GSTV

149 KM/h ની ઝડપે બોલિંગ કરી ચુક્યા છે ટીમ ઇન્ડિયાના 6 બોલર

Last Updated on January 16, 2018 by

ભારતીય ક્રિકેટ ટીમ જેને એક સમયે ઝડપી બોલર માટે જાણીતી નહોતી. ટીમ ઇન્ડિયામાં ઝડપી બોલરની અછત વર્તાઇ રહી હતી. જોકે હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. કેટલાક યુવા બોલરતો 19 વર્ષની ઉંમર પહેલા જ 149ની ઝડપે બોલ ફેંકે છે. અંડર-19 વર્લ્ડકપ પહેલા જ મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા ઝડપી બોલરોએ પોતાની સ્પીડથી સૌ કોઇને ચોંકાવી દીધા છે.

કમલેશ નાગરકોટી: તેમાંથી એક છે કમલેશ નાગરકોટી. તેમણે મેચમાં 149 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલ ફેંકી. પરંતુ ટીમ ઇન્ડિયામાં પણ એવા બદલાવ આવ્યા છે. જેમાં તેનાથી પણ વધારે ઝડપી બોલિંગ કરી છે.

રાજસ્થાનના બાડમેરના ઝડપી બોલર કમલેશ નાગરકોટીએ અંડર-19 વિશ્વકપની પહેલી મેચમાં જ 149-150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા હતા. કમલેશે કેટલીય બોલ 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકી હતી. મેચમાં નાગરકોટીની સૌથી ઝડપી બોલ 149 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તેણે 3 વિકેટ લીધી હતી.

આરપી સિંહ : તેણે 149ની ઝડપે બોલ તો ન ફેંકી પરંતુ ભારતના સૌથી ઝડપી બોલરમાંથી એક માનવામાં આવે છે. તેમણે પોતાની સૌથી ઝડપી બોલ 147 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકી હતી. આ બોલ તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં ફેંકી. આરપી સિંહે 14 ટેસ્ટ અને 58 વનડે મેચ રમી. તેમાંથી તેણે 124 વિકેટ લીધી.

એસ શ્રીસંત : ટીમ ઇન્ડિયાના આ ઝડપી બોલર પર પ્રતિબંધ લાગેલો છે. આઇપીએલમાં ફિક્સિંગના આરોપમાં તે પ્રતિબંધનો સામનો કરી રહ્યા છે. પરંતુ બોલની ઝડપની વાત કરીએ તો શ્રીસંતે એકવાર 149 કિલોમીટરની ઝડપે ફેંકી હતી. 27 ટેસ્ટ મેચોમાં તેણે 87 વિકેટ હાંસલ કર્યા.

આશીષ નહેરા : ગત વર્ષે એટલે કે 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સન્યાસ લેનાર આશીષ નહેરાએ ડરબનમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં 149.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. 2003ના વર્લ્ડકપમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું.

ઉમેશ યાદવ : આ સમયે તે માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળ્યા. હાલ તેમણે આફ્રિકી પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સાથે રમી રહ્યા છે. વર્ષ 2012 માં ઉમેશ યાદવે બ્રિસબેનના મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ 152.5 કિમીની ઝડપે બોલિંગ કરી હતી.

વરૂણ આરોન : તેમની ગણતરી દેશના એ ઝડપી બોલરમાં થાય છે. જે લગભગ 140 કિમીની ઝડપે બોલિંગ કરતા હોય છે. ઘર આંગણે ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની આ યોગ્યતાને કારણે તેણે જલ્દી જ ટીમ ઇન્ડિયાને તક આપી. 2014માં શ્રીલંકા વિરુદ્ધ એક મેચમાં તેણે 152.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.

ઇશાંત શર્મા : 2008માં ઓસ્ટ્રેલિયા મુશ્કેલ પ્રવાસથી પોતાના કરિયરની શરૂઆત કરનાર ઇશાંત શર્માએ ટીમ ઇન્ડિયાના સભ્ય બન્યા છે. 10 વર્ષથી ક્રિકેટ રમી રહેલા આ બોલરની બોલ દક્ષિણ આફ્રિકામાં પણ વિરોધીઓ માટે સમસ્યાનું કારણ રહી છે. 2008 માં પોતાની પહેલી જ સિરીઝમાં તેણે બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 152.6 કિમીની ઝડપે બોલ ફેંકી.

શ્રીનાથ : કપિલ દેવ બાદ ટીમ ઇન્ડિયાની ઝડપી બોલિંગની જવાબદારી શ્રીનાથે ઉઠાવી. 1996-97 માં તે ઉફાન પર હતા. પરંતુ ખભાની ઇજાને કારણે તેમનું કરિયર લાંબું ન ચાલ્યું. પરંતુ 1999 ના વર્લ્ડકપમાં જ્યાં શોએબ અખ્તરે દુનિયામાં સૌથી ઝડપી ગતિએ બોલિંગ કરનાર બોલર બન્યા. તેમણે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 154.5 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. શ્રીનાથે 67 ટેસ્ટમાં 236 વિકેટ પોતાના નામે કરી.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!