GSTV
Home » News » RBIનાં ડે.ગવર્નર વિરલ આચાર્યની જગ્યાએ આ ચાર નામોની ચર્ચા, રેસમાં સૌથી આગળ માઇકલ પાત્રા

RBIનાં ડે.ગવર્નર વિરલ આચાર્યની જગ્યાએ આ ચાર નામોની ચર્ચા, રેસમાં સૌથી આગળ માઇકલ પાત્રા

રિઝર્વ બેન્કનાં ડેપ્યુટી ગવર્નર પદેથી વિરલ આચાર્યએ રાજીનામું આપ્યા બાદ સરકારે તેમનાં ઉત્તરાધિકારીની શોધખોળ શરૂ કરી છે. આ પદ માટે અંદાજીત અડધો ડર્ઝન નામો પર વિચારણા ચાલી રહિ છે, પરંતુ ડેપ્યુટી ગવર્નર પદની રેસમાં આરબીઆઇનાં વર્તમાન કાર્યકારી નિર્દેશક અને મૌદ્રિક નીતિ સમિતિ(MPC)નાં સદસ્યા માઇકલ પાત્રા સૌથી આગળ છે.

મળતી માહિતી પ્રમાણે, એમપીસીનાં સભ્ય હોવાને કારણે માઇકલ પાત્રા ડેપ્યુટી ગવર્નરનાં પદ માટે પહેલી પસંદ બની શકે છે. હકિકતે વિરલ આચાર્ય પાસે ડેપ્યુટી ગવર્નરનાં પદની સાથે મૌદ્રિક નીતિ વિભાગનાં પ્રમુખની પણ જવાબદારી હતી. ત્યારે વિરલ આચાર્યની જગ્યાએ નવા ડેપ્યુટી ગવર્નરને આરબીઆઇની મૌદ્રિક નીતિ અને શોધ વિભાગની જવાબદારી પણ સંભાળવી પડશે.

પસંદગી સમિતી તમામ નામોની યાદી બનાવ્યા પછી અંતિમ નિર્ણય માટે સરકારને મોકલી આપશે. પરંપરાગત રીતે અત્યાર સુધી આ પદ કેન્દ્રિય બેન્કની બહારનાં અર્થશાસ્ત્રીને મળતું આવ્યું છે. આચાર્ય પહેલા ઉર્જીત પટેલ આ પદ પર હતાં. મહત્વનું છે કે વિરલ આચાર્યએ વ્યક્તિગત કારણોસર 23 જુલાઇ પછી સેવાઓ આપવા અંગે અસમર્થતા બતાવતા પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.

ગવર્નર સાથે સારો સુમેળ

આરબીઆઇમાં વર્ષ 2017માં કારકિર્દી શરૂ કરવા વાળા માઇકલ પાત્રાની મૌદ્રિક નીતિને લઇને વિચારો આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસા સાથે મળતી આવે છે. શક્તિકાંત દાસાએ ડિસેમ્બર-2018માં પદ સંભાળ્યા પછી રેપોરેટમાં સતત ત્રણ વખત ઘટાડામાં હંમેશા પક્ષમાં મતદાન કર્યુ હતું.

આ નામો પર પણ થઇ રહિ છે વિચારણા

સંજીવ સાન્યાલ

વિત્ત મંત્રાલયનાં મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલનું નામ પણ ડેપ્યુટી ગવર્નરની દૌડમાં સામેલ છે. સાન્યાસ વર્ષ 2015 સુધી સિંગાપુરમાં ડ્યૂશ બેન્કનાં વૈશ્વિક રણનીતિકાર રહ્યા છએ. તેમણે પાછલા છેલ્લા મહિનાથી આર્થિક વૃદ્ધિને ગતિ દેવા માટે વ્યાજદરોમાં ઘટાડો કરવા માટેનો મુદ્દો ઉઠાવ્યો છે.

સાજીદ ચિનોય

વૈશ્વિક રોકાણ સલાહકાર ફર્મ જેપી મોર્ગનનાં મુખ્ય ભારતીય અર્થશાસ્ત્રી ચિનોય પણ નવા ડેપ્યુટી ગવર્નરની રેસમાં શામેલ છે. ચિનોયને આરબીઆઇનાં આતરરાષ્ટ્રીય સ્તર પર રૂપિયા પર થનારા અસરનું વિશ્લેષણ કરવા માટેની સમિતિમાં શામેલ કરાયા હતાં.

અજીત રાનાડે

આદિત્ય બિરલા સમુહનાં મુખ્ય અર્થશાસ્ત્રી અજીત રાનાડે પણ આચાર્યનાં ઉત્તરાધિકારી બનવાની દૌડમાં સામેલ હોવાનું મનાઇ રહ્યું છે. આરબીઆઈએ તેમને સ્થાનિક બજારમાં પ્રવાહિતાના પ્રભાવ અને ભારતીય ચલણ પર વૈશ્વિક પરિબળોની અસર અંગેની સમિતિમાં સમાવેશ કર્યો હતો.

READ ALSO

Related posts

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur

શિયાળે વાદળો છવાયા : આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં મેેઘરાજા બનશે મૂશળધાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!