GSTV
Home » News » ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

ચાંદી સારૂ કંડક્ટર છે, પરંતુ સમય સાથે કાળુ પડતું જાય છે. જો કે, સોનું એવું જ રહે છે. એટલા માટે ઈલેક્ટ્રોનિક મશીનોમાં ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે અહિં આવા ઈલેક્ટ્રીક ડિવાઈસની વાત કરીશું જેમાં સોનાનો ઉપયોગ થાય છે. તો આજથી જો તમે આ ઈલેક્ટ્રીક ડિવાઈસને ફેંકી દેતા પહેલા જાણો લો કે તેમાં સોનુ ક્યા વપરાય છે. મોબાઈલ ફોન અને ટેબલેટ દરેક ફોનમાં સર્કિટબોર્ડમાં સોનુ હોય છે. વિશેષજ્ઞો પ્રમાણે, 35-40 મોબાઈલ ફોનને રિસાઈકલ કરતા એક ગ્રામ સોનું મળી આવે છે.

કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં પણ સોનું હોય છે. તેનો ઉપયોગ સર્કિટ બોર્ડ, ટ્રાન્સમીટર અને પિનોમાં થાય છે. કોમ્પ્યુટરમાં લાગેલ ઈન્ટેલ, આઈબીએમ, સમ, એચપી વગેરેની પ્રોસેસિંગ ચિપમાં પણ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. રિમોટ કંટ્રોલ નાના-મોટા દરેક પ્રકારના ઈલેક્ટ્રોનિક રિમોટ કંટ્રોલમાં સોનુ હોય છે. રિમોટની અંદર પ્લાસ્ટિક પર પ્રિટેંડ સર્કિટ બોર્ડમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. જુના સ્ટીરીયો સિસ્ટમ 1980ના દાયકમાં સ્ટીરીયો સિસ્ટમોમાં સોનાનો સારો એવો ઉપયોગ કરવામાં આવતો હતો. આજ કાલ પણ સોનુ સ્ટીરીયો સિસ્ટમમાં હોય છે.

પરંતુ બહુ ઓછા પ્રમાણમાં હોય છે. વીસીઆર, સીડી તેમ જ ડીવીડી પ્લેયર રિસાઈક્લિંગના એક્સપર્ટ આ મશીનોના સર્કિટ બોર્ડમાંથી પણ સોનુ કાઝી લે છે. સામાન્ય રીતે આનાથી નીકળતુ સોનુ બહુ જ પાતળા પડમાં હોય છે, જેને ગાળીને નવો આકાર આપવામાં આવે છે. નેવીગેશન યાત્રા કરતા સતત લો વોલ્ટેજ પર ડેટા અને સિગ્નલોને પ્રોસેસ કરવુ સરળ નથી. પરંતુ સોનાથી બનેલ અત્યંત બારીક પરત અનેસ સર્કીટ બોર્ડના ઉપયોગથી આ શક્ય બને છે.

ટેલિવિઝન અને મોનિટર ટીવી અને કોમ્પ્યુટર મોનિટર માટે સર્કિટ બોર્ડને બનાવવામાં સોનાની મદદ લેવામાં આવે છે. જુના શોર્ટવેવ રેડિયો જુના જમાનાના રેડિયો અત્યારે ભલે જોવા ન મળતા હોય, પરંતુ તેમાં પણ સારી માત્રામાં સોનું હોય છે. ચાંદી ભલે સોનાથી સારૂ કંડક્ટર હોય પરંતુ મજબૂતી અને ઘસારામાં સરળ સોનું જ રેડિયો નિર્માતાઓની પસંદ હતું. અત્યારના સમયમાં સામાન્ય લોકોમાં પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી સોનુ કાઢવાનો શોખ ખીલે છે. પરંતુ આ મશીનોમાંથી બારીકીથી સોનું કાઢવું સરળ નથી. તેના માટે ડિવાઈસ, બર્નર અને ઘણા પ્રકારના રસાયણની જરૂર પડે છે. જાણકારી વિના આમ કરવાથી નુકશાન પહોંચી શકે છે.

Read Also

Related posts

ખેરાલુમાં આ 178 ઉમેદવારોને એક કલાકનો અપાયો વધારાનો સમય, આ હતું મોટું કારણ

Nilesh Jethva

થરાદ અને ખેરાલુમાં સવારમાં ધીમા મતદાન બાદ બપોરે લાઈનો લાગી, એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર

Nilesh Jethva

સુહાગરાતે હૈવાનની જેમ બીજી પત્ની પર તૂટી પડેલા મિતુલે કહ્યું, ‘બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું?’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!