GSTV
Home » News » જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

જો તમારા શરીરમાં આ લક્ષણો દેખાઈ રહ્યાં છે તો તમારી કીડની ખરાબ થઈ રહી છે

કિડનીની માનવ શરીરમાં ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. કિડની શરીરમાં લોહી સાફ કરે છે અને તેમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે પરંતુ આજકાલ લોકોની ખોટી જીવનશૈલી અને આદતોને કારણે કિડની પર અસર થવા લાગી છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન આ માટે જવાબદાર છે પરંતુ શરીરના બાકીના ભાગો અસર થવા માંડે છે. તે જ રીતે જો કિડની ખરાબ થવાનું શરૂ થાય છે અથવા તો તેના લક્ષણો દેખાવાનું શરૂ કરે છે. તો જાણી લો કે કયા લક્ષણોથી બચી શકાય છે.

પેશાબમાં લોહી

આ સમસ્યા આમપણ ખૂબ ગંભીર છે. જો કોઈને પેશાબ કરતી વખતે રક્તસ્રાવ થાય છે, તો તેને હલકામાં ન લેવું જોઈએ. તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

વારંવાર અથવા ઓછો પેશાબ થવો

કિડની ખરાબ થવા પર સૌથી વધુ સમસ્યા પેશાબ સાથે સંબંધિત છે. જો કોઈ વારંવાર અથવા ઓછો પેશાબ કરે છે, તો પછી આ લક્ષણો છે કે તમારી કિડની યોગ્ય રીતે કાર્યરત નથી.

વજનમાં અચાનક વધારો

જો કે ઘણીવાર થાઇરોઇડની સમસ્યા હોય તો અચાનક વજનમાં વધારો થાય છે પણ જો તમને આ સમસ્યા નથી અને છતા પણ શરીરમાં સોજો આવે છે અથવા વજન વધે છે, તો આ સંકેતો છે કે તમારી કિડની નબળી પડી ગઈ છે.

these body symptoms prove that your kidney going to be fail

શ્વાસ લેવામાં તકલીફ

કિડનીની નિષ્ફળતાને કારણે, શરીરનું દૂષિત પાણી સંપૂર્ણ રીતે બહાર નીકળી શકતું નથી અને તે ફેફસામાં ભરવાનું શરૂ કરે છે. જેના કારણે ફેફસાંને વધારે મહેનત કરવી પડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

READ ALSO

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!