GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

જસદણની જીત : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસમાં લોકસભા પહેલાં બદલાશે આ સમીકરણો

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી.તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં મીઠુ કરાવીને વિજયોત્સવ ઉજવ્યો હતો. ભાજપ કાર્યલય ખાતે સીએમ રૂપાણીની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ પહોંચ્યા હતા.

વિજયોત્સવ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે, જસદણમાં બાવળિયાની જીત બતાવે છે કે, ખેડૂત, દરેક સમાજ, લોકોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. ગુજરાત અને ભારત સરકારની કામગીરીને સ્વિકારી છે. કોંગ્રેસે ખેડૂતોના નામે જુઠ્ઠા વચનો આપ્યા હતા અને ગુજરાતમાં ભાજપનો ગઢ મજબુત બન્યા છે. અને વિધાનસભામાં 100 ધારાસભ્યો થયા છે. સીએમ વિજય રૂપાણીએ બાવળિયાની પ્રચંડ લીડથી જીતને ભાજપની જીત ગણાવી છે. અહીં અમે તમને અે દર્શાવી રહ્યાં છીએ કે આ જસદણની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેવી રીતે બદલાઈ જશે સમીકરણો.

ભાજપને થશે ફાયદો

  • જસદણ કુંવરજી બાવળિયાનો અજેય ગઢ છે એ ફરી પૂરવાર થયું
  • ભાજપમાં જૂના જોગીઓની સરખામણીએ કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ વધશે
  • દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહેલી જસદણની બેઠક પર ભાજપ મજબૂત થશે
  • ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ જશે
  • સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા જળવાઇ રહેશે
  • દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો એ પૂરવાર થયું
  • કુંવરજીને પ્રધાનપદુ આપવાનો નિર્ણય બરાબર હતો તે સાબિત થયું
  • પાંચ રાજ્યોની હાર બાદ ભાજપ માટે જીત ટોનિક સમાન બની રહેશે
  • લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં નવું જોમ પુરાશે
  • ભાજપ પૂરા જોમ અને ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરશે

કોંગ્રેસને પડશે આ ફટકો

  • દાયકાઓથી અજેય ગઢ રહેલી જસદણની બેઠક ગુમાવી
  • પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓ સાથે મળીને પણ ન જીતી શક્યા
  • જસદણ સાચવી ન શકનારી કોંગ્રેસ લોકસભા ચૂંટણી કેવી રીતે જીતશે ?
  • કોંગ્રેસમાં ચાલતી આંતરિક જૂથબંધી કારણે ફરી હાર મળી
  • કુંવરજી કોંગ્રેસના નહીં પણ પોતાના દમ પર જીતતા હતા એ સાબિત થયું
  • પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર ફૂટી શકે છે હારનું ઠીકરું
  • અમિત ચાવડા અને પરેશ ધાનાણી રાહુલ ગાંધીની ગુડબુકમાંથી બાકાત થઈ શકે
  • પાંચ રાજ્યોના પરિણામની ખુશી પર પાણી ફરી વળશે
  • લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસે કપરા ચઢાણ ચઢવા પડશે
  • કુંવરજીની જીત બાદ કોંગ્રેસના અનેક અસંતુષ્ટ નેતાઓ માથું ઉંચકશે

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

ભારતીય સેનાએ તેમના અધિકારીઓને આપ્યો આદેશ, ફોનમાંથી ડિલીટ કરે ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિતની 89 આ એપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!