PM નરેન્દ્ર મોદીના કાફલામાં સામેલ છે આ ઉચ્ચ દરજ્જાની કારો, જુઓ PHOTOS

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા મહત્વપૂર્ણ છે, તે બધા જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સૌથી સુરક્ષિત કારોમાં પ્રવાસ કરે છે. તેમના કાફલામાં સામેલ બધી કાર આર્મ્ડ કાર હોય છે. આવો જણાવીએ કઈ કાર વડાપ્રધાનને સુરક્ષિત રાખે છે.

BMW 7-Series High Security

આ કારનું નામ BMW 7-Series High Security છે, એટલેકે આ કાર એક ઊંચા દરજ્જાની બુલેટ-પ્રુફ આર્મ્ડ સેડાન કાર છે, જેણે વડાપ્રધાનના કાફલામાં રહેલી મહિન્દ્રાની સ્કોર્પિયોનું સ્થાન લીધુ છે. કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે, જોકે, મોદીના કાફલામાં આવી ત્રણ કાર સામેલ છે, પરંતુ બાકીની બે કાર ફક્ત એક ચાલ છે.

Tata Safari

ભારતમાં નેતા હોય અને તેની પાસે ટાટાની સફારી ના હોય તેવુ શક્ય જ નથી. તેથી મોદીના કાફલામાં આ કારનો સિગ્નલ જેમર તરીકે પ્રયોગ કરવામાં આવે છે. સફારી કારને કાફલાની ખૂબ જ નજીક જોઈ શકાય છે. આ કારની ચાટ પર લાગેલા હાઈ-ટેક જેમર્સ આ વાતને નક્કી કરે છે કે મોદીની આજુબાજુ કોઈ રિમોટ કંટ્રોલ જેવી કોઈ ચીજ તો નથી ને.

Mahindra Scorpio

મહિન્દ્રાની આ કાર વડાપ્રધાનની પહેલા સત્તાવાર ગાડી રહેતી હતી. જેની જગ્યા હવે BMW 7ને લીધી છે. જોકે, આ કારને અત્યારે પણ મોદીના કાફલાના અંતમાં જોઈ શકાય છે. કારણકે આ કાર આર્મ્ડ નથી તેથી તેને સપોર્ટ સ્ટાફ ચલાવે છે.

Toyota Innova

ટોયોટાની આ કાર એક શાનદાર એમયૂવી છે, જેનો કેટલાંક રાજ્યોની પોલીસ પણ ઉપયોગ કરે છે. મોદીના કાફલામાં આ કાર સૌથી આગળ ચાલે છે.

Land Rover Range Rover Vogue

રેન્જ રોવર કારને એક દમદાર લગ્ઝરી કારનું નામ આપીએ તો અયોગ્ય લાગશે નહીં. આ કારમાં મળતુ સનરૂફનુ ફીચર તેને સારું લુક તો આપે છે તો સાથે જ તેના દ્વારા વડાપ્રધાન દેશની જનતાનું સહેલાઈથી અભિવાદન ઝીલી શકે છે. મોદીના કાફલામાં આ કારનો રંગ કાળો છે, આ કારને ઘણી વખત રોડ શો દરમ્યાન પણ દેખાઈ છે.

BMW X5

વડાપ્રધાનના કાફલામાં 8 BMW X5ની કાર છે, જે મોદીની સૌથી મહત્વની કારની આજુબાજુ ઘેરો બનાવે છે. આ બધી આર્મ્ડ કાર છે, આ કારની વિશિષ્ટ વાત એ છે કે તેમાં કાફલામાં સામેલ અન્ય કારની જેમ માર્કિગ નથી હોતું, જેના કારણે આ કાર ટ્રાફિકમાં સરળતાથી નિકળી જાય છે, સાથે જ તેમાં અપાયેલા કેમોફ્લાજ ફ્લેશર્સ કાફલા દરમ્યાન ટ્રાફિક ખાલી કરાવતા રહે છે.

Toyota Fortuner

ટોયોટાની આ કાર ભારતની સૌથી દમદાર એસયૂવી છે. કંપનીએ આ કારનું નવુ વર્ઝન થોડા સમય પહેલા લોન્ચ કર્યુ જે જોવામાં આકર્ષક છે. મોદીજીના કાફલામાં ઘણી બધી ફોર્ચ્યુનર કાર સામેલ છે. ટોયોટાની આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં તૈયાર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter