GSTV
Health & Fitness Life Trending

શું તમે પણ વસ્તુને ખરાબ થવાના ડરથી ફ્રિઝમાં સ્ટોર કરો છો? જો હાં તો ચેતી જજો, સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસર

સામાન્ય રીતે આપણે ખાણી-પીણીની વસ્તુને સ્ટોર કરીને મુકી દઇએ છીઅ અને વિચારીએ છીએ કે તે ક્યારેક તો આપણને કામ આવશે, પરંતુ આ ટેવ ખરાબ સાબિત થઇ શકે છે. જો તમને લાગતું હોય કે તમારું ફ્રીઝ ખાણી-પીણીની વસ્તુને ખરાબ નહીં થવા દે, તો પણ તમે ખોટા સાબિત થઇ શકો છો. હકીકતમાં કઇ વસ્તુને કેટલા સમય સુધી ફ્રિઝમાં રાખવી જોઇએ, તેનો જવાબ તમારી પાસે નથી. તો ચાલો આજે અમે તમને આ અંગે જણાવીએ.

વરસાદની ઋતુમાં ધ્યાન આપો

ફળ, શાકભાજી ઉપરાંત બીજી પણ ઘણી એવી વસ્તુઓ છે જેણે આપણે ફ્રીઝમાં રાખતા હોઇએ છીએ. ખાસકરી ઉનાળા અને વરસાદની સીઝનમાં, જ્યારે વસ્તુ ખરાબ થવાની સંભાવના વધારે હોય છે. હજારો લોકો ફ્રિઝમાં વસ્તુ ભરીને મૂકે છે. ફ્રિઝમાં ઘણા ફળ અને શાકભાજી ખાસ્સા સમય સુધી રહી શકે છે, પરંતુ ઘણી ફૂડ આઇટમ આવી છે, જેને ફ્રિઝમાં રાખવી આપણા આરોગ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

ફ્રિઝમાં ના રાખો આ ફળ

ઘણા લોકો જાણકારીના અભાવે કેળાને પણ ફ્રિઝમાં રાખી દેતા હોય છે. ફ્રિઝમાં રાખેલા કેળા તબિયત ખરાબ કરી શકે છે. કેળાને ફ્રિઝમાં રાખવાના કારણે બીજા ફળ અને શાકભાજી પણ ખરાબ થઇ શકે છે. જ્યારે કપાયેલી કેરી, તરબૂચ અને ટેટી પણ ફ્રિઝમાં ન રાખવી જોઇએ.

શાકભાજી સ્ટોર કરવી પણ બરોબર નથી

બટાટા, ડુંગળી અને લસણ જેવી શાકભાજીને પણ લોકો ફ્રિઝમાં રાખી દેતા હોય છે. આમ ન કરવું જોઇએ. બટાટાને વેપારીઓ કોલ્ડ સ્ટોરમાં રાખતા હોય છે, પરંતુ ઘરના ફ્રિઝમાં આમ કરવું બરોબર નથી. આમ કરવાથી ડાયબિટીઝ પેશેન્ટ્સ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે, કારણ કે ઠંડના કારણે બટાટાનો સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઇ જાય છે.

ઘણા બધા ગામડા એવા છે, જ્યા હજી સુધી ફ્રિઝ નામની વસ્તુ નથી પહુંચી, તેમ છતાંય ત્યાના લોકો બટાટાને ખુલ્લી હવામાં સુરક્ષિત રાખે છે. બટાટાને કોઇ પેપર બેગમાં નાંખી ખુલ્લી જગ્યાએ રાખી દેવા જોઇએ. આવી રીતે જ ડુંગળી અને લસણને પણ ફ્રિઝમાં ન રાખવો જોઇએ, કારણ કે તેની સ્મેલ બીજી વસ્તુમાં પહોંચી શકે છે.

મધને પણ ફ્રિઝમાં ન રાખો

કોરોનાકાળમાં તમે પણ ઇમ્યુનિટીના નામે મધનો ઉપયોગ કરતા હશો. એવામાં કેટલાક લોકો મધને ખરાબ થવાના ડરે ફ્રિઝમાં સ્ટોર કરી દે છે. પરંતુ આમ ન કરવું. ફ્રિઝમાં રાખેલા મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે. આવા મધને ખાવાથી તમારા સ્વાસ્થ્યને ફાયદાને જગ્યાએ નુકશાન થઇ શકે છે. ઉપરાંત બ્રેડને પણ ફ્રિઝમાં ન રાખો. ઠંડી બ્રેડ ખાવાથી પણ તમારા સ્વાસ્થને નુકશાન થઇ શકે છે.

Read Also

Related posts

કોંગ્રેસના ઉમેદવારે સોગંદનામુ કરીને પક્ષ પલટો નહીં કરવાનું આપ્યું વચન,  મતદારોને સ્ટેમ્પ પેપર લેખિતમાં આપી બાંહેધારી

HARSHAD PATEL

નેતાઓના વચનોમાં ભરમાયા વિના ખેડૂતોએ કર્યું રવિ પાકનું ધૂમ વાવેતર

Padma Patel

ગુજરાત એટીએસના દરોડા/ વડોદરાના સીંધરોટમાથી MD ડ્રગ્સનો રૃ. ૪૭૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો, 143 કિલો ડ્રગ સાથે 5 લોકોની ધરપકડ

HARSHAD PATEL
GSTV