GSTV
Home » News » સ્વીકારી લો, પાર્ટનરની આ કુટેવો કદી નહીં બદલાય

સ્વીકારી લો, પાર્ટનરની આ કુટેવો કદી નહીં બદલાય

આ દુનિયામાં કોઈ માણસ પર્ફેક્ટ નથી હોતો એમ જાણતા હોઈએ છતાં આપણે પાર્ટનરને બદલવાના ખોટા પ્રયત્નો કરતાં હોઈએ છીએ. તમારા પાર્ટનરમાં પણ એવી કેટલીક ટેવો હશે જે તમને નહીં ગમતી હોય.

જેમ કે તમારા પાર્ટનરમાં સમયનું ઘ્યાન ના રાખવું, અગત્યની તારીખો ભૂલી જવી, સ્વચ્છતા ના રાખવી જેવી ખરાબ ટેવો હોઈ શકે છે. આમાની કેટલીક ટેવો સમય જતાં બદલાઈ શકે છે પણ કેટલીકમાં કદી કોઈ ફેર પડતો નથી. જેમાની કેટલીક ટેવો આવી હોઈ શકે છે.

તમે ઉદાસ હોય ત્યારે ઘ્યાન જ ના આપવું

તમે ઉદાસ હોવ કે મુશ્કેલીમાં હોવ ત્યારે એ તમારી તરફ દુર્લક્ષ્ય કરે છે. એ ભલે ઘમાં શારીરિક રીતે હાજર હોય પણ ભાવનાત્મક રીતે હાજર નથી હોતા. આમ થવાથી સંબંધોમાં નારાજગી આવી શકે છે. જો તમારી વચ્ચે આવું થતું હોય તો બંનેએ શાંતિથી આમ થવાનું કારણ શોધવું જોઈએ. સંબંધમાં પ્રેમ ટકાવી રાખવાની આ ગુરુચાવી છે.

પોતાનો કક્કો સાચો કરવો

હંમેશા પોતાનો કક્કો સાચો કરવો પણ તમારા સંબંધને બગાડી શકે છે. જો પાર્ટનરનો સ્વભાવ બહુ ઘમંડી અને પોતાનો કક્કો સાચો કરવાવાળો તો રિલેશનશિપમાં વિખવાદ થઇ શકે છે. આવા વ્યવહારને લીધે તમારો આત્મવિશ્વાસ ઘટવા લાગે છે. એક સીમા પછી આવો સ્વભાવ સંબંધ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેથી તમારે યોગ્ય સમયે નક્કી કરી લેવું જોઈએ કે તમારે સંબંધને ક્યાં સુધી સમય આપવો છે.

ખોટું બોલવું

જુઠ્ઠા લોકો સાથે કોઈને રિલેશનશિપ રાખવાનુ ના ગમે. દરેક સંબંધ વિશ્વાસ પર ટકે છે પણ જો પાર્ટનરને વારંવાર ખોટું બોલવાની ટેવ હશે તો સંબંધ ટકશે જ નહીં. તમારા લાખ સમજાવવા છતાં પાર્ટનર ખોટું બોલવાની કુટેવ ના છોડે તો એની સાથે રહેવાનું મુશ્કેલ બની શકે છે. તેથી તમારે વાત વણસે તે પહેલાં આકરો નિર્ણય લેવા માટે સજ્જ થઇ જવું જોઈએ.

પાર્ટનરને સમજો

કપલ વચ્ચે ઝઘડો થાય તે સ્વાભાવિક છે પણ પછી તર્કબદ્ધ રીતે એનું નિરાકરણ શોધી લેવામાં આવે છે. જો તમારા પાર્ટનર અગત્યના મુદ્દાઓને અવગણીને એવો દેખાવ કરતાં હોય જાણે કશું થયું જ નથી તો તમારે સાવચેત થઇ જવાની જરૂર છે. બંને પરંસ્પરને રિસ્પેક્ટ આપશે તો જ સંબંધ આગળ વધે છે.

આવામાં એકની ભૂલ હોય તો બીજાએ એના સંજોગો સમજીને નિરાકરણ લાવવું જોઈએ. વાતને અવગણવાથી વાત વણસી શકે છે. જો પાર્ટનર શારીરિક કે ભાવનાત્મક રીતે ટોર્ચર કરતો હોય તો સમજી લેવું કે એની આ ટેવ આજીવન રહેવાની છે.

વધારે ફ્લર્ટ કરવું

કોઈની સાથે મજાક કરવામાં અને ફ્લર્ટ કરવામાં બહુ ફેર છે. તેથી પાર્ટનર તરીકે તમને ફ્લર્ટ કરવાની તમારી સીમાનો ખ્યાલ હોવો જોઈએ. તમારા પાર્ટનરને હર્ટ થાય એવું વર્તન ના કરવું એ તમારી જવાબદારી છે.

ધ્યાન ના આપવું

કેર કરનાર હસબન્ડ દરેકને ગમે છે. જે ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરે, લાગણીઓને સમજે અને દિવસમાં ઓછામાં ઓછા એકવાર તમારી સાથે વાત કરે, સોશિયલ મીડિયામાં રોમાન્ટિક પોસ્ટ કરે, તમારી અપેક્ષાઓનું ધ્યાન રાખે.

આ સિવાય તમારી પર્સનલ સ્પેસનું ધ્યાન રાખે. જો કે ઘણાં લોકોને આ બાબતો નકામી લે છે જે બીજા પાત્રને દુ:ખી કરે છે. આવી આદતો બહુ મુશ્કેલીથી છુટતી હોય છે.

Read Also

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!