GSTV
News Trending World

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ

ટેકસ કે કર એ કોઇ પણ દેશની આવકનો સ્ત્રોત છે. ટેકસની આવકમાંથી જ નાગરીકોને સુવિધા આપવામાં આવે છે અને દેશનો પણ વિકાસ થાય છે. દરેક દેશનું પોતાનું આગવું  કર માળખું હોય છે જે આર્થિક અને સામાજીક પરીસ્થિતિ પર આધારિત હોય છે. ભારતની વાત કરીએ તો આવકવેરો ભરવાના જુદા જુદા સ્લેબ છે જે વ્યકિતની આવક પ્રમાણે નકકી થાય છે થોડાક સમય પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થયું જેમાં આવક વેરામાં ૭ લાખ રુપિયા સુધીની છૂટ આપવામાં આવી હતી. જો કે દુનિયામાં એવા દેશો પણ છે જયાં લોકો પાસેથી એક પણ રુપિયો ટેકસ પેટે વસૂલવામાં આવતો નથી. 

(૧) ધ બહમાસ– ઉત્તર અમેરિકાના મહાદ્વીપમાં કેરેબિયન ક્ષેત્રમાં આવેલા આ દેશની  ખાસિયત છે કે કોઇ પણ પ્રકારનો ટેકસ ભરવો પડતો નથી. અંદાજે ૪ લાખની વસ્તી ધરાવતા ટાપુ દેશ પ્રતિ વ્યકિત ૩૨૪૦૮ ડોલર આવક ધરાવે છે. ૨૯ મોટા દ્વીપ અને નાના ૨૬૫૨ ટાપુઓની સુંદરતા અને ખૂશનૂમા આબોહવા પ્રવાસીઓને આકર્ષતી રહે છે. દુનિયાભરના પ્રવાસીઓ આવવાથી આ દેશને હુંડિયામણ મળે છે.  બહમાસ ટેકસમુકત હોવાથી બેન્કિંગ ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. ઓફ શોર નાણાનું પણ મોટુ કેન્દ્ર ગણાય છે.

(૨) યુએઇ. સંયુકત અરબ અમિરાત ખાડી ક્ષેત્રમાં સૌથી અમીર દેશોમાંનો એક છે. આ દેશની અર્થ વ્યવસ્થા ક્રુડ ઓઇલ અને ટૂરિઝમના કારણે ખૂબજ મજબૂત છે. ૨૦૨૧ની માહિતી મુજબ ૪૧૫ બિલિયન યુએસ ડોલરની જીડીપી ધરાવે છે. આથી જ તો આ દેશમાં લોકોને ઇન્કમટેક્ષમાં રાહત આપવામાં આવી છે. જો કે  આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનો દેશ બનાવવા માટે આ દેશ ૨૦ ટકા જેટલો કોર્પોરેટ ટેક્ષની હિલચાલ પણ શરુ થઇ હતી. 

(૩) બહેરીન– જંબુદ્વીપ પર આવેલા બહેરીનમાં સરકારને બંધારણની રીતે જ રાજાશાહી માનવામાં આવતી હોવાથી દેશનો રાજા જ રાષ્ટ્રનો વડો બને છે. બહેરીન અનેક બહુરાષ્ટ્રીયન કંપનીઓ સાથેની વિવિધ અર્થ વ્યવસ્થા ધરાવે છે. અર્થ વ્યવસ્થાનો મોટો હિસ્સો ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર આધારિત છે.

એલ્યૂમિનિયમ, લોખંડ ઉધોગ, ખાતર ઉત્પાદન, ઇસ્લામિક બેંકો ઉપરાંત ઓફશોર બેંન્કિગ વીમા. જહાજ અને પર્યટન પણ આવક રળી આપે છે. કૃષિક્ષેત્રનો વિકાસ ઓછો થયો છે સકલ ઘરેલુ ઉત્પાદન ૧૪.૦૮ બિલિયન જયારે માથાદીઠ ૨૦૫૦૦ ડોલર કરતા વધુ આવક ધરાવે છે. આ અરબ દેશમાં વ્યકિતગત કર માળખાની કોઇ જ જોગવાઇ નથી. 

