GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

સીબીઆઈના આ સવાલો પી. ચિદમ્બરમને કોર્ટમાં પડ્યા ભારે, 3 વકીલોની ફૌજ પણ જેલ જતા ના રોકી શકી

દિલ્હીમાં રાઉજ એવેન્યુ કોર્ટમાં આઈએનએક્સ મીડિયા ગોટાળા મામલે સુનાવણી થઈ. સીબીઆઈનો પક્ષ રાખીને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આઈએનએક્સ મીડિયા ગોટાળા સાથે જોડાયેલા દસ્તાવેજોને સામે રાખીને ચિદમ્બરમની પૂછપરછ કરાશે. તેમણે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દેનાર દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને કોર્ટ સમક્ષ રજૂ કર્યો.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આરોપપત્ર દાખલ કરવાનું બાકી છે. અને અમને તે સામગ્રીની જરૂર છે જે ચિદમ્બરમ પાસે છે. ગંભીર અપરાધ કરાયો છે. કેટલાક જવાબ મેળવવા માટે કસ્ટડી પૂછપરછની જરૂર છે. જેથી પ્રભાવી તપાસ થઈ શકે. લેવડ-દેવડની ખબર પડે અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ચિદમ્બરમને કસ્ટડીમાં લઈ પૂછપરછ જરૂરી છે. ગોટાળામાં નાણાકીય લેવડ-દેવડ કરાઈ હતી અને તેની તપાસ કરવી જરૂરી છે.

આઈએનએક્સ મીડિયા ગોટાળો ગંભીર અને મોટો મામલો છે. આઈએનએકસ મીડિયાએ ખોટી રીતે એફડીઆઈ વસૂલ કરી છે. જે એફઆઈપીબીના નિયમોનું ઉલ્લંઘન છે. ચિદમ્બરને કારણે આઈએનએક્સ મીડિયાને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે. જે બાદ કંપનીએ બીજી કંપનીઓને પણ પૈસા આપ્યા છે. લગભગ પાંચ મિલિયન ડોલર કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલી કંપનીઓને અપાયા. પી.ચિદમ્બરમે પદનો દુરૂપયોગ કર્યો. કોઈ વ્યક્તનનું મૌન રહેવું તેનો અધિકાર છે. પરંતુ જાણીજોઈને સવાલોને ટાળવા એ ખોટું છે. તેતી તપાસ આગળ વધારવા માટે પી.ચિદમ્બરમની કસ્ટડી જરૂરી છે. સીબીઆઈએ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા. આ પાંચ દિવસમાં સીબીઆઈ પી.ચિદમ્બરમ અન્ય સાક્ષીઓ અને મામલા સાથે જોડાયેલા લોકોને મેળવશે.

SG તુષાર મહેતાએ કરેલી દલીલો

  • ગંભીર અપરાધ, કેટલાક જવાબ મેળવવા માટે કસ્ટડી પૂછપરછની જરૂર
  • લેવડ-દેવડની ખબર પડે અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ચિદમ્બરમની કસ્ટડી પૂછપરછ જરૂરી
  • ગોટાળામાં નાણાકીય લેવડ-દેવડ કરાઈ હતી અને તેની તપાસ કરવી જરૂરી
  • આઈએનએકસ મીડિયા ગોટાળો ગંભીર અને મોટો મામલો
  • આઈએનએGસ મીડિયાએ ખોટી રીતે એફડીઆઈ વસૂલ કરી, જે એફઆઈપીબીના નિયમોનું ઉલ્લંઘન
  • ચિદમ્બરને કારણે આઈએનએકસ મીડિયાને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો
  • કંપનીએ બીજી કંપનીઓને પણ પૈસા આપ્યા
  • લગભગ પાંચ મિલિયન ડાલર કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલી કંપનીઓને અપાયા
  • પી.ચિદમ્બરમે પદનો દુરુપયોગ કર્યો
  • કોઈ વ્યિGતનું મૌન રહેવું તેનો અધિકાર પરંતુ જાણીજોઈને સવાલોને ટાળવા એ ખોટું
  • તપાસ આગળ વધારવા માટે પી.ચિદમ્બરમની કસ્ટડી જરૂરી

આઈએનએક્સ મીડિયા ગોટાળા કેસમાં આરોપી પી.ચિદમ્બરમને સીબીઆઈ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ચિદમ્બરના 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીબીઆઈએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો સંભળાવ્યો. ત્યારે ચિદમ્બરમ 26 ઓગસ્ટ સુધી કર્ટડીમાં રહેશે.. ચિદમ્બરમને કોર્ટ રૂમમાંથી જ સીધા વકીલ દરરોજ 30 મિનિટ માટે ચિદમ્બરમને મળી શકશે. તેમના પરિવારજનો પણ દરરોજ માત્ર 30 મિનિટ સુધી મળી શકશે.

કોર્ટરૂમ નાનો પડતા ચિદમ્બરમે કર્યુ વ્યંગ

રાઉજ એવન્યૂ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. સીબીઆઇ જજ પાસે પી.ચિદમ્બરમની પાંચ દિવસનની રિમાન્ડની માગ કરી છે. આ રિમાન્ડ ચિદમ્બરમની પુછપરછ કરવા માટે માગવામાં આવી છે. આ પાંચ દિવસમાં સીબીઆઇ ચિદમ્બરમને અન્ય સાક્ષીઓ અને કેસ સાથે સંકળાયેલા લોકો સાથે મુલાકાત કરાવશે. સીબીઆઇએ પી.ચિદમ્બરમને રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર કરી દીધા છે. ચિદમ્બરમને કોર્ટનાં કઠેડામાં ઉભા કરવામાં આવ્યા છે. કઠેડામાં ઉભા કરાયા બાદ ચિદમ્બરમે કોર્ટ રૂમ નાનો હોવા બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. માત્ર આટલું જ નહિં પરંતુ તેમને લાગ્યું કે અદાલત થોડી મોટી હશે.

READ ALSO

Related posts

ઘાતક વાયરસ: અમદાવાદમાં કેસોનો ડબલિંગ રેટ ઘટીને 25 દિવસ થયો, કોરોનાનો અંકુશમાં આવતો વ્યાપ

pratik shah

જીવનજરૂીયાત વસ્તુની ઉંચી કિંમત વસૂલતા 1,100 વેપારીઓ ઝડપાયા, રૂ 2.21 લાખનો દંડ કર્યો વસૂલ

pratik shah

કોરોનાનું વિષચક્ર: દેશભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 લાખથી વધુ નોંધાઈ, ઘાતક વાયરસ 4 હજારથી વધુને ભરખી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!