GSTV

Health / મહિલાઓના સ્વાસ્થ્યની તંદુરસ્તી રાખે છે આ પાંચ હેલ્થી ફૂડ પર આધાર, જાણો શું છે કારણ…?

Last Updated on September 17, 2021 by Zainul Ansari

ઘરમાં “કઈ વસ્તુ બનશે?” થી લઈને “કઈ વસ્તુ ક્યાં રહેશે?’ આ બધી જ જવાબદારીઓ ઘરની મહિલાઓ સંભાળતી હોય છે. ત્યારે હાલ બદલાતા સમય સાથે મહિલાઓ ઘરની સાથે બહાર પણ કામ કરે છે ત્યારે આ બધી જવાબદારીઓ વચ્ચે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું સંપૂર્ણપણે ભૂલી જ જાય છે. જો નિષ્ણાંતોની વાત માનીએ તો તેમના માટે મુજબ મહિલાઓએ 20 વર્ષની ઉંમર પછી પોતાના સ્વાસ્થ્ય પર વધુ પડતું ધ્યાન આપવું જોઈએ.

આ ઉમરના સમયકાળ દરમિયાન તેમના જીવનમાં અનેક પ્રકારના માનસિક, શારીરિક અને હોર્મોનલ ફેરફારો સર્જાતા હોય છે. મહિલાઓ એ 20 વર્ષની ઉંમર પછી તેમના દૈનિક ભોજનમાં અમુક ખોરાક ફરજીયાતપણે સમાવેશ કરવા જોઈએ. આમ, કરવાથી તેમના સ્વાસ્થ્યની તંદુરસ્તી પણ જળવાઈ રહે અને તેમના સ્વાસ્થ્ય પર આવતા જોખમો પણ ટળી જાય.

20 વર્ષની ઉંમર પછી મહિલાઓએ તેના દૈનિક ખોરાકમા આ પાંચ ખોરાકનો સમાવેશ ફરજીયાતપણે કરવો જોઈએ. એક તજજ્ઞ ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખુબ જ બેદરકાર હોય છે. જીવનના જુદા-જુદા સમયકાળ દરમિયાન તેમના શરીરમાં અમુક પ્રકારના હોર્મોનલ ફેરફારો થતા હોય છે, જે સીધી તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે. ત્યારે આ ફેરફારોના કારણે સ્વાસ્થ્ય ના કથળે તે માટે આ નીચે મુજબની ચીજવસ્તુઓ 20 વર્ષની ઉમર પછી તેમના દૈનિક ડાયટમાં ઉમેરી દેવી જોઈએ. તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ?

મહિલાઓ

દૂધ :

ડાયટિશિયનના મત મુજબ મહિલાઓએ દરરોજ દૂધનું સેવન કરવું જોઈએ કારણકે, તેમના શરીરમાં થતા ફેરફારોની સીધી જ અસર તેમના હાડકા પર પડે છે અને તેના કારણે તેમના હાડકા નબળા પડવાનું જોખમ પણ ઘણું વધારે રહે છે. દૂધમાં ભરપૂર માત્રામા કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન-ડી વગેરે પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે તમારા શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખે છે.

નારંગીનો રસ :

20 વર્ષની ઉમર પછી મહિલાઓમાં માસિક અને હોર્મોન્સને લગતા અનેક પ્રકારના ફેરફાર આવે છે. આ માટે જ તમારે માનસિક અને શારીરિક રીતે તમારી જાતને તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે. મહિલાઓએ પોતાના દૈનિક ભોજનમાં નારંગીના રસનો જરૂર સમાવેશ કરવો જોઈએ. તે ફક્ત આપણી ઉર્જા જ નથી વધારતું પરંતુ, આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત પણ બનાવે છે.

ટામેટાં :

મહિલાઓએ ૨૦ વર્ષની ઉંમર પછી ભોજનમાં ટામેટાંનો સમાવેશ ફરજિયાતપણે કરવો જોઈએ કારણકે, તેમાં લાઇકોપીન નામનું તત્વ સમાવિષ્ટ હોય છે. સ્તન કેન્સર સામે રક્ષણ આપવામાં ટામેટા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ ટામેટાં તમારી ત્વચાને યુવાન બનાવી રાખવા માટે પણ લાભદાયી સાબિત થાય છે.

મહિલાઓ

સોયાબીન :

મહિલાઓએ 20 વર્ષ પછી સોયાબીનનું સેવન પણ શરુ કરવું જોઈએ. તે શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન , આયર્ન અને વિટામિન-બી પૂરું પાડે છે. સ્ત્રીઓ માટે આયર્ન ખુબ જ મહત્વપૂર્ણ પોષકતત્વ છે કારણકે, તેમને આયર્નની ઉણપને કારણે એનિમિયાનું જોખમ પણ વધારે રહે છે.

સૂકા ફળો :

મહિલાઓ માટે સૂકા ફળોનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, ઓમેગા-3, હેલ્ધી ફેટ વગેરે જેવા તત્વો સમાવિષ્ટ હોય છે. સ્ત્રીઓ માટે બદામ, અખરોટ, કિસમિસ, અંજીરનું સેવન લાભદાયી સાબિત થાય છે.

Read Also

Related posts

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!