GSTV
Home » News » GST કાઉન્સિલના 18 ટકા ટૅક્સના નવા નિર્ણય બાદ આ વસ્તુઓ થશે સસ્તી

GST કાઉન્સિલના 18 ટકા ટૅક્સના નવા નિર્ણય બાદ આ વસ્તુઓ થશે સસ્તી

આખરે પ્રજા અને વિરોધ પક્ષના દબાણવશ જીએસટી કાઉન્સિલે મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે. જીએસટીમાં 28 ટકા ટેક્સ સ્લેબમાં આવનારી 178 ચીજવસ્તુઓ પર ટેક્સ ઓછો કરીને તેને 18 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવામાં આવી છે. શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠક નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ અંગે જાણકારી આપી. જીએસટી પરિષદે 28 ટકા ટેક્સ સ્લેબમાં મોટાભાગની લકઝુરિયસ, બિનજરૂરી અને અહિતકર ચીજવસ્તુઓ સહિત માત્ર 49 વસ્તુઓ જ રાખવાનો નિર્ણય કર્યો.

નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું કે, 178 ચીજવસ્તુઓ પર હવે 28 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે. 13 ચીજવસ્તુઓ પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. 6 ચીજવસ્તુઓ પર હવે 18 ટકાના બદલે 5 ટકા ટેક્સ લાગશે. 8 ચીજવસ્તુઓ પર 12 ટકાના બાદલે 5 ટકા જીએસટી લાગશે. જ્યારે કે 6 ચીજવસ્તુઓ પરથી પાંચ ટકા જીએસટી હતો તે પણ સમાપ્ત કરી દેવાયો છે. આ નિર્ણય બાદ હવે માત્ર 49 વસ્તુઓ જ 28 ટકા ટેક્સ સ્લેબમાં બચી છે. આમ જીએસટી કાઉન્સિલે કુલ 211 ચીજવસ્તુઓમાં ટેક્સ ઘટાડીને લોકોને રાહત આપી છે. નવા દરો 15 નવેમ્બરથી અમલમાં આવશે. લોકોને મોટી રાહત આપતા જીએસટી કાઉન્સિલે તમામ પ્રકારના રેસ્ટોરન્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધો છે.

વિરોધી પક્ષોવાળા શાસિત રાજ્યો લોકો દ્વારા વધુ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓને 28 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાણાંપ્રધાન જેટલીએ પણ સ્વિકાર કર્યો હતો કે, 28 ટકાના ટેક્સ સ્લેબમાંથી ઘણી એવી વસ્તુઓ છે કે જેને બાકાત કરવી જોઇએ.

જીએસટી કાઉન્સિલની 23મી બેઠકમાં 28 ટકાના ટેક્સ સ્લેબમાંથી ઘણી ચીજવસ્તુઓને બાકાત કરવામાં આવી છે. જેમાંથી કેટલીક વસ્તુઓને 28 ટકામાંથી 18 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. તો કેટલીક વસ્તુઓને 18 ટકાના ટેક્સ સ્લેબમાંથી ઘટાડીને 12 ટકાના ટેક્સ સ્લેબમાં રાખવામાં આવી છે. તો સુધારાયેલા ટેક્સ સ્લેબથી ઘણી ચીજવસ્તુઓ સસ્તી થવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ સંબંધિત ચીજવસ્તુઓને પણ ફાયદો મળશે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય થયો છે. ચ્યુઇંગમ ચોકલેટ, ફેશિયલ મેકઅપનો સામાન, સેનેટરી, સૂટકેસ, વોલપેપર્સ, પ્લાયવૂડ,  સ્ટેશનરી આર્ટિકલ, ઘડીયાળ, પ્લેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, શેમ્પુ, ડિટરજન્ટ પાવડર, આફટર શેવ, ડિઓડેન્ટ્ર, વોશિંગ પાઉડર, ગ્રેનાઇટ, માર્બલ,  ઇલેક્ટ્રીકલ ફિટિંગ્સ, સ્વિચ સહિત અનેક ચીજવસ્તુઓ પર હવે 28 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે. આ ઉપરાંત તમામ પ્રકારના રેસ્ટોરેન્ટમાં ભોજન પર હવે 18 ટકાના બદલે પાંચ ટકા જીએસટી વસુલાશે. રેસ્ટોરેન્ટને હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. ઉપરાંત 7500 રૂપિયાથી વધુ ભાડાવાળી હોટલમાં આઇટીસી સહિત 18 ટકા જીએસટી લાગશે.

શું થશે સસ્તુ?

જણાવવામાં આવી રહ્યું છે કે મીટિંગમાં થયેલા નિર્ણય મુજબ સેનેટરી, સૂટકેસ, વૉલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી આર્ટિકલ, ઘડીયળા, પ્લેયિંગ ઇન્ટ્રુમેન્ટ્સ, આફ્ટર શૅવ, ડિઓડ્રન્ટ, વૉશિંગ પાવડર, ગ્રેનાઈટ અને માર્બલ જેવાં કટેલાંય ઉત્પાદનો 18 ટકાના દાયરામાં આવશે.

શું સસ્તું નહીં થાય?

જ્યારે બીજી બાજુ કહેવાય છે કે પૅઇન્ટ, સિમેન્ટ, વૉશિંગ મશીન, ફ્રીજ અને તમાકુ જેવા સામાનો પર કોઈ રાહત આપવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે GST લાગુ થયા બાદ જરૂરી ઉપયોગી વસ્તુઓ પર વધુ ટૅક્સ લેવા પર સરકારની ટીક થઈ રહી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા એ વસ્તુઓ પર ટૅક્સ ઓછો કરવાની આશા જતાવવામાં આવી રહી હતી.

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!