દેશની સૌથી મોટી ઓટો મોબાઈલ કંપની Maruti Suzuki નવા વર્ષ પર પોતાના ગ્રાહકોને કાર પર જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. કાર ઉત્પાદક કંપનીઓ કારના વેચાણને વધારવા માટે વર્ષના અંતમાં હંમેશા આકર્ષક છુટ અને ફાયદો આપે છે, પરંતુ ઓટો સેક્ટરમાં છવાયેલી મંદીના કારણે કંપનીઓ નવા વર્ષ પર ડિસ્કાઉન્ટ આપવા માટે મજબૂર થઈ ગઈ છે.

કંપની આ બધી જ કાર પર એક્સચેન્જ ઓફર, કોર્પોરેટ બોનસ અને કંજ્યુમર ડિસ્કાઉન્ટ જેવા ઓફર મળી રહ્યા છે. જો કે, અલગ અલગ ડિલરોની ત્યાં ઓફરમાં બદલાવ આવી શકે છે. કાર ખરીદતા પહેલા શોરૂમ પર આપવામા આવતા ઓફર્સ વિશે જાણકારી જરૂરથી મેળવી લેજો. તો ચાલો જાણીએ મારૂતિ સુજુકીની કંઈ કાર પર મળે છે કેટલું ડિસ્કાઉન્ટ.


Maruti Suzuki Wagon R
મારૂતિ પોતાની હોટકેક કાર સુજુકી વેગન-આર પર 32,500 રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 10 હજાર રૂપીયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપીયાનું એક્સચેન્જ બોનસ અને 2,500 રૂપીયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.

Maruti Suzuki Eeco
મારૂતિ પોતાની લોકપ્રિય MPV (મલ્ટી પર્પઝ યુટિલિટી વ્હિકલ) મારૂતિ સુઝુકી ઈકો પર 37,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કારની ખરીદી પર કંપની 15 હજાર રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 20 હજાર રૂપીયાનું એક્સચેન્જ બોનસ અને 2 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Maruti Suzuki Celerio (Petrol)
મારૂતિ સુજુકી સેલેરિયો કાર પર કુલ 42 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર પર 25 હજાર રૂપીયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપીયાની એક્સચેન્જ ઓફર અને 2 હજાર રૂપીયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Maruti Suzuki Alto
મારૂતિ સુજુકી અલ્ટો પર કુલ 43 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં 25 હજાર રૂપીયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપીયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપીયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

Maruti Suzuki Alto K10
મારૂતી સુજુકી અલ્ટો K10 કાર પર પણ કંપની કુલ 43 હજાર રૂપીયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં 25 હજાર રૂપીયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપીયાનું એક્સચેન્જ બોનસ અને 3 હજાર રૂપીયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Maruti Suzuki Celerio (CNG)
મારૂતિ સુજુકી સેલેરિયોના CNG વેરિએન્ટ પર 47 હજાર રૂપીયા સુધીનુમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપની આ કાર પર 30 હજાર રૂપીયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપીયાનું એક્સચેન્જ બોનસ અને 2 હજાર રૂપીયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો