GSTV
Home » News » ક્રિકેટ વિશ્વ કપમાં ધમાલ મચાવશે આ પાંચ દિગ્ગજ બેટ્સમેનોની જોડીઓ

ક્રિકેટ વિશ્વ કપમાં ધમાલ મચાવશે આ પાંચ દિગ્ગજ બેટ્સમેનોની જોડીઓ

વર્લ્ડ કપ નજીક છે અને સાથે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. જ્યાં આ વખતે ભારતને વિશ્વકપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તો ઈંગ્લેન્ડ પણ ભારતની સાથે ખભેથી ખભો મિલાવી રહ્યું છે. પરંતુ આ વખતનો વિશ્વ કપ ફક્ત એટલા માટે ખાસ રહેવાનો છે કારણકે બધાની નજર ભારતીય ટીમ પર રહેશે, પરંતુ આ કારણ પણ મહત્વનું રહેશે કે આ 5 ઓપનિંગ જોડીઓ પોતાની ધમાકેદાર ઈનિંગ દ્વારા સૌ કોઈને મુશ્કેલીમાં મૂકી શકે છે. આવો જાણીએ તેની ઉત્કૃષ્ટ કામગીરી વિશે.

માર્ટિન ગુપ્ટિલ અને કોલિન મુનરો

ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓ બેટિંગ કરવા ઉતરે તો કોઈ પણ ટીમ પર ભારે પડી શકે છે. ગુપ્ટિલે 167 વન-ડે મેચોમાં 6293 રન બનાવ્યા છે. જેમાં 639 ચોગ્ગા અને 159 છગ્ગા સામેલ છે. બીજીતરફ મુનરોની વાત કરીએ તો તેમણે 50 ઈનિંગમાં 46 મેચ રમી છે. આ દરમ્યાન મુનરોએ 25.29ની સરેરાશની સાથે 1138 રન બનાવ્યાં છે.

શિખર ધવન અને રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડીઓમાં શિખર ધવન અને રોહિત શર્માની જોડીને જ્યારે પણ ક્રિકેટ મેદાનમાં ઉતારવામાં આવી છે ત્યારે આ જોડીએ ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. વન-ડેમાં સૌથી ઝડપી રન બનાવનાર જોડીમાં ધવન-રોહિતની જોડી ચોથા નંબરે છે. તેમણે 96 વન-ડે મેચ રમી છે અને તેમાં બંનેએ રેકોર્ડ 4318 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેની સર્વોચ્ચ પાર્ટનરશિપ 210 રનોની જ રહી છે.

બાબર આઝમ અને ઈમામ ઉલ-હક

પાકિસ્તાની ક્રિકેટર ઈમામે ઓક્ટોબર 2017માં વન-ડે ક્રિકેટમાં પગલા માંડ્યા હતાં અને અત્યાર સુધી તેઓ 21 મેચ રમ્યા છે. આ દરમ્યાન ઈમામે 1090 રન બનાવ્યા, જેમાં 5 સદી પણ સામેલ છે. જ્યાં સુધી બાબરની વાત છે તો તેમણે 59 વન-ડે મેચોમાં 51.29ની સરેરાશથી 2462 રન પોતાના ખાતામાં જોડ્યા છે.

જેસન રૉય અને એલેક્સ હેલ્સ

સાઉથ આફ્રિકામાં જન્મેલા અને ઈંગ્લેન્ડ માટે રમનારા રૉયે અત્યાર સુધી 70 વન-ડેમાં 2536 રન બનાવ્યા અને આ દરમ્યાન તેની સરેરાશ 37.85 રહી છે. તો હેલ્સ પણ તેની નજીક છે, જેણે અત્યાર સુધી 67 વન-ડે મેચોમાં 2314નો સ્કોર બનાવ્યો છે. આ બંનેની જોડી પણ પ્રતિસ્પર્ધી ટીમ પર સંપૂર્ણ રીતે દબાણ બનાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

એલેક્સ કેરી અને આરોન ફિંચ

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેરીની વાત કરીએ તો તેઓ વન-ડેના નવા ખેલાડી છે. તેમણે અત્યાર સુધી 9 મેચ રમી છે અને 246 રન બનાવ્યાં છે. જોકે, આરોન ફિંચનો અનુભવ બોલિંગ કરનારી ટીમનો પરસેવો છોડાવી શકે છે. જ્યાં સુધી ફિંચના સ્કોર કાર્ડની વાત છે તો તેમણે 99 વન-ડે રમીને 3444 રન બનાવ્યાં છે.

READ ALSO

Related posts

INDvWI: વિરાટ બન્યો ટી-20નો કિંગ, તોડ્યો ‘હિટમેન’નો મોટો રેકોર્ડ

Dharika Jansari

દિકરીનો 3 નરાધમો પાસે મા કરવાતી હતી બળાત્કાર, પતિને કરી દેતી હતી બેભાન

Mayur

ગુજરાત વિધાસભા સત્રને ઘેરવા આવેલા કુલ 900 લોકોની અટકાયત, અમિત ચાવડાના ફાટ્યા કપડાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!