GSTV

અમદાવાદથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બની ચુક્યા છે આ ચાર ધારાસભ્યો, મોદી સહિત લિસ્ટમાં છે આ મોટા નામ

ગુજરાત

Last Updated on September 13, 2021 by Bansari

અમદાવાદમાંથી ચુંટણી જીતીને ગુજરાતના સીએમ બન્યા હોય તેવા અત્યાર સુધીના ચાર ધારાસભ્યો છે. આજે ગુજરાતના નવા સીએમ તરીકે વરણી થયેલા ભુપેન્દ્ર પટેલ અમદાવાદમાંથી ચૂંટણી લડયા છે.અગાઉ આનંદી બેન પટેલ , તે પહેલા નરેન્દ્ર મોદી અને તેની પહેલા બાબુભાઈ જશભાઈ પટેલ પણ અમદાવાદમાંથી ચૂંટણી જીતીને ગુજરાતના સીએમ પદે રહી ચુક્યા છે.

બાબુભાઈ જ.પટેલ, મોદી, આનંદીબહેન, ભૂપેન્દ્ર પટેલ અમદાવાદથી ચૂંટણી લડયા હતા

સૌપ્રથમ 1975માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓ) પાર્ટીમાંથી અમદાવાદના સાબરમતીમાંથી ચૂંટણી લડનારા બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના સીએમ બન્યા હતા. તે પછી ઘણા વર્ષો બાદ 2002માં નરેન્દ્ર મોદી અમદાવાદના મણિનગર મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણીમાં ઉભા રહ્યા અને જીત્યા હતા.

પટેલ

ઘાટલોડિયા વિધાનસભાથી ચૂંટણી જીતેલા આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામા આવ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર અમદાવાદમાંથી જ ચુંટણી જીતેલા ધારાસભ્ય સીએમ બન્યા છે.ભુપેન્દ્ર પટેલ પણ અમદાવાદના ઘાટલોડિજા વિધાનસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી જીત્યા છે.

Read Also

Related posts

હાઈકોર્ટની સરકારને ટકોર/ હજીરામાં વૃક્ષો કાપી નખાયાં હોય તો સરકાર બમણી જમીન લઈ વળતર વસૂલે, જંગલનું બલિદાન ન આપી શકાય

Pravin Makwana

ખેડૂતો સાથે સરકારની ક્રૂર મજાક/ અધુરા સર્વે કરીને ઠોકી બેસાડ્યું સહાય પેકેજ, મોટા ભાગના ગામોમાં સાહેબોની ટીમ પહોંચી જ નથી

Pravin Makwana

લાચાર શિક્ષકો/ કોર્પોરેશનની ચૂંટણીમાં જોતરાયેલા શિક્ષકોને ભથ્થા નહીં મળતા મુંઝાયા, ચૂંટણીનો ખર્ચ ચુકવી દીધો, પણ આમને આપવા રૂપિયા નથી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!