(૪) બુ્નેઇ– સાઉથ ઇસ્ટ એશિયામાં આવેલું  બુ્રનેઇ  ઇસ્લામિક કિંગડમ માટે જાણીતું છે. બુ્નેઇના  સુલતાનના  વૈભવ અને સોનાના મહેલના લીધે આ દેશ હંમેશા ચર્ચામાં રહયો છે.  ૪.૫૦ લાખની વસ્તી ધરાવતો દેશ માથાદિઠ ૨૪૮૨૬ ડોલરની આવક ધરાવે છે. બુ્રનેઇમાં રિંગગિટનો વેપાર વાણીજય માટે ઉપયોગ થાય છે. સિંગાપુર ડોલરનો પણ બહોળો ઉપયોગ થાય છે. બંને મુદ્રા લગભગ એકસરખું મૂલ્ય ધરાવે છે. તેલના વિશાળ ભંડાર ધરાવતા બુ્રનેઇમાં રાજાશાહી પ્રજા પર કોઇ પણ પ્રકારના કરબોજ નાખતી નથી.

(૫) કેમેન આઇસલેન્ડ –  ઉત્તર અમેરિકા મહાદ્વીપના કેરેબિયન ક્ષેત્રમાં કેમેન આઇલેન્ડ  આવેલો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વેકેશન ગાળવા આવતા હોવાથી કરોડો ડોલરનું હુંડિયામણ મળે છે. અઢળક આવક  આ ટાપુ દેશના વહિવટ અને વિકાસ માટે પુરતી હોવાથી વધારાનો કોઇ પણ ટેકસની જરુર પડતી નથી. ટેકસ ફ્રી હોવાથી કેમેન આઇલેન્ડના રસ્તે ભારત જેવા વિવિધ દેશોમાં એફડીઆઇ રોકાણ પણ આવતું રહે છે. આ ટાપુ દેશ કરચોરો માટે પણ આશ્રય સ્થાન ગણાતો રહયો છે. 

(૬) ઓમાન –  ખાડી દેશોમાં યુએઇ અને બહેરીનની માફક ઓમાન પણ આર્થિક દ્વષ્ટ્રીએ સમૃધ્ધ દેશ છે. ઓઇલ અને ગેસ સેકટર મજબૂત હોવાથી આર્થિક ભંડારો ભરાયેલા રહે છે. ઓમાનમાં વિવિૅધતાપૂર્ણ  અર્થ વ્યવસ્થા જોવા મળે છે. ખનીજ ઇંધણ અને ગેસ કુલ નિકાસનો ૮૫ ટકા હિસ્સો ધરાવે છે.

ખજૂર.લીંબુ સહિતના કેટલાક ખેતીપાકો ઉગાડાય છે પરંતુ ખેતીનું પ્રમાણ ૧ ટકાથી વધારે નથી. આ ટેકસ ફ્રી દેશની દુનિયાના અમીર દેશોમાં ગણતરી થાય છે. જો કે કોર્પોરેટ ટેકસ ૧૨ થી ૧૫ ટકા જેટલો આપવો પડે છે.  પ્રવાસ અને પર્યટનની દ્વષ્ટીએ પણ ઓમાન આકર્ષણનું કેન્દ્ર રહયો છે.

(૭) કુવૈત – અરબ દેશોની સમૃધ્ધિ ક્રુડ ઓઇલ ઇકોનોમિ પર આધારીત છે તેમાં કુવૈત મોખરે છે.  ઇન્કમટેક્ષમાં લોકોને રાહત છે પરંતુ દેશવાસીઓએ સોશિયલ ઇન્શ્યોરન્સમાં યોગદાન આપવું પડે છે. વ્યકિતગત આવકવેરા ઉપરાંત કોર્પોરેટ ટેકસ પણ વસૂલવામાં આવતો નથી. તેલના ભંડાર બાબતે કુવૈત દુનિયામાં પાંચમો સૌથી સમૃધ્ધ દેશ છે.

