GSTV
Home » News » બોલ્ડ સીન આપવામાં આ 5 હિરોઈનને થઈ હતી સમસ્યા, એક ને માએ કરી હતી મદદ

બોલ્ડ સીન આપવામાં આ 5 હિરોઈનને થઈ હતી સમસ્યા, એક ને માએ કરી હતી મદદ

બોલીવુડની ફિલ્મોમાં ઘણી વાર બોલ્ડ દ્રશ્યો આપવામાં આવે છે. ત્યારે આ દ્રશ્યો સ્ક્રીન પર આરામદાયક લાગે છે. પરંતુ શૂટિંગમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આ કારણે અભિનેતા-અભિનેત્રી ખૂબ જ મુશ્કેલી પડે છે. ઉલ્લેખનીય છે કે આજે અમે તમને એવી 5 અભિનેત્રીઓની વાત કરવાનાં છીએ કે જેઓ બોલ્ડ સીન શૂટ કરવામાં મુશ્કેલી અનુભવી હતી.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપરાની ક્વોન્ટિકો પણ ખૂબ ચર્ચામાં રહી હતી કારણ કે દેસી ગર્લે આ ફિલ્મમાં ઘણાં બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. જ્યારે પ્રિયંકાએ ‘ક્વોન્ટિકો’ માં એફબીઆઈ એજન્ટની ભૂમિકા ભજવી હતી. જેમાં પ્રિયંકાનું નામ એલેક્સ પેરિશ હતુ. ત્યારે આ ટીવી શોના પ્રમોશન દરમિયાન પ્રિયંકાએ બોલ્ડ દ્રશ્ય વિશે ઘણી વાતો કરી હતી. સુત્રોનાં અહેવાલ અનુસાર પ્રિયંકા પોતે બોલ્ડ દ્રશ્યથી ખુબ અસ્વસ્થ હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે તકનિકી રીતે આ દ્રશ્યમાં ફક્ત વાત કરવાની હતી. જ્યારે વાતચીત દરમ્યાન તેને હીરોની નજીક જવાનું અને ઘણાં બોલ્ડ દ્રશ્યો આપવાના હતા.

સની લીઓની

રાગિની એમએમએસ 2 માં સની લીઓની માટે શાવર દ્રશ્ય શૂટ કરવું સરળ ન હતું. સૌ પ્રથમતો અભિનેતાને સની સાથે શૂટ કરવા માટે શરમ આવી રહી હતી.પરંતુ પાછળથી જ્યારે બાથરૂમની અંદર સીન શૂટની શરૂઆત કરવામાં આવી તો કેમેરામેનની સાથે દસ-બાર લોકોની ટીમ નાના રૂમમાં આવ્યા હતા. તે દરમ્યાન સની લીઓનીને પણ શરમ આવી હતી. પરંતુ તેમણે બધાનું ધ્યાન હટાવીને તે સીનને શૂટ કર્યો હતો.

એશ્વર્યા રાય


રણબીર કપૂર અને એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કીલ’ માં એક બોલ્ડ દ્રશ્ય હતું. પરંતુ તેમને શૂટ કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રણબીરે કહ્યું હતું કે એશ્વર્યા સાથે આવા દ્રશ્યો કરતી વખતે શરમ અનુભવાતી હતી અને તેમના હાથ પણ કાંપતા હતા. પરંતુ એશ્વર્યાએ તેમને સમજાવાતી હતી કે યોગ્ય રીતે એકટીંગ કરો આપણે અભિનય જ કરી રહ્યા છીએ. ત્યાર પછી રણબીર એશ્વર્યાના ગાલોને સ્પર્શ કરી શકતા હતા.

ઝરીન ખાન


ઝરીન ખાને પહેલી ફિલ્મ ‘વીર’ માં સાદગીથી લોકોને પોતાની દિવાના બનાવ્યા હતા. પરંતુ ‘હેટ સ્ટોરી 3’ માં ઝરીને ખૂબ જ બોલ્ડ દ્રશ્ય આપ્યા હતા. એક ખાનગી મુલાકાત દરમિયાન ઝરીનએ કહ્યું કે જ્યારે તેને ફિલ્મ વિશે ખબર પડી ત્યારે તેઓ ખૂબ મૂંઝવણમાં હતા. ત્યારે તે સમયે તેણીએ તેની માતાને તેના મિત્ર તરીકે માની અને તેમની સાથે તેની મૂંઝવણ શેર કરી હતી. ત્યારે તેમની માતાએ ઝરીનની હિંમત વધારીને કહ્યું આ બધું હવે સામાન્ય છે.

મલ્લિકા શેરાવત

બૉલીવુડની અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઘણી ફિલ્મોમાં બોલ્ડ દ્રશ્ય આપ્યા હતા. પરંતુ ‘ડર્ટી પોલિટિક્સ’ માં અભિનેતા ઓમ પુરી સાથે બોલ્ડ દ્રશ્ય આપતી વખતે ખુબ તકલીફ થઈ હતી. એક મુલાકાત દરમ્યાન મલ્લિકાને પૂછવામાં આવ્યું કે તે ઓમપુરી સાથે બોલ્ડ દ્રશ્ય આપવા માટે તેઓ કેટલા તૈયાર હતા. ત્યારે તેણે જણાવ્યું કે હું કમ્ફર્ટ નહોતી પરંતુ તેમણે મને આ બોલ્ડ દ્રશ્ય આપવા માટે મારું મનોબળ વધાર્યું હતું .

READ ALSO

Related posts

મીટૂ પર કૃતિ સેનને ખોલી બોલીવૂડની પોલ, કહ્યું લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે

Kaushik Bavishi

અમિતાભ બચ્ચને વીડિયો શેર કરી ડોટર્સ ડેની આપી શુભેચ્છા, ઈમોશનલ થયા બિગ બી

Kaushik Bavishi

પીળા રંગની શોર્ટ ડ્રેસમાં કેટરીના કૈફ લાગી રહી હતી એકદમ સ્ટાઈલીશ, જુઓ તેનાં PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!