એક બાજુ દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે જેના પગલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) છેલ્લા કેટલાય સમયથી રેપો રેટમાં વધારો કરી રહી છે પરિણામે બેંકોએ એફડીના રેટમાં પણ વધારો કર્યો છે. આ સ્થિતિ વચ્ચે જો તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ(FD) કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. એસબીઆઈ સહિતની બેંકો લોકોને FD પર 7.50ની આસપાસ ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

SBI બેંક FD રેટ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં રોકાણ કરવા માંગો છો તો આ બેંક સૌથી ઓછી મુદ્દત એટલે કે 7થી લઈને 45 દિવસ સુધીની એફડી પર 3 ટકા વ્યાજ આપી રહી છે જ્યારે સીનિયર સિટીઝન માટે એફડી માટે 3.50 ટકા આ સિવાય સૌથી વધુ મુદ્દત 5થી લઈને 10 વર્ષના ગાળા માટે બેંક 6.25 ટકા વ્યાજ આપી રહી છે તેમજ સીનિયર સિટીઝનોને 7.25 ટકા વ્યાજ આપી રહી છે.
HDFC બેંકના નવીનતમ FD દરો
HDFC બેંકમાં 7થી 29 દિવસની FD પર સામાન્ય નાગરિકો માટે 3 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકા વ્યાજ છે. 30 થી 45 દિવસની FD પર સામાન્ય લોકોને 3.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 4 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ ઉપરાંત 15 મહિનાથી 10 વર્ષ વચ્ચેના કાર્યકાળ પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવે છે. આ FD દર સામાન્ય નાગરિકો માટે 7 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.75 ટકા છે.
ICICI બેંક FD દર
ખાનગી ક્ષેત્રની આ બેંક 7 થી 29 દિવસની મુદત પર સૌથી ઓછું વ્યાજ આપી રહી છે, જે સામાન્ય નાગરિકો માટે 3 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકા આપી રહી છે. તે જ સમયે, મહત્તમ વ્યાજ 15 મહિનાથી 10 વર્ષની સમયગાળા માટે આ વ્યાજ દર 7 ટકાથી 7.50 ટકા સુધી છે. આ સિવાય 390 દિવસની FD પર 6.60 ટકા વ્યાજ મળે છે.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો