GSTV
Home » News » દુનિયાના દેશોમાં ફ્રી છે પબ્લિક ટ્રાંસપોર્ટ, હવે દિલ્હીમાં પણ થઈ રહી છે તૈયારી

દુનિયાના દેશોમાં ફ્રી છે પબ્લિક ટ્રાંસપોર્ટ, હવે દિલ્હીમાં પણ થઈ રહી છે તૈયારી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરી દિલ્હીની મહિલાઓને ભેટ આપી છે. બહુ જલદી દિલ્હીમાં મહિલાઓ ડીટીસી, ક્લસ્ટર બસો અને મેટ્રોમાં મફતમાં સફર કરી સકશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આર્થિક રીતે સક્ષમ મહિલાઓ ટિકિટ ખરીદે, જેથી સબસિડીનો બોજ વધે નથી. ઓફિસરોને આદેશ આપવામાં આવ્યા છે કે, આ અંગે પ્રસ્તાવ બનાવીને લાવે કે બસો અને મેટ્રોમાં તેનું કેવી રીતે પાલન કરી શકાય પરંતુ દિલ્હીના કેટલાંય એવા દેશો છે જે પબ્લિક ટ્રાન્પોર્ટ એકદમ ફ્રી છે.

લગ્જમબર્ગ

જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોથી ઘેરાયેલો લગ્જમબર્ગ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દરેક લોકો માટે ફ્રિ થઈ જશે. આ યોજના માર્ચ 2020થી લગ્જમબર્ગમાં લાગુ થવા જઈ રહી છે. આ યૂરોપનો સૌથી નાનો દેશમાંનો એક છે પરંતુ અહિ ભયેકર જામ લાગે છે. અહીંની આબાદી માત્ર 6,02,000 છે.

ટાલિન, એસ્ટોનિયાની રાજધાની

બાલ્ટિક સમુદ્ર અને ફિનલેંડની ખાડીની બોર્ડર પર આવેલુ એસ્ટોનિયાની રાજધાની ટાલિનમાં 5 વર્ષ પહેલા વર્ષ 2013મા સફત પબ્લિક ટ્રાંસપોર્ટ લાગુ કરી હતી. લોકોને ફ્રિ ટ્રાંસપોર્ટ મુદ્દે વોટિંગ કરાવવામાં આવી હતી. જેના પર 75 ટકા લોકોએ હા પાડી હતી. તેઓને માત્ર શહેરના નાગરિક તરીકે રજિસ્ટર કરાવવાના હતા અને ગ્રીન કાર્ડ માટે 2 પાઉંડ ચુકવવાના હતા પરંતુ એસ્ટોનિયાના અન્ય હિસ્સાઓથી આવનાર લોકો અને સહેલાણીઓ માટે ટ્રાંસપોર્ટના ઉપયોગ માટે પૈસા ચુકવવા પડતા હતા. આ સ્કિમ એટલી પ્રખ્યાત થઈ કે સરકાર હવે આખા દેશમાં આ સ્કિમ લાગુ કરવાનુમ વિચારી રહી છે.

બેલ્જિયમના હસ્સેલ્ટ

બેલ્જિયમના એક રાજ્યની રાજધાની હસ્સેલ્ટ છે. અહિં પબ્લિક ટ્રાંસપોર્ટમાં ભાડુ વર્ષ 1997મા જ પુરુ કરી દીધુ હતુ. જેના કારણે 2006 સુધી લોકોની સંખ્યા 13 ગણી વધી ગઈ. આ સ્કિમને પુરી કરી દીધી પરંતુ અત્યારે 19 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે મફત સવારી કરી શકે છે.

જર્મની પણ તૈયારીમાં

જર્મનીની સરકાર સૌથી પ્રદુષિત શહેરોમાં પબ્લિક ટ્રાંસપોર્ટને ફ્રિ કરવાની યોજનાઓ બનાવી રહી છે. જેથી વધુમાં વધુ લોકો પોતાનું વાહન છોડી પબ્લિક ટ્રાંસપોર્ટમાં સફર કરે આ યોજના માટે જર્મનીના સૌથી પ્રદુષિત શહેરોને નક્કિ કરવામાં આવ્યા છે. વધતા વાયુ પ્રદુષણ માટે જર્મની પર યૂરોપીયન યૂનિયન ખુબ જ દબાવ બનાવી રહ્યું છે. આ માટે પેન્લટી લગાવવાની ચેતવણી આપી છે.

READ ALSO

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!