GSTV
Home » News » આ છે UNESCOનાં દુનિયાભરનાં વર્લ્ડ હેરિટેજ સ્થળો

આ છે UNESCOનાં દુનિયાભરનાં વર્લ્ડ હેરિટેજ સ્થળો

સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યૂનેસ્કો પોતાના વર્લ્ડ હેરિટેજની યાદીમાં દર વર્ષે નવી ઈમારતો અને સ્થળોને સંરક્ષણ માટે જોડે છે. આ વખતે આ યાદીમાં ઘણા નામ સામેલ છે.

ભારતનું જયપુર શહેર

આ વખતે ભારતનાં ગુલાબી શહેરના નામથી જાણીતા રાજસ્થાનના જયપુરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યુ છે. જયપુરની કેટલીક ઈમારતોની સ્થાપના 1727માં થઈ છે. જે આજે પણ સુંદર દેખાઈ રહી છે. દેશ-વિદેશનાં પર્યટકો માટે આ જગ્યા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

આઈસલૅન્ડનું રાષ્ટ્રીય ઉદ્યાન

આ જ્વાળામુખી ક્ષેત્ર આઈસલેન્ડનાં 14 ટકા હિસ્સામાં વિસ્તરેલું છે. આ પાર્કમાં બહુ જ બધા ગ્લેશિયર છે. તેના સિવાય અહીં ઘણા સુંદર પ્રાકૃતિક જીવ, લાવા ફીલ્ડ્સ અને અનોખા જીવ જંતુઓ પણ મળે છે.

ફ્રેન્ચ ઓસ્ટ્રલ લેન્ડ એન્ડ સીઝ

આ જગ્યા દક્ષિણી સમુદ્રની વચ્ચોવચ છે. નાના-નાના આ દ્વીપોને યુનેસ્કોની નવા વર્લ્ડ હેરિટેઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. અહીં દુનિયાની સૌથી મોટી માત્રામાં દરિયાઈ જીવ અને પક્ષીઓ જોવા મળે છે. તેમાં કિંગ પેંગ્વિનનો પણ સમાવેશ થાય છે.

પ્રાચીન જાપાનની માઉંડેડ ટૉમ્બ્સ

જાપાનનાં ઓસાકા પ્રાંતમાં 49 કબરો છે. જે ત્રીજીથી છઠ્ઠી સદીના જમાનાના છે. અહીં અલગ અલગ પ્રકારનાં ટાપુઓ છે. જેમાં ચાવી લગાવવાનાં છેદની જેવું જ દેખાતો એક મોટો ટાપુ છે. આ ટાપુનું નામ સમ્રાટ નિનટોકૂના નામે રાખવામાં આવ્યુ છે. અને તે જાપાનની સૌથી મોટી કબર છે.

ઈરાકનું બેબીલોન

ઘણા વર્ષોનાં પ્રયાસ બાદ પ્રાચીન શહેર બેબીલોનને યૂનેસ્કોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ છે. ઈરાકમાં રાજકીય તોફાનોને કારણે આ જગ્યાને ઘણું નુકસાન ગયુ છે. પરંતુ હાલમાં અહીં સમારકામનું કામ ચાલે છે.

બગાન, મ્યાંમાર

મ્યાંમારની આ પ્રાચીન રાજધાની પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હજારો બુદ્ધ મંદિર છે. થોડા દૂરથી જોવા પર હજારો મંદિરો વાળી આ જગ્યા બહુજ સુંદર દેખાય છે.

પ્લેન ઓફ જાર, લાઓસ

મોટા માટો પથ્થરોનાં બનેલાં માટલાઓ. આ જગ્યા સેન્ટ્રલ લાઓસમાં છે. પુરાતત્વવિદોનું માનવું છેકે, આ હજારો રહસ્યમયી પથ્થરોનાં બનેલાં માટલાઓ લોહયુગના છે. તેમનું માનવું છેકે, કદાચ તેમનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે કરવામાં આવતો હશે.

READ ALSO

Related posts

WhatsApp યુઝર્સ સાવધાન…! મીડિયા પર મોકલેલી ફાઈલ્સમાં હેકર્સ કરી શકે મોટી હેરાફેરી

Dharika Jansari

5 વર્ષમાં સૌથી ઊંચા મકાઈના ભાવ : કૃષિ કોમોડિટીમાં સૌથી સફળ પાક

Karan

ફુદીનાની ચટણી નાખી બનાવો ચટપટું ત્રિરંગી પનીર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!