GSTV
Home » News » હોર્મોન શરીરના વિકાસ માટે છે જરૂરી, જાણો આટલા હોર્મોન્સ વિશે

હોર્મોન શરીરના વિકાસ માટે છે જરૂરી, જાણો આટલા હોર્મોન્સ વિશે

hormones for healthy body

હ્યૂમન ગ્રોથ હાર્મોન શરીરના વિકાસમાં જરૂરી છે. આ હોર્મોન કોશિકાઓના નિર્માણ અને પુનનિર્માણનું ધ્યાન રાખે છે. ચરબીની આ હૉર્મોન પર નકારાત્મક અસર પડે છે. નાની ઉંમરે આ હૉર્મોનનું નિર્માણ મોટાપાયે થાય છે અને ઉંમર વધે તેમ શરીર ગ્રોથ હૉર્મોન બનાવવાનું ઓછું કરી દે છે. નાની ઉંમરે તો આ હાર્મોનનું બનવું બહુ જરૂરી છે. તે માણસને યુવાન બનાવી રાખે છે પણ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ હાર્મોનના નિર્માણ ઘટવા લાગે છે. એટલું જ નહીં ૩૦ની ઉંમર પછી આપણાં શરીરની ગ્રોથ હાર્મોન બનાવવાની કેપેસિટી દર દસકામાં એટલે કે ૧૦ વર્ષમાં ૨૫ ટકા ઘટી જાય છે.
શું છે એચજીએચ
તે શરીરમાં જોવા મળતો જરૂરી હૉર્મોન છે જે શરીરની માંસપેશીઓ અને કોશિકાઓના વિકાસમાં મદદરૂપ બનતા હ્યૂમન ગ્રોથ હૉર્મોનના વિકાસમાં મદદ કરે છે. એચજીએચનું ઉત્પાદન પિટ્યુટરી ગ્લેન્ડમાં થાય છે. આ હૉર્મોન વિના શરીરમાં માંસપેશીઓનું ગઠન અને હાડકાંઓનું ઘનત્વ એટલે કે બૉન ડેન્સિટી વધવી અશક્ય છે.


હાઈટ વધારે છે
હ્યૂમન ગ્રોથથી વ્યક્તિની હાઈટ વધે છે અને તે માટે પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ લેવું જરૂરી છે. તેનાથી હાડકાં મજબુત થવાની સાથે સાથે હાઈટ પણ વધે છે. તમે યોગ કરીને પણ હાઈટ વધારી શકો છો.
ખાંડ ઓછી કરો
ડાયાબિટીસગ્રસ્ત લોકોની સરખામણીએ સ્વસ્થ લોકોના ગ્રોથ હૉર્મોનનું સ્તર ૩થી૪ ગણુ વધારે હોય છે. ઇન્સુલિનની સીધી અસરથી અને વધારે ખાંડ ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે અને તેની અસર આપણા ગ્રોથ હૉર્મોન પર પડે છે. ક્યારેક ક્યારેક ખાંડ ખાવાથી તકલીફ નથી થતી પણ વધારે પડતી ખાંડ નુકસાન કરે છે. તેથી સ્વસ્થ અને સંતુલિત ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
સૂતાં પહેલા વધારે ન ખાવું
વધારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનવાળો ખોરાક ઇન્સુલિનમાં વધારો કરે છે અને રાતે બનતા આ હૉર્મોનને રોકી દે છે. જમ્યા પછીના બેથી ત્રણ કલાક આ ઇન્સુલિનનું સ્તર ઘટી જાય છે. તેમ છતાં રાતે વધારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ન લેવા જોઈએ.


જીવનશૈલીમાં ફેરફાર
ગંભીર કે સતત તણાવથી શરીરમાં એચજીએચની હાજરી ઘટે છે જ્યારે હસવાની શરીર સકારાત્મક અસર પડે છે અને હાર્મોનમાં વધારો થાય છે.
દવા
આ હૉર્મોનની કમીની ભરપાઈ કરવાની ઘણી દવાઓ બજારમાં મળે છે પણ એને જાતે ખાવી ના જોઈએ. ડૉક્ટરને જરૂર લાગે તો એ ચોક્કસ સમયપૂરતી તમને દવા આપી શકે છે.
એચજીએચ અને સાઈડ ઇફેક્ટ
વિનાકારણ આ હૉર્મોનના ઉપયોગથી ઘણી તકલીફો થઇ શકે છે. જેમકે શરીરનું કોઈ અંગ જેમકે હાથ-પગ વગેરે વધવા લાગે છે. ઘણાને ટાઈપ ૨ ડાયાબિટીસ પણ થઈ શકે છે.


આમ વધે છે એચજીએચ
તમે વ્યાયામ શરૂ કરો પછી અડધો કલાક બાદ ગ્રોથ હૉર્મોન બનવાનું શરૂ થાય છે. જે ૪૫ મિનિટ વધે છે અને એ પછીના ૧૫ મિનિટ એટલે કે કુલ ૬૦ મિનિટ સુધી સ્થિર રહે છે. એ પછી તેના ઘટવાની શરૂઆત થાય છે. તમારા શરીરનો જેટલો ગ્રોથ આખા દિવસમાં થાય તેનું ૭૫ ટકા નિર્માણ આપણે સૂતાં હોઈએ ત્યારે થાય છે. વિટામિન અને ડાયેટ હ્યૂમન ગ્રોથ માટે સૌથી જરૂરી છે. શરીરમાં ગ્રોથ હૉર્મોન બનાવી રાખવા માટે રોજે જરૂરી કેલેરીના ૨૦ ટકા ભાગ શુદ્ધ ફેટથી પ્રાપ્ત થાય છે.
શું ખાવું જોઈએ
એમિનો એસિડવાળો ખોરાક ખાવો જોઈએ. ઇંડા પ્રોટીન આપે છે. દૂધ અને સોયા દૂધના એક ગ્લાસમાં આશરે ૮ ગ્રામ પ્રોટીન હોય છે. સ્ટ્રિગં પનીરના એક મોટા ટુકડાંમાં કે એક ઇંડામાં ૬ ગ્રામ પ્રોટીન હોય છે.

Read Also

Related posts

લગ્ન કર્યા બાદ પત્નીઓ પતિને આ વાત કોઈ દિવસ નથી કહેતી, સેક્સ બાબતે વિચારે છે આવું

Bansari

શિયાળાની સીઝનમાં તમારા ડાયેટમાં એડ કરો કોકોનેટ બીટ રૂપ સૂપ ફટાફટ ઉતારવા લાગશે વજન

Dharika Jansari

ઘરે ગેસ્ટ આવ્યા હોય તો તેમને સ્વીટ વર્ઝન આપવા બનાવો સ્વીટ કોર્ન આલમંડ સૂપ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!