ્રધાન કાર્યાલય સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં એસપીજીની ભૂમિકા પણ મહત્વની હોય છે મોટેભાગે મંચ પર ત્રણ. પાંચ, કે સાત.. એકી સંખ્યા હોય, એ મતલબની બેઠક વ્યવસ્થા ગોઠવવાની હોય છે.

માત્ર સ્થાનિક સંસદસભ્યોને અને જે તે વિભાગના મંત્રીઓને જ ઉપસ્થિત રહેવાની મંજૂરી મળી
સૂત્રો કહે છે તેમ ગાંધીનગરથી પ્રોટોકોલ અનુસાર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિતના નામ સૂચવવામાં આવ્યા હતા પરંતુ માત્ર સ્થાનિક સંસદસભ્યોને અનેજે તે વિભાગના મંત્રીઓને જ ઉપસ્થિત રહેવાની મંજૂરી મળી હતી.

રૃપાણી અને નિતિનભાઈ પટેલને પહેલી હરોળમાં બેસવાનો વારો આવ્યો
જેને પગલે રૃપાણી અને નિતિનભાઈ પટેલને પહેલી હરોળમાં બેસવાનો વારો આવ્યો હતો. સંસદસભ્યોમાં કિરીટભાઈ સોલંકી ના ધર્મ પત્નીનું અવસાન થયું હોવાથી ગેરહાજર હતા જ્યારે પૂર્વ અમદાવાદ સાંસદ હસમુખભાઈ પટેલ ઉપરાંત રાજ્યસભાના સભ્ય નરહરિ અમીનને મંચ પર બેસવાની તક મળી હતી. આ સમગ્ર ઘટનાક્રમ ઉપરાંત એવી ચર્ચા ચાલે છે કે એક કદાવર નેતા ગાંધીનગર અને અમદાવાદ માં ઉપસ્થિત હતા છતાં વડાપ્રધાન મોદીના કેટલાક કાર્યક્રમમાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.
Read Also
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