GSTV
Home » News » સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ

સરકાર બદલવા જઈ રહી છે ગ્રેજ્યુટી સાથે જોડાયેલા કેટલાક નિયમો, કર્મચારીને થશે લાભ જ લાભ

કરાર કર્મચારીઓને ગ્રેજ્યુટી મેળવવા માટે પાંચ વર્ષ સુધી નોકરી કરવામાંથી રાહત મળી શકે તેમ છે. સરકાર એવો જ કંઈક ફેરફાર કરવા જઈ રહી છે. આ ફેરફાર સામાજિક સુરક્ષા સંહિતા બિલ 2019નો ભાગ છે, જેને તાજેતરમાં લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જોકે સામાન્ય અથવા સ્થાયી નોકરી પર ગ્રેજ્યુટી માટે કમ સે કમ પાંચ વર્ષ સુધી નોકરી કરવી જરૂરી છે.

આ સંહિતાનું અધ્યાય પાંચ કહે છે કે, ઓછામાં ઓછા પાંચ વર્ષ પૂરા કરે અને નોકરી છોડે તો જ કર્મચારીને ગ્રેજ્યુટી મળશે. આ પહેલા એવી ચર્ચા હતી કે સરકાર ગ્રેજ્યુટી માટે પાંચ વર્ષ સુધી નોકરી કરવાની શરતને પૂરી કરી શકે છે. હવે લોકસભામાં રજૂ કરવામાં આવેલા બિલ મુજબ પાંચ વર્ષની સેવા પછી ગ્રેજ્યુટી મેળવવા માટે કર્મચારીને જે શરતનું પાલન કરવાનું હોય તેમાં સેવાનિવૃત્તિ અથવા રાજીનામુ, મૃત્યુ અથવા દુર્ઘટના-બીમારીના કારણે અપંગતા, કરાર પુરો થવો અથવા કેન્દ્ર સરકારે રજૂ કરેલી અધિસૂચના હેઠળના ઘટના સામેલ છે.

કરાર કરેલા કર્મચારીઓને મળશે મોટી રાહત

સામાજિક સુરક્ષા સંહિતા કહે છે કે કેટલાક કર્મચારી સતત પાંચ વર્ષનો સમયગાળો પૂરા ન થવાની સ્થિતિમાં ગ્રેજ્યુટી મેળવવા યોગ્ય ગણાશે. એટલે કે તેમને નોકરી છોડતાં જ ગ્રેજ્યુટી મળી જશે. બિલ મુજબ, કરાર કર્મચારીઓને પાંચ વર્ષ પૂરા કર્યા પહેલા જ ગ્રેજ્યુટી આપવામાં આવે તેવો પ્રસ્તાવ કર્યો હતો. એવામાં કર્મચારીઓને પ્રો-રેટા આધાર ચૂકવવામાં આવશે. એટલે જેટલી ગ્રેજ્યુટી હશે તેટલા ચૂકવવા પડશે.

50 કરોડ કામગારો પર થશે અસર

કર્મચારીઓની મૃત્યુની સ્થિતિમાં ગ્રેજ્યુટીની ચૂકવણી નામિત વ્યક્તિને કરવામાં આવશે. જો કર્મચારી દ્વારા કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિનું નામ નથી આપવામાં આવ્યું તો આ ધનરાશિ તેમના વારસદારોને આપવામાં આવશે.

ગ્રેજ્યુટીની ગણતરી કેવી રીતે થશે

દર વર્ષની સેવા પૂરી થવા પર કર્મચારીને ગ્રેજ્યુટી તરીકે સરેરાશ 15 દિવસનો પગાર ચૂકવવામાં આવશે. બિલ કહે છે કે સેવાનું એક વર્ષ પૂરું થવા પર નિયુક્ત કર્મચારીને 15 દિવસ અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા આખા દિવસનો પગાર આપવામાં આવશે.

Read Also

Related posts

Budget 2020: ઈનકમ ટેક્સમાં આ 5 રાહત આપી શકે છે સરકાર, જાણો તમને કેવી રીતે ફાયદો થશે

Ankita Trada

સોનાથી પણ ચાર ગણી વધારે મોંઘી છે આ કિંમતી ધાતુ, વિશ્વમાં વધી રહી છે માંગ

Ankita Trada

સોના કરતાં પણ વધારે કિંમતી છે આ ધાતુ, દુનિયાભરમાં તેજીથી વધી રહી છે માંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!