જમાનો તો આ લોકોનો જ હો! પહેલા મજા આવે તેવું બોલી નાખો, પછી એપિસોડ ડિલિટ…

ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ બંને જાણીતા ટીવી શો ‘કોફી વિદ કરણ’માં ગયા અને સ્ત્રીઓ પરના વાંધાજનક નિવેદનો આપીને ફસાયા હતા. કરણ જોહરના શોમાં હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલ આ શોમાં પહોંચ્યા હતા અને આ શોમાં છ સીઝનમાં પહેલી વાર એવું બન્યું હતું કે કોઈ ક્રિકેટર મહેમાન તરીકે આવ્યાં હોય. હવે એવું બન્યું છે કે આ સંપૂર્ણ એપિસોડ સ્ટારનેટવર્કના ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પરથી ગાયબ થઈ ગયો છે. આનો મતલબ એ છે કે ચેનલે આ એપિસોડને ડિલિટ કરી નાખ્યો છે કારણ કે તેમાં વિવાદ વધી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર આ એપિસોડ પ્રકાશિત કરનાર હોટસ્ટારે આ એપિસોડ અપલાડ કર્યો હતો પણ હવે સર્ચ કરીએ તો નથી મળતો. સીધા જ હોટસ્ટાર પર જતા કરણ જોહરના શોના અન્ય એપિસોડ હાજર છે પરંતુ આ બે ક્રિકેટરોનો આ એપિસોડ ખૂટે છે. 10મી જાન્યુઆરીના રોજ આ એપિસોડ 9 વાગ્યા સુધી હાજર હતો. હવે, સોશિયલ મીડિયા પર લોકો આ લિંક પર ટિપ્પણી કરી રહ્યા છે, શા માટે આ એપિસોડ દૂર કરવામાં આવ્યો છે એવા સવાલો પણ થઈ રહ્યા છે.

હોટસ્ટારએ એપિસોડને દૂર કર્યો છે. પરંતુ 10 જાન્યુઆરીએ ક્રિકેટ બોર્ડે બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરવાની તૈયારી કરી છે. બંનેને 2-2 મેચમાં પ્રતિબંધ હોવાનું માનવામાં આવે છે. તેમજ હાર્દિક પંડ્યાએ માફી માંગી છે કે “કોઈને દુઃખ આપવા માટે મેં કોઈને પણ એવું કહ્યું નથી. શોના મૂડમાં આવીને હું બધુ બોલી ગયો હતો. જો મે કોઈને દુઃખ પહોંચાડ્યું છે, તો મને માફ કરો. “

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter