GSTV
Home » News » હાર્દિક પટેલ સાથે લાફાવાળી બાદ આવી આ જોરદાર પ્રતિક્રિયાઓ, લાલજીએ કહ્યું સમાજનું અપમાન

હાર્દિક પટેલ સાથે લાફાવાળી બાદ આવી આ જોરદાર પ્રતિક્રિયાઓ, લાલજીએ કહ્યું સમાજનું અપમાન

hardik patel slap reaction

વઢવાણમાં હાર્દિક પટેલ પર હુમલો કરનાર શખ્સ તરૂણ ગજ્જરનું કથિત ભાજપ કનેક્શન સામે આવ્યું છે. તરૂણ ગજ્જર ભાજપના વર્તમાન સાંસદ જયશ્રી પટેલ સાથે પણ ફોટો વાયરલ થયો છે. તરૂણ ગજ્જર કડી તાલુકાના જાસલપુર ગામનો વતની છે. તરૂણ ગજ્જર ગામમાં છૂટક ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે જાતિ વિષયક ટીપ્પણીથી સમાજમાં થયેલા વિભાજનથી ગુસ્સે ભરાયેલો હતો. તેણે હાર્દિકને થપ્પડ મારતા સમયે 14 પાટીદારો મરી ગયા. 14 પાટીદારોનો ભરખી ગયો તેમ પણ કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલનો કડી સાથે પહેલા પણ નાતો રહેલો છે. કડી કોર્ટમાં પૈસાની લેતી દેતી મામલે હાલમાં હાર્દિક કોર્ટની મુદ્દત પણ ભરે છે. એટલુ જ નહીં હાર્દિક પટેલે કડીના એક વ્યક્તિ પાસે લીધેલા પૈસા આજદિન સુધી પરત કર્યા નથી તેવી પણ ચર્ચા છે.

પાટીદાર યુવા નેતા અને એસપીજી પ્રમુખ લાલજી પટેલે હાર્દિક પટેલ પર થયેલા હુમલાની ઘટનાની નિંદા કરી હતી.અને તેમણે તેને સમગ્ર પાટીદાર સમાજનું અપમાન ગણાવ્યુ હતુ. લાલજી પટેલે કહ્યું હતું કે જાહેર જીવનમાં આવ્યા બાદ લોક નેતા પર અગાઉ પણ હુમલા થતા રહ્યા છે. જોકે તે નિંદનિય છે પરંતુ જે રીતે સરાજાહેર સ્ટેજ પર પાટીદાર આગેવાન રહેલા હાર્દિકને થપ્પડ મારવામાં આવી છે. તે સમગ્ર પાટીદાર સમાજનું અપમાન છે.

નથી. આવા નેતાઓએ હવામાં જ ઉડવું જોઈએ

હાર્દિક પટેલને મારવામાં આવેલા તમાચા પર ભાજપના યુવા નેતા વરુણ પટેલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસને આત્મમંથન કરવાની સલાહ આપી હતી. તેઓએ કહ્યુ હતું કે, કોંગ્રેસે આત્મ મંથન કરવુ જોઈએ કે પાર્ટીના કાર્યકરો ઈમ્પોર્ટેડ નેતાઓને સ્વીકારતા નથી. આવા નેતાઓએ હવામાં જ ઉડવુ જોઈએ. નીચે ઉતરવુ જ ન જોઈએ.

કપિલ સિબ્બલે સરકારને આડે હાથ લીધી

તો આ તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ હાર્દિકને મારવામાં આવેલા થપ્પડ પર પ્રતિક્રિયા આપતા સરકારને આડેહાથ લીધી ઙતી. છેલ્લા બે-ત્રણ વર્ષમાં જ્યાં પણ વિપક્ષ હોય તેમના પર હુમલા થતા હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો.

ભાજપમાં પહેલેથી તાનાશાહી અને હિંસાયુકત શાસન

ભારતીય જનતા પાર્ટી આતંકવાદી કરતા પણ વધુ ખરાબ સ્તરે જઇ રહી હોવાનો આક્ષેપ પાસ પ્રવક્તા બ્રિજેશ પટેલે લગાવ્યો છે. જ્યારે પાસ કન્વિનર જયેશ પટેલે હાર્દિક પટેલ ની લોકપ્રિયતાથી ડરેલી ભાજપ પરેશાન થયાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપમાં પહેલેથી તાનાશાહી અને હિંસાયુકત શાસનનો આક્ષેપ પણ જયેશ પટેલે લગાવ્યો છે.

ભાજપે રાજકોટની ઘટનાને વખોડી

હાર્દિક પટેલને પડેલા થપ્પડની ઘટનાને રાજકોટ ભાજપે વખોડી નાખી છે. રાજકોટ ભાજપના નેતા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, પથ્થડ મારવાની ઘટના દુઃખદ છે અને તેને ભાજપ વખોડી નાખે છે. જેણે હુમલો કર્યો છે. તેના પર કડક કાયદાકીય પગલા ભરવાના આદેશ અપાયા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

ભાજપ ગુંડાગર્દીના સહારે સત્તા મેળવવા માંગે છે

વઢવાણની સભામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પડેલા થપ્પડ પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવી હોવાનો આક્ષેપ કોગ્રેસે લગાવ્યો છે. મનિષ દોષીએ કહ્યું હતું કે, હાર્દિકની સભામાં કોઈ પણ રીતે ગડબડી થાય તે માટે ભાજપ ડર અને ભય માહોલ ફેલાવે છે. ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ હોવાથ આ પ્રકારના કૃત્ય કરે છે. ભાજપ ગુંડાગર્દીના સહારે સત્તા મેળવવા માંગતી હોવનો આક્ષેપ મનિષ દોશીએ લગાવ્યો છે.

READ ALSO

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે પ્રતિજ્ઞા લીધી, પરિણામના દિવસે ચુપ રહેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!