GSTV
Gujarat Government Advertisement

Coronavirus: તમારી ઇમ્યુનિટી નબળી છે કે નહીં, આ 5 લક્ષણો જણાવશે

ઇમ્યુનિટી

Last Updated on August 31, 2020 by pratik shah

કોરોના વાયરસ મહામારીએ સંપૂર્ણ રીતે દુનિયાભરમાં ભરડો લીધો છે.દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના સંમક્રમણના કેસ બે કરોડ 40 લાખની નજીક થઇ ચુક્યા છે જ્યારે અત્યાર સુધીઆઠ લાખ 21 હજારથી વધુ લોકોના મોત આ વાયરસના કારણે થઇ ચુક્યા છે અને તેમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવે છે માનવીના શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીય ડોક્ટરોએ જણાવ્યા અનુસાર, તે લોકો કોરોનાની ઝપેટમાં જલ્દી આવી રહ્યાં છે અથવા તેવા લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણ જોવા મળે છે જેની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી છે.

તેના ઘણાં કારણ હોઇ શકે છે, જેવા કે સંક્રમિત થનાર વ્યક્તિ પહેલાથી જ  કોઇને કોઇ બીમારીથી પીડિત હોય અથવા તો તેને વધારે પડતી દારૂ અને સિગરેટની લત હોય. અમે તમને અહીં કેટલાંક લક્ષણો વિશે જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તે જાણી શકાય છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી નબળી છે કે નહીં.

તમારા શરીરમાં આવા લક્ષણો તો નથી દેખાતા ને?

ઉંઘ પૂરી ન થવા પર માણસ હંમેશા થાક અનુભવે છે. જો તમને પણ હંમેશા થાકનો અનુભવ થતો હોય તો તેનો અર્થ છે કે તમારી રોગ પ્રતિકારક ક્ષમતા નબળી છે અથવા તો નબળી થઇ રહી છે.

ઋતુ બદલાવાની સાથે મોટાભાગે લોકો બિમાર પડી જતાં હોય છે, ખાસ કરીને ચોમાસામાં. લોકો શરદી-ખાંસી અને તાવથી પીડાય છે. પરંતુ જો તમે વારંવાર બિમાર પડી રહ્યાં હોવ તો તેનો અર્થ એ છે કે તમારા ઇમ્યુનિટી નબળી છે.

મોટાભાગે તમે સાંભળ્યુ છે કે શરીરમાં તમામ પરેશાનીઓનુ મૂળ પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જ હોય છે. તે કેટલીક હદ સુધી સાચુ પણ છે. ડોક્ટર પણ એવુ માને છે. જો તમને પણ પાચન સંબંધિત સમસ્યાઓ હો. તો તેનો અર્થ સ્પષ્ટ છે કે તમારી ઇમ્યુનિટી નબળી છે.

ઘણાં લોકોને એલર્જીની ફરિયાદ હોય છે, જેના કારણે ક્યારેક તેમને તાવ પણ આવે છે. તે પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના સંકેત હોઇ શકે છે.

શરીરમાં ઘા થવા સામાન્ય વાત છે. તમે ઘણીવાર જોયુ હશે કે ત્યાં ત્વચા પર સૂકુ પોપડુ બનવા લાગે છે, જે શરીરમાંથી નીકળતા લોહીને રોકે છે. પરંતુ જો તમારા ઘામાં જલ્દી રૂઝ ના આવતી હોય તો આ તે વાતનો સંકેત છે કે તમારી ઇમ્યુનિટી નબળી છે.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર: ડિપ્લોમા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન, માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર કરી શકાશે આ કામ

Pravin Makwana

ચીનના તાઈશનમાં પરમાણુ પ્લાન્ટમાંથી એટમી રેડિએશન લીકેજ થઈ રહ્યું, લાખો લોકોના જીવ અદ્ધર

Damini Patel

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!