GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

ના હોય! નેગેટિવ Covid ટેસ્ટને પણ પોઝિટિવ બતાવી શકે છે આ ડ્રિંક્સ, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Covid

કોરોના વાયરસ સંક્રમણની તપાસ માટે At-home Testing kits નો ઉપયોગ વધી રહ્યો છે. ઘણીવાર લોકો કોવિડ ટેસ્ટિંગ કિટ (COVID Testing Kit)નો ઉપયોગ ઘરમાં જ કોરોના સંક્રમણની તપાસ કરવા માટે કરે છે. તેના દ્વારા જાણવા મળે છે કે તે કોવિડ સંક્રમિત છે કે નહીં, પરંતુ એક નવી સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

False Positive રિઝલ્ટ

આ નવી સ્ટડી અનુસાર, એવી કેટલીક ડ્રિંક્સ છે, જે COVID Test રિઝલ્ટ પર અસર કરે છે અને તેનાથી False Positive રિઝલ્ટ આવી શકે છે. At-home Testing kitsને લોકો બહેતર વિકલ્સ માન છે કારણ કે તેમાં અનૂકુળતા રહે છે અને તમે બહાર જવાના એક્સપોઝરથી પણ બચી શકો છો.

Covid

સંક્રમણના ખતરાથી બચવા માટે ઘણા લોકો જાહેર સ્થળો પર ટેસ્ટિંગ માટે જવા નથી માગતા. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે એવું નથી કે આ કિટ્સ ભરોસો કરવા લાયક નથી પરંતુ જો તમને નેગેટિવ નહીં, પોઝિટિવ રિઝલ્ટ જોઇતુ હોય તો તે ખૂબ જ સરળ છે. આવુ દર્શાવવુ સરળ છે.

Covid ટેસ્ટ પર ડ્રિંક્સની અસર

Infectious disease પર રિસર્ચ કરનારા રિસર્ચર્સને જાણવા મળ્યું છે કે કોવિડ 19 ટેસ્ટ પર કેટલીક ડ્રિંક્સની અસર થાય છે. જર્મનીની Tübingen University માં Tropical Medicine ને સ્ટડી કરનાર વૈજ્ઞાનિકોના એક સમૂહે તાજેતરમાં જ International Journal of Infectious Diseaseમાં આ સ્ટડીને પબ્લિશ કરી છે.

Covid

વૈજ્ઞાનિકોએ આ સ્ટડીમાં કહ્યું કે PCR COVID-19 Test હજુ પણ એક્યુરેસીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. સાથે જ સેલ્ફ ટેસ્ટિંગ કોવિડ 19 એન્ટીજન કિટ્સ પણ ઓન ટાર્ગેટ હોય છે. સ્કૂલ, વર્ક પ્લેસ, ઘરો આ તમામ જગ્યાઓ પર આવી કિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનાથી એક્યુરેટ ટેસ્ટ રિઝલ્ટ પણ આવ્યા છે પરંતુ તેની સાથે જ વૈજ્ઞાનિકોએ કહ્યું કે કેટલીક રીતો છે જેના દ્વારા આ કિટને ઉપયોગ કરનાર જો ઇચ્છે તો COVID-19 Lateral flow testને ફેબ્રિકેટ કરીને તેને પોઝિટિવ બતાવી શકે છે. તેના માટે COVID-19 Lateral flow test cassettes પર રોજ પીવામાં આવતી કોઇ ડ્રિંક નાંખી દેવામાં આવે તો તે ટેસ્ટ રિઝલ્ટ પર અસર કરે છે.

Covid

રેડ ટેસ્ટ લાઇન

રિસર્ચર્સનું કહેવુ છે કે તમામ સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક, આલ્કોહોલ, કમર્શિયલી બોડલ્ટ મિનરલ વોટર અને કાર્બોનેટેડ મિનરલ વોટર ટેસ્ટિંગ કિટ પર રેડ ટેસ્ટ લાઇન બતાવી શકે છે. કિટ પર રેડ ટેસ્ટ લાઇન પોઝિટિવ ઇંફેક્શનને બતાવે છે.

રિસર્ચર્સ અનુસાર, તેનું કારણ એ છે કે આ પાછળનું કારણ એ છે કે આ સોલ્યુશન્સમાં PH ઓલ્ટર્ડ હોય છે, જે ટેસ્ટ લાઇનમાં કોટેડ એન્ટીબોડીઝના ફંક્શનને મોડ્યુલેટ કરે છે. જો કે વૈજ્ઞાનિકોનું તે પણ કહેવુ છે કે જો At-home COVID-19 testનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેના પરિણામ એક્યુરેટ આવે છે.

Read Also

Related posts

પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત

Hina Vaja

ઓડિશા ટ્રેન અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, કેન્દ્રના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ

Kaushal Pancholi

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja
GSTV