ખાંસી આપણા માટે એક સમસ્યા છે. આપણા ગળામાં જે કફ જમા હોય છે તે ખાંસી દ્વારા સાફ થાય છે. પણ વધારે પડતી ખાંસીને કારણે તકલીફ થાય છે ઘણા લોકોને રાત્રે સૂતા સમયે સૂકી ઉધરસની સમસ્યા થાય છે. આ સૂકી ઉધરસને કારણે છાતીમાં દુખાવો પણ થાય છે અને રાતની ઉંઘ પણ ખરાબ થાય છે. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આવી ખાંસીમાંથી છૂટકારો મેળવી શકાય છે. જાણો તેના માટેની માહિતી આ અહેવાલમાં.

આદું અને ગોળ
ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં નેચરલ શુગર હોય છે. તેના કારણે શરીરના લોહીમાં ગ્લુકોઝનું લેવલ નથી વધતુ. ખાંસીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગોળ સાથે આદું ખાવું જોઈએ. એક પાત્રમાં ગરમ ગોળ અને તેમાં છીણેલું આદુનો રસ ઉમેરો. આ મિશ્રણનું નિયમિત સૂતા પહેલા સેવન કરો. થોડા દિવસમાં તમને ખાંસીમાંથી રાહત મળશે.
તુલસીના પત્તા
તુલસીના પત્તા સૂકી ઉધરસની સમસ્યા દૂર કરવા માટે ખુબ ફાયદાકારક છે. તુલસીના પત્તામાં ઘણા ઔષધીય ગુણો છે. તે શરદી અને ફલૂ જેવા લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા તુલસીના પત્તા અને મધ ખાવાથી ખાંસી દૂર કરવામાં મદદ મળે છે.
કાળા મરી અને મીઠું
કાળા મરી અને મીઠાના સેવનથી ખાંસી દૂર કરવામાં મદદ મળ છે. એક પાત્રમાં વાટેલું કાળા મરી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. તેની સાથે સાથે તેમાં મધ ઉમેરી, તે મિશ્રણનું સૂતા પહેલા સેવન કરો. તેનાથી ખાંસી દૂર કરવામાં મદદ મળશે.
ગરમ પાણીમાં મેળવો મધ
ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી રાત્રે થતી ખાંસીમાંથી રાહત મળે છે. ગરમ પાણીથી ગળાની અનેક સમસ્યાઓ દૂર થાય છે. અને સામાન્ય ખાંસીમાંથી પણ છુટકારો મળે છે.
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા