GSTV
Gujarat Government Advertisement

બેન્કો વધુ ડૂબશે, આ 2 સેક્ટરમાં ફસાયેલાં નાણાં ડૂબી જવાનો છે ડર

Last Updated on October 31, 2019 by Karan

રિન્યુઅલ પાવર અને ટેલિકોમ સેક્ટર સાથે જોડાયેલ કંપનીઓને લોન આપનાર બેન્કોને એ ડર સતાવી રહ્યો છે કે છેલ્લા 5 વર્ષમાં તેમની આપેલ લોન ક્યાંક ડૂબી ન જાય. હકીકતે, રિન્યુઅલ એનર્જી ઉત્પાદકો પર ચૂકવણીના બાકી વધતા જાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગણા જેવા રાજ્યોની વિતરક કંપનીઓ ખરીદી કરવામાં આવેલ વિજળીનું પેમેન્ટ સમયસર કરવામાં નિષ્ફળ રહી છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી તરફથી તૈયાર કરવામાં આવેલ ડેટા અનુસાર, 31 જુલાઈ 2019 સુધી આ બાકી વધીને લગભગ 10 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. વધુ ખરાબ સમાચાર તો એ છે કે આ રકમ હજી પણ વધતી જાય છે.

અમુક કેસમાં તો ઉર્જા ઉત્પાદકોને પેમેન્ટમાં થનારે વિલંબ 12 મહિનાથી વધુ છે. એવામાં આ કંપનીઓના વર્કીંગ કેપિટલ અને લોન ચૂકવણીની ક્ષમતા પર ખરાબ અસર પડી છે. કર્જદાતા બેન્કો માટે આ ખતરાનું સિગ્નલ છે. કુલ મળીને જોઈએ તો સૌર ઉર્જા અને વાયુ ઉર્જા કંપનીઓ તરફથી કરવામાં આવેલ વિજ સપ્લાયનું પેમેન્ટ કરવામાં 15થી વધુ વિતરણ કંપનીઓ નિષ્ફળ રહી છે.

કર્જદાતા બેન્કોની ચિંતા અહિં ખતમ નથી થતી. હકીકતે, સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક નિર્ણયને કારણે ટેલિકોમ સેક્ટરમાં પણ એક અનિશ્વિતતાનો દોર જારી છે. હકીકતમાં, કોર્ટે એડજસ્ટમેન્ટ ગ્રોસ રેવેન્યૂ (AGR) વિવાદ મામલે ટેલિકોમ વિભાગના પક્ષમાં નિર્ણય કર્યો છે. આનો અર્થ એ છે કે, ટેલિકોમ કંપનીઓએ સરકારને લગભગ 92,500 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે.

ટેલિકોમ કંપનીઓ પર અચાનક આવી પડેલ આર્થિક બોજમાં 40 ટકા લોન એરસેલ લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ જેવી કંપનીઓ પર છે, જેમણે ધંધો સમેટી લીધો છે અથવા તો દિવાળીયા થવા અરજી કરી રાખી છે. મોટી લોન વોડાફોન આઈડિયા લિમિટેડ અને ભારતી એરટેલ લિમિટેડ પર છે, જેની પાસેથી સરકારને કુલ 50 હજાર કરોડ વસૂલવાના છે. વોડાફોન આઈડિયા માટે આ મોટું સંકટ છે કેમ કે જૂન ક્વાર્ટરના અંત આ કંપનીનું રોકડ બેલેન્સ ફક્ત 21,200 કરોડ રૂપિયા હતું. કંપનીને સરકારની માંગ પૂરી કરવા માટે 28,300 કરોડ રૂપિયાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને આપવામાં આવેલ કુલ લોનમાં અડધી હિસ્સેદારી પાવર સેક્ટરની છે. ત્યારે ટેલિકોમ સેક્ટરનું સ્થાન બીજા નંબરે આવે છે. તેમ જ, બેન્કો દ્રારા ઉદ્યોગ જગતને આપવામાં આવેલ કુલ ક્રેડિટમાં એક તૃતિયાંશ હિસ્સેદારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની છે. આ તરફ, ભારતીય બેન્કો અને નાણાકીય સંગઠનોની આર્થિક હાલત પર અમેરિકાના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ જેફરિજ ગ્રુપ એલએલસીએ આશંકા વ્યક્ત કરી છે કે, બેન્ક ઓફ બરોડા, એક્સિસ બેન્ક, ICICI બેન્ક અને SBIને ખાસ કરીને ટેલિકોમ અને કંસ્ટ્રક્શન સેક્ટરમાં એક વાર ફરી નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)ના દોરનો સામનો કરવો પડી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!