પ્રતિ વ્યકિત આવકની વાત નિકળે ત્યારે દુનિયામાં ૧૧મું સ્થાન ધરાવે છે. કુવૈતની ૯૫ ટકા નિકાસ અને ૮૦ ટકા રાજસ્વ તેલ અને તેના ઉત્પાદનોમાંથી મળે છે. કુવૈતમાં ૧૯૩૦માં પ્રથમવાર ક્રુડ ઓઇલ ખનનની શરુઆત થઇ હતી. ૧૯૬૧માં યુનાઇટેડ કિંગડમથી આઝાદ થયા પછી ખનનમાં અભૂતપૂર્વ વધારો થતો રહયો છે. 

(૮) કતાર – આ અરબ દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ અને ઇકોનોમિ ધરાવે છે. વેપાર વાણીજયમાં પાવરધા દેશમાં સમૃધ્ધિની છોળો ઉડે છે. ક્રુડ ઓઇલ ઉપરાંત સર્વિસ બિઝનેસ પણ આવકનો સ્ત્રોત છે. કતાર દેશના મૂળ નાગરિકો ખૂબજ સુખી છે. બહારથી આવનારા મજૂરો અને કારીગરોની સંખ્યા મૂળ વસ્તી કરતા વધારે છે. 

અહીંયા કેપિટલ ગેન્સ કે ઘન સંપતિ ટ્રાન્સફર કરવાના કિસ્સામાં કોઇ પણ પ્રકારનો ટેકસ વસૂલવામાં આવતો નથી. જોકે દુનિયામાં સૌથી વધુ ક્રુડ ઓઇલ નિકાસ કરતો કતારનો પાડોશી દેશ સાઉદી અરબ ટેકસ ફ્રી છે પરંતુ સોશિયલ સિકયોરિટી પેમેન્ટસ અને કેપિટલ ગેઇન ટેકસ નાગરિકો પાસેથી લેવામાં આવે છે.

(૯) માલદિવ– ભારત જ નહી દુનિયા ભરના લોકો માલદીવના ક્રિસ્ટલ કલીયર દરિયાકાંઠે ફરવા માટે આવે છે. દુનિયાના બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં ગણાતા આ દેશની ઇકોનોમિ વિદેશી હુંડિયામણથી મજબૂત બને છે. આવકનો મોટો સ્ત્રોત પ્રવાસન માંથી મળતો હોવાથી નાગરીકોએ સરકારને ટેકસ આપવો પડતો નથી. દુનિયામાં આર્થિક મંદી કે કોરોના મહામારીની અસર આ ટાપુ દેશની પ્રવાસન આવક પર થાય છે. દરિયાની સપાટીથી સૌથી નીચે વસેલા આ ટાપુ દેશ માટે કલાયમેટ ચેન્જ જોખમ બનીને ઉભું છે.

(૧૦) મોનાકો – પશ્ચિમ યુરોપમાં આવેલો મોનાકો ખૂબ નાનો દેશ છે. કુલ ક્ષેત્રફળ ૨.૦૨ વર્ગ કિમી છે જયારે વસ્તી ૩૫૦૦૦ આસપાસ છે. વેટિકન સિટી પછી દુનિયામાં બીજા ક્રમનો સૌથી નાનો દેશ છે.  ક્ષેત્રફળની સરખામણીમાં દુનિયાનો ખૂબ નાનો પરંતુ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. પ્રવાસ અને મનોરંજન માટે જાણીતા મોનેકોની ઓળખ ટેકસ હેવન તરીકેની વધુ છે. આ દેશનું સકલ ઘરેલુ ઉત્પાદન ૮૭૦ મીલિયન ડોલર જયારે માથાદિઠ આવક ૨૭૦૦૦ ડોલર કરતા પણ વધારે ધરાવે છે

Related posts

શું કર્ણાટક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જશે?

Hina Vaja

સાઉદી અરેબિયાની જેલમાં 19 વર્ષ માટે કેદ અમેરિકી નાગરિક મુક્ત, 2021માં સાઉદી અરેબિયાની પોલીસે કરી હતી ધરપકડ

Kaushal Pancholi

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

HARSHAD PATEL
GSTV