GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

જો તમને કાનમાં થાય છે અસહ્ય પીડા, તો ચેતી જજો આ બિમારીનાં લક્ષણ હોય શકે….

કાનના કેન્સર વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે પણ સત્ય એ જ છે કાનમાં પણ કેન્સર થાય છે. જે કાનના બહારના ભાગો સિવાય આંતરિક ભાગોને પણ અસર કરે છે. તજજ્ઞો કહે છે કે કાનનું કેન્સર કાનના અંદરના ભાગોમાં પહોંચે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. આવું થાય ત્યારે કાન પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. કાનના કેન્સર બે પ્રકારના હોય છે. ક્લોસ્ટીટોમાં અને સ્કાવમસ સેલ સાર્કિનોમાં. કાનનું કેન્સર ઘણું ખતરનાક માનવામાં આવે છે. કાનના કેન્સરની સારવાર માટે સર્જરી, કીમોથેરપી અને રેડીએશનની મદદ લેવામાં આવે છે. જો કે આ સારવાર કરાવતાં પહેલાં જાણવું જરૂરી છે કે કાનમાં કયા પ્રકારનું કેન્સર થયું છે.

આ છે લક્ષણો- કાનમાંથી દ્રવ્ય(પ્રવાહી) પદાર્થ બહાર આવવા લાગે છે. જો તે સતત નીકળ્યાં જ કરે તો એ કાનના કેન્સરનો સંકેત હોઈ શકે છે. સંભળાતુ બંધ થવું કે ઓછું થવું પણ એના લક્ષણો છે. આ કિસ્સાઓમાં પેશન્ટને સતત માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ રહે છે.

આ ઉપરાંત દર્દીના કાનમાં ભણકારા વાગવા, અલ્સરની શરૂઆત અને લોહી નીકળવા જેવી તકલીફો પણ દેખાવા લાગે છે. કાનનું કેન્સર થાય તો કાનમાં ઇન્ફેક્શન અને ઇયરડ્રમ પણ ખામીવાળા થવા લાગે છે. આનાથી બચવા માટે શરૂઆતથી જ કાનની સફાઈનું ધ્યાન રાખવાની ડૉક્ટર્સ સલાહ આપે છે. જેથી કાનમાં મેલ ભેગો ના થાય. આના લીધે માણસને ઓછું સંભળાવા લાગે છે.

Related posts

આ પાડોશી દેશે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ રોકી દીધું

Pravin Makwana

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રેલવેએ બનાવ્યુ અનોખું ડિવાઈસ, અંતર ઘટશે તો વાગશે એલાર્મ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!