GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આ તો કેવો અંધવિશ્વાસ! ટીમની જીત માટે આ ખેલાડી મેદાન પર કરતો પેશાબ, આ ભાઇની તો વાત જ ના થાય

ખેલાડી

વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલના ખેલાડીઓ એટલી હદે અંધવિશ્વાસુ હોય છે કે તેમના ટૂચકા સાંભળીને દિમાગ કામ કરવાનું બંધ કરી દેફૂટબોલની દુનિયા ચમત્કારોથી ભરેલી પડી છે.આ એવી રમત છે જેમાં ટીમ ગમે ત્યારે વિજય હાંસલ કરી લે તો મિનિટોમાં જ પરાજિત પણ થઈ શકે છે. અહીં કોઈ અટકળ લગાવી શકાતી નથી અને કદાચ તેથી જ આ રમત સૌથી લોકપ્રિય છે. ફૂટબોલ ખેલાડીઓ તેમના ફેન્સ માટે ભગવાનથી કમ હોતા નથી તો એવા ખેલાડીઓ પણ છે જે અંધવિશ્વાસુ હોય છે અને ટીમના વિજય માટે જાતભાતના ટૂચકા (ઉપાયો) કરતા રહેતા હોય છે. અહી ચાર એવા અંધવિશ્વાસુ ખેલાડીઓની વાત કરવી છે.

સર્જિયો ગોયોચેયા મેદાન પર કરતો પેશાબ

ફૂટબોલમાં ગોલકીપરને પાગલ કહેવાય છે. આ પાગલોમાં કદાચ આર્જેન્ટિનાનો ભૂતપૂર્વ ગોલકીપર સર્જિયો ગોયોચેયા મોખરે હશે. તે મેચ જીતવા માટે એવો ટૂચકો કરતો હતો જે કોઈ વિચારી પણ શકે નહીં. ગોયોચેયા પેનલ્ટી શૂટઆઉટ આવે ત્યારે મેદાન પર પેશાબ કરતો હતો. તે એમ માનતો હતો કે આમ કરવાથી તેનું નસીબ ચમકે છે અને ટીમ મેચ જીતી જાય છે.1990ના ફિફા વર્લ્ડ કપમાં પણ તેણે આમ કર્યું હતું. ક્વાર્ટર અને સેમિફાઇનલમાં તેણે પેનલ્ટી શૂટઆઉટથી ટીમને વિજય અપાવ્યો હતો. જોકે ફાઇનલમાં તેની ટીમ જર્મની સામે હારી ગઈ હતી.

50 ટૂચકા કરતો જ્હોન ટેરી

ઇંગ્લેન્ડનો ફૂટબોલર અને કેપ્ટન જ્હોન ટેરી તો આવા ટૂચકા કરવાનો બાદશાહ મનાતો હતો. તેણે એક વાર કહ્યું હતું કે તે મેચ પહેલાં એક બે નહીં પણ 50 ટૂચકા કરતો હતો. મેચ અગાઉ તે કારમાં સિંગર ઉશરનો ગીતો સાંભળતો હતો. ત્યાર બાદ તે એવી જગ્યાએ પોતાની કાર પાર્ક કરતો હતો જે તેના માટે શુકનવંતી હતી.તે બસમાં પણ લકી સિટ પર જ બેસતો હતો. તેણે પોતાના લકી શીન પેડ દસ વર્ષ સુધી પહેર્યા હતા.

ટકલા માથાને ચૂમતો લોરેન્ટ બ્લેક

1998ના વર્લ્ડ કપનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો. જેમાં લોરેન્ટ બ્લેક પોતાના સાથી ફેબિયનનો ટકલા માથાને ચૂમતો હતો. ફ્રાન્સના આ બે ખેલાડી દરેક મેચ અગાઉ આમ કરતા હતા. ફ્રાન્સના દરેક ખેલાડી મેચ વખતે એક જ ખુરસી પર બેસતા હતા. તેનો અર્થ એ થયો કે તેઓ ક્યારેય પોતાની જગ્યા બદલતા ન હતા.

અંધશ્રદ્ધાએ લીધો જીવ

તમે જોયું હશે તે ટીમના તમામ ખેલાડી સાથે નહાતા હોય પરંતુ ઝિમ્બાબ્વેની ફૂટબોલ ક્લબ મિડલેન્ડ્ટલેન્ડ સિમેન્ટની ટીમે એવો અંધવિશ્વાસ દાખવ્યો કે તેમની ટીમના એક ખેલાડીનું મોત થઈ ગયું. ક્લબનો કોચ ખેલાડીઓને શુદ્ધ કરવા માટે એક નદીમાં લઈ ગયો. નદીમાં ટીમના 16 ખેલાડીએ ડૂબકી લગાવી પણ નીકળ્યા 15 ખેલાડી. એક ખેલાડી નદીના પ્રવાહમાં તણાઈ ગયો અને ક્યારેય તે મળી શક્યો નહીં.

Read Also

Related posts

રવિ શાસ્ત્રી હતા બોલિવૂડની આ હિરોઇનના પ્રેમમાં , કહાની જ રહી ગઈ અધૂરી

Harshad Patel

રૂપાણીને ખબર નહોતી કે જાહેરાત કરવામાં લેટ પડ્યા, હર્ષ સંઘવીએ 2 દિવસ પહેલાં જ મોદીનો આ મામલે માન્યો હતો આભાર

Arohi

સિઝન શરૂ થતાં જ NBAના નવ ખેલાડી કોરોનાગ્રસ્ત , અગાઉ પણ સિઝન રહી હતી મુલતવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!