GSTV
Gujarat Government Advertisement

વાહનચાલકો વીમાના આ છે નિયમો, ખાસ જાણી લે જો નહીં તો પસ્તાશો

Last Updated on November 2, 2019 by Karan

નવા મોટર વ્હિકલ એક્ટમાં ભારે દંડની જોગવાઈને પગલે ઇન્શ્યોરન્સ કંપનીઓની આવકમાં અણધાર્યો ઉછાળો નોંધાયો છે. દંડની મોટી રકમને જોતાં ઇન્શ્યોરન્સ માટેનો ધસારો આશ્ચર્યજનક નથી. લોકોએ વાહનના ઇન્શ્યોરન્સ માટે ધસારો કર્યો છે.  ઘણી ઇન્શ્યોરન્સ કંપનીઓની પૂછપરછ અને વેચાણમાં વધારો થયો છે. ઇફ્‌કો ટોકિયો જનરલ ઇન્શ્યોરન્સના ચાલુ મહિને એજન્સી અને ઓનલાઇન ચેનલ બંનેમાં વેચાણ ૩૦ ટકા વધ્યું છે. આવી અન્ય કંપનીમાં વેચાણમાં વધારો થયો છે. કારણ કે થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવનારે પહેલી વખતે ₹૨,૦૦૦ સુધીનો દંડ આપવો પડશે.

વ્યક્તિ એ જ ગુનામાં ફરી વખત પકડાશે તો તેમણે ₹૪,૦૦૦ની પેનલ્ટી ચૂકવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે થર્ડ-પાર્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો હતો. રોડ પર ફરતાં લગભગ ૩૩ ટકા વાહનનો ઇન્શ્યોરન્સ નહીં હોવાનું જણાયું છે. જેમાં સૌથી મોટો હિસ્સો ટુ-વ્હીલર માલિકોનો છે. સુધારેલો મોટર વ્હિકલ્સ એક્ટ હવે લાગુ થઈ ચૂક્યો છે ત્યારે વાહનચાલકોએ થર્ડ-પાર્ટી વીમો લેવો પડશે. હવે થર્ડ-પાર્ટી વીમો તરત મળી જાય છે અને પોલિસી ઈશ્યુ કરી દેવામાં આવે છે. થોડાં વર્ષ પહેલાં વાહનનો વીમો લેવામાં ઘણો સમય બગડતો હતો. કારણ કે ઇન્શ્યોરન્સ કંપનીના સર્વેયર દ્વારા ફિઝિકલ ચકાસણી પછી જ વાહનનો વીમો આપવામાં આવતો હતો.

સિમ્બો ઇન્શ્યોરન્સના જૈન જણાવે છે કે, “વીમા કંપનીઓ અત્યારે ત્રણ મોડલ્સને અનુસરે છે. પ્રથમ મોડલ મુજબ વીમાની પ્રક્રિયા કોઈ તપાસ વગર પૂરી થાય છે. કારણ કે જે પોલિસી રિન્યૂ કરવામાં બ્રેક ૯૦ દિવસથી ઓછો હોય તેમાં વીમા કંપનીઓ આ જરૂરિયાતમાંથી મુક્તિ આપી શકે છે. પોલિસી લેપ્સ થયાના ૯૦ દિવસની અંદર રિન્યૂ કરવાનો વધુ એક ફાયદો છે. તેમાં વ્યક્તિને નો-ક્લેમ બોનસ મળે છે. જોકે, ૯૦ દિવસથી વધુ સમય પછી પોલિસી રિન્યૂ કરાય તો નો-ક્લેમ બોનસનો લાભ મળતો નથી. એટલે વ્યક્તિએ ઊંચું પ્રીમિયમ ચૂકવવું પડે છે.

પોલિસી લેપ્સ થયા પછી રિન્યૂ કરવામાં બ્રેક જેટલો લાંબો, પોલિસીની પ્રીમિયમ એટલું વધારે. કેટલીક ઇન્શ્યોરન્સ કંપનીઓ આવી પોલિસીમાં ઝીરો ડેપ્રિસિએશન કે એન્જિન પ્રોટેક્શન જેવા લાભ આપતા નથી. વીમો લેવાનો અન્ય વિકલ્પ પણ છે. તેમાં સેલ્ફ-ઇન્સ્પેક્શન મોડલ અનુસાર વીમો લેવા ઇચ્છુક ઇન્શ્યોરન્સની સત્તાવાર એપ્સ કે લિંક્સ દ્વારા વાહનની તપાસ માટે તેના પિક્સર્સ અપલોડ કરે છે. અસ્થાના જણાવે છે કે, ઇન્શ્યોરન્સ લેવા ઇચ્છુક વ્યક્તિના મોબાઇલ ફોન પર લિંક મોકલવામાં આવે છે. તેમણે વિડિયો રેકોર્ડ કરી અપલોડ કરવાનો હોય છે.

ભવિષ્યમાં તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે. Policybazaar.comના બિઝનેસ હેડ (મોટર ઇન્શ્યોરન્સ) સજ્જા પ્રવીણ ચૌધરી જણાવે છે કે, “ક્લેમ સેટલમેન્ટ વખતે રેકોર્ડ થયેલો વિડિયો વિવાદની શક્યતા ઘટાડે છે. થર્ડ-પાર્ટી ક્લેમના કેસમાં વિવાદ થઈ શકે નહીં. કારણ કે તેનો નિર્ણય મોટર ટ્રિબ્યુનલ કરે છે.” ઇન્સ્પેક્શન પૂરું થયા પછી પોલિસી ઇશ્યૂ કરવામાં આવે છે અને પ્રીમિયમની ચુકવણી થાય છે. વ્યક્તિગત નુકસાનના વીમાનું મૂલ્યાંકન કરતી વખતે વાહનના નાના નુકસાનને વીમા કંપનીઓ ધ્યાનમાં લેતી નથી. જોકે, તેમાં આખરી નિર્ણય વીમા કંપનીનો રહે છે. તે અંડરરાઇટિંગ પોલિસીના આધારે ચુકવણીની રકમ નક્કી કરે છે. જૈન જણાવે છે કે, “ઇન્સ્પેક્શન અને પોલિસી ઇશ્યૂ કરતી વખતે પહેલેથી થયેલા નુકસાન માટે વીમા કવચ મળતું નથી.” ચૌધરી જણાવે છે કે, “વાહન પર ચારથી વધુ નાના ગોબા પડ્‌યા હોય તો પોલિસીની અરજી નકારાવાની શક્યતા છે. એવી રીતે એક મોટો ગોબો કે વિન્ડશિલ્ડ પર એક ક્રેક પણ વીમો મળવાની શક્યતા ઘટાડી શકે.”

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!